તમારા કરતા પહેલાના લોકોમાં એક વ્યક્તિને એક ઘા થયો હતો, તેનાથી તે ઘા સહન ન થયો, તેણે એક છરી લીધી અને પોતાનો હાથ જ કાપી નાખ્યો, તો લોહી રુક્યું નહીં અને તેને મૃત્યુ થઈ ગયું, અલ્લાહ તઆલાએ કહ્યું: મારા બંદાએ મારી પાસે આવવા માટે ઉતાવળ કરી, મેં તેના માટે જન્નત હરામ કરી દીધી
Choose an available translation of this Hadeeth
Hadeeth text
હસન રિવાયત કરે છે તેઓ કહે છે: જુન્દુબ બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ આ જ મસ્જિદમાં અમને એક હદીષ વર્ણન કરી, અત્યાર સુધી એ વાત હું ભૂલયો નથી અને ન તો મને અંદેશો છે કે જુન્દુબે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફથી જૂઠી વાત કહી હશે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા કરતા પહેલાના લોકોમાં એક વ્યક્તિને એક ઘા થયો હતો, તેનાથી તે ઘા સહન ન થયો, તેણે એક છરી લીધી અને પોતાનો હાથ જ કાપી નાખ્યો, તો લોહી રુક્યું નહીં અને તેને મૃત્યુ થઈ ગયું, અલ્લાહ તઆલાએ કહ્યું: મારા બંદાએ મારી પાસે આવવા માટે ઉતાવળ કરી, મેં તેના માટે જન્નત હરામ કરી દીધી».
Explanation
Benefits
ભલાઈ અને નેકીના હેતુથી ભૂતકાળની કોમો વિશે વાર્તાલાપ કરી શકાય છે.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આમાં અલ્લાહના હકનું ધ્યાન રાખવું જોઈએ, અને તેણે કરેલ સર્જન પર દયાનું પણ ધ્યાન રાખવું જોઈએ, તેણે પોતાને જ કતલ કરવું હરામ કર્યું છે, કારણકે આ પ્રાણ અલ્લાહની અમાનત છે.
એવા સ્ત્રોતને અપનાવવા હરામ છે, જે માણસની જાન લઈ લે, તેમજ તેના વિષે સખત ચેતવણી પણ આપવામાં આવી છે.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: તેણે મૃત્યુનો ઈરાદો કરી લીધો, ન કે સારવાર કરવાનો, જેનાથી તેને વધુ ફાયદો પહોંચતો.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

