નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બે સિંગડાવાળા કાબરચિતરા ઘેટાંની કુરબાની કરી, બંનેને પોતાના હાથ વડે ઝબહે કર્યા, બિસ્મિલ્લાહ કહ્યું, અલ્લાહુ અકબર કહ્યું, અને પોતાનો પગ બન્નેની ગરદન પર મુક્યો
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બે સિંગડાવાળા કાબરચિતરા ઘેટાંની કુરબાની કરી, બંનેને પોતાના હાથ વડે ઝબહે કર્યા, બિસ્મિલ્લાહ કહ્યું, અલ્લાહુ અકબર કહ્યું, અને પોતાનો પગ બન્નેની ગરદન પર મુક્યો.
Explanation
Benefits
જે પ્રમાણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કુરબાની કરી તે પ્રમાણે કુરબાની કરવી શ્રેષ્ઠ છે, તેની સુંદરતા, તેની ચરબી અને માસ સારું હોવાના કારણે.
ઇમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: મુસ્તહબ એ છે કે કુરબાની પોતાના હાથ વડે કરવામાં આવે, અને કોઈ કારણ વગર અન્યને નાયબ બનાવવામાં ન આવે, અને ઝબેહ કરતી વખતે તેને જોવું પણ મુસતહબ છે, અને જો કોઈ મુસલમાનને નાયબ બનાવવામાં આવે તો કોઈ વિરોધ વગર એવું કરવું પણ જાઈઝ છે.
ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: બિસ્મિલ્લાહ સાથે અલ્લાહુ અકબર પઢવું મુસ્તહબ છે, જાનવરને જમણી બાજુ ગરદન પર પોતાનો પગ મુકવો પણ મુસ્તહબ છે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે જાનવરને ડાબી બાજુ સૂવાડી દેવામાં આવે તો જાનવરની જમણી બાજુ પગ મુકવામાં સરળતા રહેશે, અને એ પણ કે ચાકુ પણ જમણી બાજુથી પકડવામાં સરળતા રહેશે અને પોતાના હાથ વડે તેનું માથું ડાબી બાજુથી પકડવામાં પણ સરળતા રહેશે.
સિંગડા વાળું જાનવર ઝબેહ કરી શકાય છે, તે વગર પણ અન્ય જાનવર ઝબેહ કરી શકીએ છીએ.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

