الليل

 

Al-Layl

 

The Night

1 - Al-Layl (The Night) - 001

وَٱلَّيۡلِ إِذَا يَغۡشَىٰ
૧. રાતની કસમ, જ્યારે તે છવાઇ જાય.

2 - Al-Layl (The Night) - 002

وَٱلنَّهَارِ إِذَا تَجَلَّىٰ
૨. કસમ છે દિવસની, જ્યારે તે પ્રકાશિત થાય.

3 - Al-Layl (The Night) - 003

وَمَا خَلَقَ ٱلذَّكَرَ وَٱلۡأُنثَىٰٓ
૩. તે હસ્તીની કસમ! જેણે નર અને માદાનું સર્જન કર્યુ.

4 - Al-Layl (The Night) - 004

إِنَّ سَعۡيَكُمۡ لَشَتَّىٰ
૪. નિ:શંક તમારો પ્રયાસ વિવિધ પ્રકારનો છે.

5 - Al-Layl (The Night) - 005

فَأَمَّا مَنۡ أَعۡطَىٰ وَٱتَّقَىٰ
૫. પછી જે વ્યક્તિએ (અલ્લાહના માર્ગમાં) માલ આપ્યો અને ડરવા પણ લાગ્યો.

6 - Al-Layl (The Night) - 006

وَصَدَّقَ بِٱلۡحُسۡنَىٰ
૬. અને સારી વાતોની પુષ્ટિ કરી.

7 - Al-Layl (The Night) - 007

فَسَنُيَسِّرُهُۥ لِلۡيُسۡرَىٰ
૭. તો અમે પણ તેને સરળ માર્ગ પર ચાલવાની સહુલત આપીશું.

8 - Al-Layl (The Night) - 008

وَأَمَّا مَنۢ بَخِلَ وَٱسۡتَغۡنَىٰ
૮. પરંતુ જેણે કંજુસી કરી અને બેપરવાહ બની ગયો.

9 - Al-Layl (The Night) - 009

وَكَذَّبَ بِٱلۡحُسۡنَىٰ
૯. અને સારી વાતોને જુઠલાવી

10 - Al-Layl (The Night) - 010

فَسَنُيَسِّرُهُۥ لِلۡعُسۡرَىٰ
૧૦. તો અમે પણ તેની તંગી અને મુશ્કેલીનો સામાન સરળ કરી દઇશું.

11 - Al-Layl (The Night) - 011

وَمَا يُغۡنِي عَنۡهُ مَالُهُۥٓ إِذَا تَرَدَّىٰٓ
૧૧. અને જ્યારે તે (જહન્નમમાં) પડશે, તેનું ધન તેને કઈ કામમાં નહીં આવે.

12 - Al-Layl (The Night) - 012

إِنَّ عَلَيۡنَا لَلۡهُدَىٰ
૧૨. નિ:શંક રસ્તો બતાવવો અમારા શિરે છે.

13 - Al-Layl (The Night) - 013

وَإِنَّ لَنَا لَلۡأٓخِرَةَ وَٱلۡأُولَىٰ
૧૩. અને આખિરત તેમજ દુનિયા (બન્નેના) માલિક અમે જ છે.

14 - Al-Layl (The Night) - 014

فَأَنذَرۡتُكُمۡ نَارٗا تَلَظَّىٰ
૧૪. મેં તો તમને ભડકે બળતી આગથી સચેત કરી દીધા છે.

15 - Al-Layl (The Night) - 015

لَا يَصۡلَىٰهَآ إِلَّا ٱلۡأَشۡقَى
૧૫. જેમાં ફકત વિદ્રોહી જ દાખલ થશે.

16 - Al-Layl (The Night) - 016

ٱلَّذِي كَذَّبَ وَتَوَلَّىٰ
૧૬. જેણે જુઠલાવ્યું અને મોઢું ફેરવી લીધું.

17 - Al-Layl (The Night) - 017

وَسَيُجَنَّبُهَا ٱلۡأَتۡقَى
૧૭. અને તેનાથી એવો વ્યક્તિ દૂર રાખવામાં આવશે, જે ખુબ જ સંયમી હશે.

18 - Al-Layl (The Night) - 018

ٱلَّذِي يُؤۡتِي مَالَهُۥ يَتَزَكَّىٰ
૧૮. જે પવિત્ર થવા માટે પોતાનું ધન આપે છે.

19 - Al-Layl (The Night) - 019

وَمَا لِأَحَدٍ عِندَهُۥ مِن نِّعۡمَةٖ تُجۡزَىٰٓ
૧૯. તેના અપર કોઈનો કઈ અહેસાન ન હતો, જેનો તે બદલો ચૂકવતો.

20 - Al-Layl (The Night) - 020

إِلَّا ٱبۡتِغَآءَ وَجۡهِ رَبِّهِ ٱلۡأَعۡلَىٰ
૨૦. પરંતુ તેણે પોતાના સર્વોચ્ચ પાલનહારની પ્રસન્નતા માટે (માલ ખર્ચ કર્યો.)

21 - Al-Layl (The Night) - 021

وَلَسَوۡفَ يَرۡضَىٰ
૨૧. નિ:શંક નજીક માંજ તે ખુશ થઇ જશે.

Scroll to Top