જે વ્યક્તિ એવું જ્ઞાન પ્રાપ્ત કરે જે ફક્ત અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે હોય અને તે તેને ફક્ત દુનિયાના લાભ માટે શીખે, તો તે કયામતના દિવસે જન્નતની સુગંધ પણ પ્રાપ્ત નહીં કરી શકે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ એવું જ્ઞાન પ્રાપ્ત કરે જે ફક્ત અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે હોય અને તે તેને ફક્ત દુનિયાના લાભ માટે શીખે, તો તે કયામતના દિવસે જન્નતની સુગંધ પણ પ્રાપ્ત નહીં કરી શકે» અર્થાત્ જન્નતની ખુશ્બુ.
Explanation
Benefits
ઇસ્લામની શરીઅતના જ્ઞાનનો ઉપયોગ દેખાડો કરવા માટે અથવા દુન્યવી લાભના સાધન તરીકે ન કરવો જોઈએ, જો કોઈ આમ કરશે તો તેની સામે કડક ચેતવણી, કારણ કે આ એક મોટું પાપ છે.
કોઈ વ્યક્તિ દીનનું જ્ઞાન અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે હાસિલ કરે અને તેની સાથે સાથે તેને દુનિયા પણ મળે તો તેને કોઈ વાંધો નથી.
ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: (જન્નતની સુગંધ) નો અર્થ સુગંધ છે, આ શબ્દો જન્નતથી વચિંત રહેવાનું દર્શાવે છે; કારણકે જે કોઈ વસ્તુની સુગંધ ન મેળવી શકે તે ખરેખર તેનો ભાગ પણ નહીં બની શકે.
જે વ્યક્તિએ અલ્લાહની પ્રસન્નતા માટે નોકરી કરવા માટે ઇલ્મ શીખ્યું અથવા અન્ય કોઈ હેતુસર ઇલ્મ શીખે; તો તેણે અલ્લાહથી તૌબા કરવી જોઈએ, અલ્લાહ તેમને ખરાબ નિયતથી જે પ્રાપ્ત થઈ છે, તેને મિટાવી દે, અને તે મહાન કૃપાળુ અને પવિત્ર તેમજ અત્યંત ઉચ્ચ છે.
આ ચેતવણી ઇસ્લામની શરીઅતના જ્ઞાનના શોધક માટે છે, જે વ્યક્તિ આ દુનિયા માટે એન્જિનિયરિંગ, રસાયણશાસ્ત્ર અને તેના જેવા અન્ય દુન્યવી જ્ઞાન દુન્યવી સુખો શોધે છે, તો તેની નિયત તેના પ્રમાણે જ છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

