الفجر
Al-Fajr
The Dawn
1 - Al-Fajr (The Dawn) - 001
وَٱلۡفَجۡرِ
૧. કસમ છે ફજરના સમયની,
2 - Al-Fajr (The Dawn) - 002
وَلَيَالٍ عَشۡرٖ
૨. અને દસ રાતોની
3 - Al-Fajr (The Dawn) - 003
وَٱلشَّفۡعِ وَٱلۡوَتۡرِ
૩. અને યુગ્મ અને વિષમની
4 - Al-Fajr (The Dawn) - 004
وَٱلَّيۡلِ إِذَا يَسۡرِ
૪. અને રાતની, જ્યારે તે જવા લાગે.
5 - Al-Fajr (The Dawn) - 005
هَلۡ فِي ذَٰلِكَ قَسَمٞ لِّذِي حِجۡرٍ
૫. એક બુધ્ધિશાળી વ્યક્તિને (યકીન અપાવવા) માટે આટલી કસમો પુરતી નથી?
6 - Al-Fajr (The Dawn) - 006
أَلَمۡ تَرَ كَيۡفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ
૬. શું તમે જોયું નથી કે તમારા પાલનહારે આદની સાથે કેવો વર્તાવ કર્યો?
7 - Al-Fajr (The Dawn) - 007
إِرَمَ ذَاتِ ٱلۡعِمَادِ
૭. સ્તંભોવાળા ઇરમની સાથે.
8 - Al-Fajr (The Dawn) - 008
ٱلَّتِي لَمۡ يُخۡلَقۡ مِثۡلُهَا فِي ٱلۡبِلَٰدِ
૮. જેમના જેવી (કોઇ કોમ) દુનિયામાં પેદા કરવામાં નથી આવી.
9 - Al-Fajr (The Dawn) - 009
وَثَمُودَ ٱلَّذِينَ جَابُواْ ٱلصَّخۡرَ بِٱلۡوَادِ
૯. અને ષમૂદવાળા સાથે (કેવો વર્તાવ કર્યો), જે લોકોએ વાદીમાં પથ્થરો કોતર્યા હતા.
10 - Al-Fajr (The Dawn) - 010
وَفِرۡعَوۡنَ ذِي ٱلۡأَوۡتَادِ
૧૦. અને ફિરઔન સાથે, જે ખુંટાવાળો હતો.
11 - Al-Fajr (The Dawn) - 011
ٱلَّذِينَ طَغَوۡاْ فِي ٱلۡبِلَٰدِ
૧૧. આ તે લોકો હતા, જે લોકોએ શહેરોમાં વિદ્રોહ કર્યો હતો.
12 - Al-Fajr (The Dawn) - 012
فَأَكۡثَرُواْ فِيهَا ٱلۡفَسَادَ
૧૨. અને અતિશય ફસાદ ફેલાવ્યો હતો.
13 - Al-Fajr (The Dawn) - 013
فَصَبَّ عَلَيۡهِمۡ رَبُّكَ سَوۡطَ عَذَابٍ
૧૩. છેવટે તારા પાલનહારે તેમના પર અઝાબનો કોરડો વરસાવી દીધો.
14 - Al-Fajr (The Dawn) - 014
إِنَّ رَبَّكَ لَبِٱلۡمِرۡصَادِ
૧૪. હકીકતમાં તારો પાલનહાર તાકમાં છે.
15 - Al-Fajr (The Dawn) - 015
فَأَمَّا ٱلۡإِنسَٰنُ إِذَا مَا ٱبۡتَلَىٰهُ رَبُّهُۥ فَأَكۡرَمَهُۥ وَنَعَّمَهُۥ فَيَقُولُ رَبِّيٓ أَكۡرَمَنِ
૧૫. પરતું મનુષ્ય સ્થિતિ એવી હોય છે કે જયારે તેનો પાલનહાર તેને અજમાયશમાં નાખે છે અને તેને ઇઝઝત તેમજ નેઅમતો આપે છે, તો તે કહે છે કે મારા પાલનહારે મારુ સન્માન કર્યું.
16 - Al-Fajr (The Dawn) - 016
وَأَمَّآ إِذَا مَا ٱبۡتَلَىٰهُ فَقَدَرَ عَلَيۡهِ رِزۡقَهُۥ فَيَقُولُ رَبِّيٓ أَهَٰنَنِ
૧૬. અને જ્યારે તેને અજમાયશમાં અનાખી, તેની રોજી તંગ કરી દે છે, તો તે કહે છે કે મારા પાલનહારે મારુ અપમાન કર્યું.
17 - Al-Fajr (The Dawn) - 017
كَلَّاۖ بَل لَّا تُكۡرِمُونَ ٱلۡيَتِيمَ
૧૭. (આવું કરવું યોગ્ય નથી) પરંતુ (વાત એવી છે) કે તમે જ અનાથનો આદર નથી કરતા.
18 - Al-Fajr (The Dawn) - 018
وَلَا تَحَـٰٓضُّونَ عَلَىٰ طَعَامِ ٱلۡمِسۡكِينِ
૧૮. અને ગરીબોને ખવડાવવા માટે એક-બીજાને ઉભારતા નથી.
19 - Al-Fajr (The Dawn) - 019
وَتَأۡكُلُونَ ٱلتُّرَاثَ أَكۡلٗا لَّمّٗا
૧૯. અને વારસાની સંપત્તિ સમેટીને હડપ કરી જાઓ છો.
20 - Al-Fajr (The Dawn) - 020
وَتُحِبُّونَ ٱلۡمَالَ حُبّٗا جَمّٗا
૨૦. અને માલથી ખુબ પ્રેમ કરો છો.
21 - Al-Fajr (The Dawn) - 021
كَلَّآۖ إِذَا دُكَّتِ ٱلۡأَرۡضُ دَكّٗا دَكّٗا
૨૧. કદાપિ નહીં, જ્યારે ધરતી ચૂરે ચૂરા કરીને બરાબર કરી દેવામાં આવશે.
22 - Al-Fajr (The Dawn) - 022
وَجَآءَ رَبُّكَ وَٱلۡمَلَكُ صَفّٗا صَفّٗا
૨૨. અને તમારો પાલનહાર અને કતારબંધ ફરિશ્તાઓ (હશ્રના મેદાનમાં) આવશે.
23 - Al-Fajr (The Dawn) - 023
وَجِاْيٓءَ يَوۡمَئِذِۭ بِجَهَنَّمَۚ يَوۡمَئِذٖ يَتَذَكَّرُ ٱلۡإِنسَٰنُ وَأَنَّىٰ لَهُ ٱلذِّكۡرَىٰ
૨૩. અને જે દિવસે જહન્નમ પણ લાવવામાં આવશે, તે સમયે માનવે નસીહત તો કબુલ કરશે, પરતું તે દિવસે નસીહત કબુલ કરવું તેને કઈ ફાયદો નહીં પહોચાડે.
24 - Al-Fajr (The Dawn) - 024
يَقُولُ يَٰلَيۡتَنِي قَدَّمۡتُ لِحَيَاتِي
૨૪. અને તે કહેશે કે કાશ! મેં પોતાના આ જીવન માટે કંઇ આગળ મોકલ્યું હોત.
25 - Al-Fajr (The Dawn) - 025
فَيَوۡمَئِذٖ لَّا يُعَذِّبُ عَذَابَهُۥٓ أَحَدٞ
૨૫. બસ આજે અલ્લાહના અઝાબ જેવો અઝાબ કોઇનો નહીં હોય.
26 - Al-Fajr (The Dawn) - 026
وَلَا يُوثِقُ وَثَاقَهُۥٓ أَحَدٞ
૨૬. અને જે રીતે પકડી શકે છે, તેના જેવી પકડ કોઈ નથી કરી શકતું.
27 - Al-Fajr (The Dawn) - 027
يَـٰٓأَيَّتُهَا ٱلنَّفۡسُ ٱلۡمُطۡمَئِنَّةُ
૨૭. ઓ સંતોષી જીવ!
28 - Al-Fajr (The Dawn) - 028
ٱرۡجِعِيٓ إِلَىٰ رَبِّكِ رَاضِيَةٗ مَّرۡضِيَّةٗ
૨૮. તું પોતાના પાલનહાર તરફ ચાલ, એવી રીતે કે તું તેનાથી પ્રસન્ન, તે તારા થી પ્રસન્ન હોય.
29 - Al-Fajr (The Dawn) - 029
فَٱدۡخُلِي فِي عِبَٰدِي
૨૯. બસ મારા નેક બંદાઓ સાથે થઇ જા.
30 - Al-Fajr (The Dawn) - 030