શું હું તમને સૌથી મોટા ગુનાહ વિશે ન જણાવું?
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ બકરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું : «શું હું તમને સૌથી મોટા ગુનાહ વિશે ન જણાવું? ત્રણ વખત નબી ﷺ એ આ વાક્ય કહ્યું, પછી સહાબાઓએ કહ્યું: કેમ નહીં, હે અલ્લાહના રસૂલ ! જરૂર જણાવો, નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ સાથે શિર્ક કરવું અને માતા-પિતાની અવજ્ઞા કરવી», નબી તે સમયે ટેક લગાવી બેઠા હતા, સીધા થઈ નબી ﷺ એ કહ્યું: «સાંભળો ! જૂઠી વાત કરવી», ત્યારબાદ નબી ﷺ વારંવાર આ વાત કહેતા રહ્યા અહીં સુધી કે અમે મનમાં કહેવા લાગ્યા કે કદાચ નબી ﷺ ચૂપ થઈ જતા.
Explanation
૧. અલ્લાહ સાથે શિર્ક કરવું: કોઈ પણ પ્રકારની ઈબાદતને અલ્લાહ સિવાય અન્ય માટે કરવી, અને અલ્લાહ સિવાય અન્યને તેની રુબૂબિય્યત (પાલનહાર હોવામાં), ઉલૂહિય્યત (પૂજ્ય હોવામાં), અને અસ્મા વ સિફાત (પવિત્ર નામો અને ગુણોમાં) તેના બરાબર ઠેહરાવવો.
૨. માતા-પિતાની નાફરમાની: માતા-પિતાને કોઈ પણ રીતે તકલીફ પહોંચાડવી, પોતાની જબાન વડે અથવા પોતાના કાર્યો વડે, અને તેમની સાથે એહસાન (સારો વ્યવહાર) કરવાનું છોડી દેવું.
૩. જૂઠી વાત તેમાંથી જૂઠી ગવાહી આપવી: તે દરેક જૂઠી વાત અથવા ગવાહી જેનો હેતુ સામે વાળા વ્યક્તિનું અપમાન કરવું હોય, તેના માલને હડપી લેવામાં આવે અથવા તેના સન્માનને ઠેસ પહોંચાડવામાં આવે, એવી જ અન્ય કામ કરવા.
નબી ﷺ જૂઠી ગવાહી બાબતે ચેતવણી આપતા તેમજ સમાજ પર તેના ભયાનક અસર તરફ ધ્યાન દોરતા વારંવાર આ શબ્દો કહેતા ગયા અહીં સુધી કે સહાબાઓ મનમાં કહેવા લાગ્યા કે કદાચ આપ ﷺ હવે ચૂપ થઈ જતા, તેમના પર દયા ખાતા અને આ વસ્તુની નફરત જે તેમને પરેશાન કરી રહી છે.
Benefits
માતા-પિતાના હકનું મહત્વ, માતા-પિતાનો હક અલ્લાહના હકની સૌથી નજીક છે.
ગુનાહો બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે, કબીરહ (મોટા) ગુનાહ અને સગીરહ (નાના) ગુનાહ, કબીરહ ગુનાહ: તે દરેક ગુનાહ જેની સજા દુનિયામાં જ લેવામાં આવતી હોય, જેવું કે હુદુદ (હદ કાયમ કરવી) તેમજ આરોપ મુકવાની સજા, અથવા જે ગુનાહ પર આખિરતમાં ચેતવણી આપી હોય, જેવું કે જહન્નમની ચેતવણી, અને કબીરહ ગુનાહોમાં પણ તબક્કા હોય છે, જેની ચેતના એકબીજાથી સખત હોય શકે છે. કબીરહ (મોટા) ગુનાહ સિવાયના દરેક ગુનાહને સગીરહ (નાના) ગુનાહ કહે છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

