દુનિયામાં એવી રીતે જીવન પસાર કરો, જેમ કે તમે એક અજાણ હોવ અથવા રાહદાર હોવ
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મારો ખભો પકડી કહ્યું: «દુનિયામાં એવી રીતે જીવન પસાર કરો, જેમ કે તમે એક અજાણ હોવ અથવા રાહદાર હોવ», ઈબ્ને ઉમર કહેતા હતા: જ્યારે તમે સાંજ કરી લો તો સવારની રાહ ન જુઓ અને જ્યારે તમે સવાર કરો તો સાંજની રાહ ન જુઓ, બીમારી આવતા પહેલા તંદુરસ્તીના સમયને ગનીમત જાણો, મૃત્યુ આવતા પહેલા જીવનમાં મૃત્યુની તૈયારી કરી લો.
Explanation
ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા આ નસીહત પણ અમલ કરતા કહેતા હતા: જ્યારે તમે સવાર કરો તો સાંજની રાહ ન જુઓ અને સાંજ કરો તો સવારની રાહ ન જુઓ, અને તમે પોતાને કબરના લોકોમાં ગણતરી કરો, કારણકે જીવન તંદુરસ્તી અને બીમારીથી ખાલી નથી; એટલા માટે તંદુરસ્તીના દિવસોમાં બીમારીનો સ્વીકાર કરી અમલ કરવામાં ઉતાવળ કરો, તંદુરસ્તીના દિવસોના અમલને ગનીમત સમજો એ પહેલાં કે તમારી અને તેની વચ્ચે બીમારી આવી જાય, દુનિયાના જીવનને ગનીમત સમજો અને તે એકઠું કરી લો જે મૃત્યુ પછી તમારા માટે ફાયદાકારક હોય.
Benefits
જે લોકોએ સવાલ ન કર્યો હોય તેમને પણ વાર્તાલાપ કરતા નસીહત અને માર્ગદર્શન આપવું જોઈએ.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો શિક્ષા આપવાનો તરીકો, જેઓ કે આપ તેઓને ઉદાહરણ આપી સમજાવી રહ્યા છે, "દુનિયામાં એવી રીતે જીવન પસાર કરો જેમ કે તેમે એક અજાણ વ્યક્તિ અથવા મુસાફર હોવ".
લોકો તેમના મૃત્યુ પછીના સફરમાં વિભિન્ન છે, અજાણ્યા કરતાં મુસાફિર પરહેજગારીમાં ઉચ્ચ દરજ્જો ધરાવે છે.
પોતાની મનેચ્છાઓ પર કાબુ કરવો અને મૃત્યુ માટે તૈયાર રહેવું.
આ હદીષ રોજી પર રોક માટે નથી તેમજ દુનિયાની નેઅમતો દ્વારા ફાયદો ઉઠાવવા પર રોક માટે નથી પરંતુ દુનિયામાં પરહેજગારી અપનાવવા અને પોતાની મનેચ્છાઓને ઓછી કરવા તરફ ઈશારો કર્યો છે.
નેક અમલ કરવા પર ઉતાવળ કરો એ પહેલાં કે તેને કરવાની ક્ષમતા ખોવી દો, અને બીમારી તેમજ મૃત્યુ તમારી આસપાસ ચક્કર લગાવતા રહે.
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમાની મહત્ત્વતા જેઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નસીહતથી ઘણા પ્રભાવિત થયા.
મોમિનોનું મૂળ વતન જન્નત છે એટલા માટે તે આ દુનિયામાં અજાણ વ્યક્તિ માફક છે, અને તે આખિરતના સફર પર છે એટલા માટે તેમનું દિલ બીજા અજનબી શહેરમાં લાગતું નથી, પરંતુ તેમને જ્યાં પાછું ફરવાનું છે, તેમનું દિલ ત્યાં લાગેલું છે, આ દુનિયા તેની જરૂરત પુરી કરવા અને તેના મૂળ વતનની તૈયારી માટે છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

