નિઃશંક અલ્લાહ તઆલાએ દરેક કાર્યને સારી રીતે કરવું જરૂરી કર્યું છે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ યઅલા શદ્દાદ બિન ઔસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નિઃશંક અલ્લાહ તઆલાએ દરેક કાર્યને સારી રીતે કરવું જરૂરી કર્યું છે, એટલા માટે જ્યારે તમે કતલ કરો તો સારી રીતે કરો, અને જ્યારે જાનવર ઝબેહ કરો, તો પણ સારા તરીકાથી કરો, તમારા માંથી જે (જાનવર ઝબહ કરતો હોય) તેના માટે જરૂરી છે કે તે પોતાની છરી ધારદાર કરી લે, અને જે જાનવર ઝબેહ થઈ રહ્યું હોય તો તેને આરામ પહોંચાડે».
Explanation
જેથી કિસાસ રૂપે જ્યારે કતલ કરવામાં આવે તો ત્યાં એહસાન એ છે કે કતલ કરવાનો સૌથી સરળ અને હલકો અને જલ્દી જાન લેવા વાળો તરીકો અપનાવો જોઈએ.
કુરબાની વખતે જાનવરને ઝબેહ કરવામાં અહેસાનનો અર્થ જાનવર પર રહેમ કરી હથિયારને ધારદાર કરી લેવામાં આવે, અને તેને જાનવરની નજરો સમક્ષ ધારદાર કરવામાં ન આવે, અને બીજા જાનવરો સામે એવી રીતે ઝબેહ કરવામાં ન આવે કે તેઓ જોઈ રહ્યા હોય.
Benefits
કતલ અને ઝબેહ કરવામાં અહેસાનનો અર્થ એ કે બંને કામ શરીઅત પ્રમાણે કરવામાં આવે.
શરીઅતની સપૂર્ણતા, જેમાં દરેક ભલાઈનો સમાવેશ થાય છે, એટલા માટે જ જાનવરો સાથે પણ દયા કરવાનો આદેશ આપે છે.
માનવીનું કતલ કર્યા પછી તેના શરીરના અંગોને કાપવાથી આ હદીષમાં રોકવામાં આવ્યા છે.
તે દરેક કામ હરામ છે જેના દ્વારા જાનવરોને ઇજા થાય.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

