ખબરદાર શરાબ હરામ થઈ ગઈ છે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: હું અબૂ તલ્હાના ઘરે લોકોને શરાબ પીવડાવી રહ્યો હતો, તે સમયે ખજૂરથી બનેલી શરાબ પીતા હતા, પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક અવાજ આપનારને આદેશ આપી મોકલ્યો: ખબરદાર શરાબ હરામ થઈ ગઈ છે, તેમણે કહ્યું: અબૂ તલ્હાએ મને કહ્યું: બહાર જઈ આ બધી જ શરાબ ફેંકી દો, મેં બહાર જઈ સંપૂર્ણ શરાબ વહાવી દીધી, શરાબ મદીનહની ગલીઓમાં વહેવા લાગી, કેટલાકે લોકોએ કહ્યું: એવું લાગે છે કે ઘણા લોકો આ જ સ્થિતિમાં કતલ કરી દેવામાં આવ્યા કે શરાબ તેમના પેટમાં હતી, પછી અલ્લાહએ આ આયત ઉતારી: {જે લોકો ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેમને એ વાત પર કઈ ગુનોહ નથી થાય, જે તેઓ (શરાબ પીવા પર રોક આવવા પહેલા) પી લીધું છે} [અલ્ માઇદહ: ૯૩].
Explanation
{જે લોકો ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેમને એ વાત પર કઈ ગુનોહ નથી થાય, જે તેઓ (શરાબ પીવા પર રોક આવવા પહેલા) પી લીધું છે} [અલ્ માઈદહ: ૯૩] આયત સુધી. અર્થાત્: જે લોકો ઇમાન લાવ્યા છે તેમના પર શરાબ હરામ થવા પહેલા જો પીધી હશે તો તેમના પર કોઈ ગુનોહ નથી.
Benefits
અલ્ ખમર (શરાબ): જેમાં દરેક નશીલો પદાર્થ સમાવેશ થાય છે.
અલ્ ફઝીહ: કાચી ખજૂર અને પાકી ખજૂરથી બનાવવામાં આવેલો રસ, જેને આગમાં બનાવવામાં ન આવ્યા હોય, બસ્ર: ખજૂર બનતા પહેલાનું ફળ.
ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: મુહલ્લિબે કહ્યું: જાહેરમાં તેના અસ્વીકારની જાહેરાત કરવા અને તેના ત્યાગને વ્યાપકપણે પ્રસિદ્ધ કરવા માટે ગલીઓમાં શરાબ રેડવામાં આવી હતી, તેને ગલીઓમાં ઠાલવવાથી થતા નુકસાન કરતાં વધુ ફાયદો થયો.
બંદાઓ પ્રત્યે અલ્લાહની ભવ્ય કૃપાનું વર્ણન કે તે આદેશ આપતા પહેલા કરવામાં આવેલ કાર્યો પર પકડ નહીં કરે.
અલ્લાહએ દારૂ પર પ્રતિબંધ લગાવ્યો; તેમાં એવા દુષણો છે, જે મન અને ધનને નુકસાન પહોંચાડે છે અને તેના કારણે વ્યક્તિ ઘણા પાપ કરે છે, બુદ્ધિ મંદ થઈ જવાના કારણે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

