કાર્યોનો આધાર નિયતો પર છે, જે વ્યક્તિની જેવી નિયત હશે તે પ્રમાણે તેને બદલો આપવામાં આવશે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «કાર્યોનો આધાર નિયતો પર છે, દરેક વ્યક્તિને તેની (સારી અથવા ખરાબ) નિયત પ્રમાણે (સારો અથવા ખરાબ) વળતર મળશે, બસ ! જેની હિજરત અલ્લાહ અને તેના પયગંબર માટે હશે, તેની હિજરત તેમના માટે જ સમજવામાં આવશે અને જેણે દુનિયા પ્રાપ્ત કરવા માટે અથવા કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા માટે હિજરત કરી તો તેની હિજરત તેના માટે જ હશે». બુખારી શરીફના શબ્દો આ પ્રમાણે છે: «કાર્યોનો આધાર નિયતો પર છે, જે વ્યક્તિની જેવી નિયત હશે તે પ્રમાણે તેને બદલો આપવામાં આવશે».
Explanation
પછી આપ ﷺ એ એક ઉદાહરણ આપી સમજાવ્યું કે અમલ કરવામાં નિયતનો કેટલો મોટો આધાર હોય છે, જાહેરમાં બન્નેની સ્થિતિ એક જ જેવી લાગે છે, જણાવ્યું કે જે વ્યક્તિ હિજરતનો ઈરાદો કરે અને તે પોતાના પાલનહારને ખુશ કરવા માટે વતન છોડશે તો તેની હિજરત શરીઅત પ્રમાણે કબૂલ કરવામાં આવશે તેને પોતાની સાચી નિયત પ્રમાણે સવાબ આપવામાં આવશે, અને જેનો હિજરત કરવાનો ઈરાદો દુનિયા પ્રાપ્તિ માટે હશે, માલ માટે, પદ માટે, વેપારધંધા માટે અથવા તો કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા માટે હશે તો તેને ફક્ત તેની નિયત પ્રમાણે જ બદલો આપવામાં આવશે, તેના માટે આખિરતમાં કોઈ સવાબ અને નેકી લખવામાં નહીં આવી હોય.
Benefits
તે અમલ જેના દ્વારા અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરી શકાય છે, જો અમલ કરનાર વ્યક્તિ તેને આદત પ્રમાણે અમલ કરશે તો તેને કોઈ સવાબ આપવામાં નહીં આવે, જ્યાં સુધી તે અમલ અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવા માટે નહીં કરે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

