ખરેખર આ (પાળવા લાયક) જાનવરોમાં પણ જંગલી જાનવરો જેવી વૃત્તિ હોય છે, તેથી જો તેમાંથી કોઈ નિયંત્રણ ગુમાવી દે, તો તેની સાથે આમ જ કરો
Choose an available translation of this Hadeeth
Hadeeth text
રાફેઅ બિન ખદીજ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અમે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે તિહામામાં ઝુલ્ હુલૈફા નામી જગ્યાએ હતા, લોકોને સખત ભૂખ લાગી હતી, ગનીમત (યુદ્ધમાં જીતેલો માલ)માં ઊંટ અને બકરીઓ હતી, અને અલ્લાહના પયગંબર
સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાછળ હતા, તેઓએ ઉતાવળ કરી, અને જાનવર ઝબેહ કરી દીધા, અને હાડકાઓ ચૂલા પર ચડાવી દીધા, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આદેશ મુજબ તે ડેગોને ઊંધી કરી દેવામાં આવી, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ગનીમતનો માલ વહેંચવાનું શરૂ કર્યું, તો દસ બકરીઓને એક ઊંટ બરાબર રાખી, અચાનક ગનીમતના માલ માંથી એક ઊંટ ભાગી ગયું, તો લોકો તેને પકડવા માટે દોડ્યા, અહીં સુધી કે તેઓ થાકી ગયા, તો એક વ્યક્તિએ તે ઊંટને તીર માર્યું તો અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને રોક્યા, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર આ (પાળવા લાયક) જાનવરોમાં પણ જંગલી જાનવરો જેવી વૃત્તિ હોય છે, તેથી જો તેમાંથી કોઈ નિયંત્રણ ગુમાવી દે, તો તેની સાથે આમ જ કરો», તો રાફેએ કહ્યું: અમને આશા છે, -અમને ભય છે- કે કદાચ કાલે અમારો સામનો દુશ્મનો સાથે થઈ જાય, અને અમારી પાસે છરીઓ પણ નથી, તો શું અમે આ જાનવરને વાસ વડે ઝબેહ કરી દઈએ? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વસ્તુ પણ લોહી વહાવી શકે (તેના દ્વારા ઝબેહ કરો), અને ઝબેહ કરતી વખતે તેના પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય, તો તેનું માસ ખાઓ, પરંતુ તે દાંત અને નખ ન હોવા જોઈએ, અને હું તેનું કારણ પણ જણાવું કે દાંત તે એક હાડકું છે, અને નખ હબશીઓની છરીઓ છે».
Explanation
સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જાણ થઈ, તો તે ડેગોને ઊંધી કરવાનો આદેશ આપ્યો, અને તેના શેરવાને બહાર ફેંકી દેવામાં આવ્યો, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમની વચ્ચે ગનીમતનો માલ વહેંચવાનું શરૂ કર્યું, તો દસ બકરીઓને એક ઊંટ બરાબર રાખી, અચાનક ગનીમતના માલ માંથી એક ઊંટ ભાગી ગયું, તો લોકો તેને પકડવા માટે દોડ્યા, અહીં સુધી કે તેઓ થાકી ગયા, અને થોડાક જ ઘોડા હતા, તો તેમના માંથી એક વ્યક્તિએ તે ઊંટને તીર માર્યું તો અલ્લાહએ તેને રોકી દીધું, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ખરેખર આ (પાળવા લાયક) જાનવરોમાં પણ જંગલી જાનવરો જેવી વૃત્તિ હોય છે, તેથી જો તેમાંથી કોઈ નિયંત્રણ ગુમાવી દે અને તમે તેને પકડવામાં અસક્ષમ થઈ જાઓ તો તેની સાથે આમ જ કરો. તો રાફેએ કહ્યું: અમને આશા છે કે કદાચ કાલે અમારો સામનો દુશ્મનો સાથે થઈ જાય, અને ભય છે કે અમારા હથિયારોના કિનારા ઝબેહ કરેલ જાનવરને નુકસાન પહોંચાડી શકે છે, જે અમે વાપર્યે છીએ, અમને ઝબેહ કરવાની સખત જરૂરત છે, અને અમારી પાસે છરીઓ પણ નથી, તો શું અમે આ જાનવરને વાસ વડે ઝબેહ કરી દઈએ? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જે વસ્તુ પણ લોહી વહાહી શકે (તેના દ્વારા ઝબેહ કરો), અને ઝબેહ કરતી વખતે જેના પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય, તેનું માસ ખાઓ, પરંતુ તે દાંત અને નખ ન હોવા જોઈએ, અને હું તેનું કારણ પણ જણાવું કે દાંત તે એક હાડકું છે, અને નખ હબશીઓની છરીઓ છે.
Benefits
નેતા અને આગેવાને પોતાની પ્રજાને શિક્ષા આપવી જેમકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના સહાબાઓને તેમની ઉતાવળ કરવા બાબતે અને પરવાનગી વગર જાનવરોનો ઉપયોગ કરવા પર શિક્ષા આપી, એટલા માટે કે જે તેમની ઈચ્છા હતી, તે તેમના અમલ ને વ્યર્થ કરી રહી હતી.
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આદેશ પર સહાબાનું ઝડપથી અમલ કરવો.
ગનીમતના માલને વહેંચણી પહેલા લેવો હરામ છે.
ન્યાય, ખાસ કરીને દુશ્મનો અને કાફિરો સાથે યુદ્ધના સંદર્ભમાં; કારણકે તે જીત અને મદદનો એક સ્ત્રોત છે.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: જો કોઈ પાલતુ જાનવર જેમકે ઊંટ, ગાય, ઘોડો અથવા ઘેટાં બકરા જંગલી થઈ જાય, તો તે એક શિકારી જાનવર થઈ જાય છે, અને તેને તીર અથવા તેના જેવી વસ્તુ દ્વારા મારવું હલાલ (યોગ્ય) છે.
જાનવરને હલાલ કરવા માટે ઝબેહ કરવું જરૂરી છે, જાનવરો માટે શરતો: ૧- તે જાનવરનું ખાવું હલાલ હોવું જોઈએ, ૨- તેને પકડવાની શક્તિ હોવી જોઈએ, જો તેને પકડવાની શક્તિ ન હોય તો તેનો આદેશ પણ શિકારી જાનવર માફક છે, ૩- તે જમીની જાનવર હોવું જોઈએ, જો તે સમુદ્રનું જાનવર હોય તો તેને ઝબેહ કરવાની જરૂરત નથી.
ઝબેહ કરવાની યોગ્ય શરતો: ૧- ઝબેહ કરવાવાળો બુદ્ધિશાળી, સમજદાર, મુસલમાન અથવા કિતાબી (યહૂદી અને નસ્રાની) હોવો જોઈએ, ૨- જાનવર ઝબેહ કરતાં પહેલા તેના પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય, ૩- ઝબેહ કરવાનું સાધન યોગ્ય હોવું જોઈએ, જેમકે ધારદાર, અને દાંત અને નખ દ્વારા બનેલું ન હોવું જોઈએ, ૪- જાનવરને શ્વાસનળીમાં ઝબેહ કરવામાં આવે અથવા નહર (ગળાની નસ કાપી) ઝબેહ કરવામાં આવે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

