સાત નષ્ટ કરી દેનારી વસ્તુઓથી બચો
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબુ હુરૈરહ રઝી.થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «સાત નષ્ટ કરી દેનારી વસ્તુઓથી બચો», સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! તે કઈ વસ્તુઓ છે? આપ રસૂલ ﷺ એ કહ્યું: અલ્લાહ સાથે શિર્ક કરવું, જાદુ કરવું, કોઈને નાહક કતલ કરી દેવું, જેને અલ્લાહએ હરામ કર્યું છે, વ્યાજ ખાવું, અનાથનો માલ ખાવો, યુદ્ધના સમયે પીઠ ફેરવીને ભાગવું, અને નિર્દોષ સ્ત્રીઓ પર આરોપ મુકવો».
Explanation
પહેલું: અલ્લાહ સાથે શિર્ક કરવું, અને તે એ કે અલ્લાહ સાથે તેનો કોઈ ભાગીદાર અથવા તેની સાથે કોઈને બરાબર ઠેહરાવવો, અને કોઈ પણ ઈબાદતને અલ્લાહને છોડી અન્ય માટે કરવી, નબી ﷺ શિર્કથી એટલા માટે શરૂઆત કરી કારણકે તે સૌથી મોટો ગુનોહ છે.
બીજું: જાદુ - જેમાં ગાંઠો, મંત્રો, દવાઓ અને ધુમાડાનો સમાવેશ થાય છે-, જે પીડિત વ્યક્તિને બીમારી અથવા કતલ વડે અસર કરે છે, અથવા પતિ પત્નીને અલગ કરે છે, જે એક શૈતાનનું કાર્ય છે, અને તેનો ઉપયોગ શિર્ક અથવા આત્માઓ સાથે સંબંધ કરી પોતાની મનપસંદ વસ્તુ પ્રાપ્ત કરવા માટે થાય છે.
ત્રીજું: કતલ કરવું જેનું કતલ કરવું હરામ કરવામાં આવ્યું છે, સિવાય એ કે કોઈ કારણ સાથે શાસક તેને કતલ કરવાની પરવાનગી આપે.
ચોથું: વ્યાજ ખાવું અથવા બીજા કોઈ પ્રકારથી ફાયદો ઉઠાવવો.
પાંચમું: તે બાળકનો માલ હડપી લેવો જેનો પિતા તેના પુખ્તવય થતાં પહેલા મૃત્યુ પામી ચૂક્યો હોય. (અર્થાત્ અનાથનો માલ હડપવો).
છઠ્ઠુ: કાફિરો સામે કરવામાં આવતા યુદ્ધથી ભાગી જવું.
સાતમું: પવિત્ર અને પાક સ્ત્રીઓ અથવા પુરુષો પર વ્યભિચારનો આરોપ મૂકવો.
Benefits
કોઈ વ્યક્તિને કતલ કરવાની પરવાનગી ત્યારે આપવામાં આવે છે જ્યારે તેને કિસાસ અર્થાત બદલામાં કતલ કરવામાં આવે અથવા પરિણીત હોવા છતાં પણ વ્યભિચાર કરે અથવા ઇસ્લામથી ફરી જાય, અને આ સજા શાસક લાગુ કરશે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

