Prophetic Hadeeth Encyclopedia
Search and read verified Prophetic hadeeth translations, explanations, benefits, categories and source attribution. Page 23.
Search the Hadeeth Encyclopedia
Smart instant results tolerate minor spelling mistakes, with every filter in one place.
અલ્લાહ તઆલા તમારા ચહેરા અને માલ નથી જોતો, પરંતુ અલ્લાહ તઆલા તમારા દિલની સ્થિતિ તેમજ તમારો અમલ જોવે છે
ખરેખર અલ્લાહ અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ શરાબ, મૃતક, ડુક્કર અને મૂર્તિઓની લે-વેચ કરવાને હરામ કર્યું છે
જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે તેઓ કહે છે કે તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મક્કાના વિજયના દિવસે કહેતા સાંભળ્યા: «ખરેખર અલ્લાહ અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ શરાબ, મૃતક, ડુક્કર અને મૂર્તિઓની લે-વેચ કરવાને હરામ કર્યું છે», પૂછવામાં આવ…
શું અલ્લાહએ તમારા માટે કોઈ એવી વસ્તુ નથી બનાવી, જેને તમે દાન કરી શકો? બેશક સુબ્હાનલ્લાહ કહેવું સદકો ગણવામાં આવશે, અલ્લાહુ અકબર કહેવું સદકો ગણવામાં આવશે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું સદકો ગણવામાં આવશે, લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવું પણ સદકો ગણવામાં આવશે, નેકી તરફ બોલાવવું પણ સદકો છે, કોઈને બુરાઈથી રોકવું પણ સદકો ગણવામાં આવશે, તમારા માંથી કોઈ પોતાની પત્ની સાથે પોતાની ઈચ્છા પૂરી કરે તે પણ સદકો ગણવામાં આવશે
અબૂ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺના કેટલાક સહાબાઓએ આપને કહ્યું: હે અલ્લાહના પયગંબર! માલદાર સહાબી અમારાથી વધારે સવાબ લઈ ગયા, જે રીતે અમે નમાઝ પઢીએ છીએ તેઓ પણ પઢે છે, જે રીતે અમે રોઝા રાખીએ છીએ તેઓ પણ રાખે છે, હવે તેનાથી વધારે તેઓ પોતાના માલ માંથી સદકો અને લિલ…
પહેલાના પયગંબરોની જે વાત મળી, તેમાં આ વાત પણ છે કે જો હયા જ ન હોય, તો પછી જે મનમાં આવે તે કરો
અબુ મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પહેલાના પ…
કાર્યોનો આધાર નિયતો પર છે, જે વ્યક્તિની જેવી નિયત હશે તે પ્રમાણે તેને બદલો આપવામાં આવશે
ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «કાર્યોનો આધાર નિયતો પર છે, દરેક વ્યક્તિને તેની (સારી અથવા ખરાબ) નિયત પ્રમાણે (સારો અથવા ખરાબ) વળતર મળશે, બસ ! જેની હિજરત અલ્લાહ અને તેના પયગંબર માટે હશે, તેની હિજરત તેમના માટે જ સમજવામાં આવશે…
ઇસ્લામ એ છે કે તમે આ વાતની સાક્ષી આપો કે અલ્લાહ સિવાય કોઈ ઇબાદતને લાયક નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ પઢતા રહો, ઝકાત આપતા રહો, રમઝાન માસના રોઝા રાખો અને જો તમને હજ માટેના સફરની શક્તિ હોય તો બૈતુલ્લાહનો હજ કરો
ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: એક દિવસે અમે આપ ﷺ પાસે બેઠા હતા, કે અચાનક એક વ્યક્તિ અમારી પાસે આવી પહોંચ્યો, તેના કપડાં એકદમ સફેદ હતા, અને વાળ સખત કાળા, તેના (ચહેરા) પર સફરની નિશાનીઓ પણ નહતી દેખાતી અને અમારા માંથી કોઈ તેને ઓળખતું પણ ન હતું,…
જે વસ્તુ તમને શંકામાં નાખે, તેને છોડી તે વસ્તુ અપનાવો જે શંકામાં ન નાખે; કારણકે સત્યતામાં સંતુષ્ટિ છે અને જૂઠ દિલને બેચેન કરી નાખે છે
અબૂલ્ હવરાઅ અસ્ સઅદી રિવાયત કરે છે તેમણે કહ્યું: મેં હસન બિન અલી રઝી અલ્લાહુ અન્હુમાને કહ્યું: તમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી શું યાદ કર્યું છે? તેઓએ કહ્યું: મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આ આદેશ યાદ કર્યો છે: «જે વસ્તુ તમને શંકામાં નાખે, તેને છોડી તે વસ્તુ અપનાવો જ…
જ્યારે અમે સફર કરી રહ્યા હોય અથવા સફર કરવાના હોય, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને આદેશ આપતા કે ત્રણ દિવસ અને રાત પોતાના મોજા ન કાઢશો, (અને તેના પર મસહ કરી લેજો) પરંતુ જો જનાબતની સ્થિતિ હોય, તો (પછી મસહ નથી કરી શકતા), અને અમે પેશાબ, શોચ અને સૂતી વખતે પણ પોતાના મોજા ન કાઢીએ
ઝિર્ર બિન્ હુબૈશે કહ્યું: હું સફવાન બિન્ અસ્સાલ મુરાદી પાસે મોજા પર મસહ કરવા બાબતે પૂછવા માટે આવ્યો, તેમણે કહ્યું: કંઈ વસ્તુ તને અહીંયા લઈને આવી છે, હે ઝિર્ર ? મેં કહ્યું: જ્ઞાનની શોધ, તેમણે કહ્યું: ફરિશ્તાઓ પોતાની પાંખ ફેલાવી દે છે, તે વિદ્યાર્થી માટે, જે ઇલ્મની પ્રાપ્…
વ્યક્તિની જમાઅત સાથે પઢવામાં આવેલી નમાઝ બજાર અથવા ઘરમાં પઢવામાં આવેલી નમાઝની તુલનામાં (નેકી પ્રમાણે) વીસ કરતા પણ વધુ દરજ્જો ધરાવે છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «વ્યક્તિની જમાઅત સાથે પઢવામાં આવેલી નમાઝ બજાર અથવા ઘરમાં પઢવામાં આવેલી નમાઝની તુલનામાં (નેકી પ્રમાણે) વીસ કરતા પણ વધુ દરજ્જો ધરાવે છે, તેનું કારણ એ છે કે જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ સારી રીતે વુઝૂ કરે છે, અ…
દરરોજ, જેમાં સૂરજ ઊગે છે, માનવીએ પોતાના દરેક જોડનો સદકો આપવો જરૂરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «દરરોજ, જેમાં સૂરજ ઊગે છે, માનવીએ પોતાના દરેક જોડનો સદકો આપવો જરૂરી છે, દરરોજ, જેમાં સુર્ય ઊગે છે, તમારો બે વ્યક્તિઓ વ…
દુનિયામાં એવી રીતે જીવન પસાર કરો, જેમ કે તમે એક અજાણ હોવ અથવા રાહદાર હોવ
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મારો ખભો પકડી કહ્યું: «દુનિયામાં એવી રીતે જીવન પસાર કરો, જેમ કે તમે એક અજાણ હોવ અથવા રાહદાર હોવ», ઈબ્ને ઉમર કહેતા હતા: જ્યારે તમે સાંજ કરી લો તો સવારની રાહ ન જુઓ અને જ્યારે તમ…

