الزمر

 

Az-Zumar

 

The Troops

1 - Az-Zumar (The Troops) - 001

تَنزِيلُ ٱلۡكِتَٰبِ مِنَ ٱللَّهِ ٱلۡعَزِيزِ ٱلۡحَكِيمِ
૧. આ કિતાબ અલ્લાહ તઆલા, પ્રભુત્વશાળી, હિકમતવાળા તરફથી ઉતારવામાં આવી છે.

2 - Az-Zumar (The Troops) - 002

إِنَّآ أَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ فَٱعۡبُدِ ٱللَّهَ مُخۡلِصٗا لَّهُ ٱلدِّينَ
૨. (હે પયગંબર) અમે આ કિતાબને તમારી તરફ સત્ય સાથે ઉતારી છે, બસ! તમે અલ્લાહ તઆલાની જ બંદગી કરો, તેના માટે જ દીનને નિખાલસ કરતા.

3 - Az-Zumar (The Troops) - 003

أَلَا لِلَّهِ ٱلدِّينُ ٱلۡخَالِصُۚ وَٱلَّذِينَ ٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ أَوۡلِيَآءَ مَا نَعۡبُدُهُمۡ إِلَّا لِيُقَرِّبُونَآ إِلَى ٱللَّهِ زُلۡفَىٰٓ إِنَّ ٱللَّهَ يَحۡكُمُ بَيۡنَهُمۡ فِي مَا هُمۡ فِيهِ يَخۡتَلِفُونَۗ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي مَنۡ هُوَ كَٰذِبٞ كَفَّارٞ
૩. યાદ રાખો! અલ્લાહ માટે જ નિખાલસતાથી બંદગી કરવી અને જે લોકોએ તેને છોડીને બીજાને કારસાજ બનાવી રાખ્યા છે, (તેઓ કહે છે) કે અમે તો તેમની બંદગી ફક્ત એટલા માટે કરી રહ્યા છે કે તેઓ અમને અલ્લાહથી નજીક કરી દે, આ લોકો જેના વિશે વિવાદ કરી રહ્યા છે, તેનો નિર્ણય અલ્લાહ કરશે, જુઠ્ઠા અને કૃતઘ્ની લોકોને અલ્લાહ હિદાયત નથી આપતો.

4 - Az-Zumar (The Troops) - 004

لَّوۡ أَرَادَ ٱللَّهُ أَن يَتَّخِذَ وَلَدٗا لَّٱصۡطَفَىٰ مِمَّا يَخۡلُقُ مَا يَشَآءُۚ سُبۡحَٰنَهُۥۖ هُوَ ٱللَّهُ ٱلۡوَٰحِدُ ٱلۡقَهَّارُ
૪. જો અલ્લાહ તઆલાની ઇચ્છા સંતાનની હોત, તો પોતાના સર્જન માંથી જેને ઇચ્છતો પસંદ કરી લેતો, (પરંતુ) તે તો પવિત્ર છે, તે જ અલ્લાહ છે, જે એક જ છે અને ખૂબ જ શક્તિશાળી છે.

5 - Az-Zumar (The Troops) - 005

خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ بِٱلۡحَقِّۖ يُكَوِّرُ ٱلَّيۡلَ عَلَى ٱلنَّهَارِ وَيُكَوِّرُ ٱلنَّهَارَ عَلَى ٱلَّيۡلِۖ وَسَخَّرَ ٱلشَّمۡسَ وَٱلۡقَمَرَۖ كُلّٞ يَجۡرِي لِأَجَلٖ مُّسَمًّىۗ أَلَا هُوَ ٱلۡعَزِيزُ ٱلۡغَفَّـٰرُ
૫. તેણે આકાશો અને ધરતીનું સર્જન સત્ય સાથે કર્યું, તે રાતને દિવસ પર તથા દિવસને રાતમાં લપેટી દે છે અને સૂર્ય તથા ચંદ્રને કામ પર લગાવી રાખ્યા છે, દરેક નક્કી કરેલ સમય સુધી ચાલી રહ્યા છે, નિ:શંક તે જ જબરદસ્ત અને માફ કરવાવાળો છે.

6 - Az-Zumar (The Troops) - 006

خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ ثُمَّ جَعَلَ مِنۡهَا زَوۡجَهَا وَأَنزَلَ لَكُم مِّنَ ٱلۡأَنۡعَٰمِ ثَمَٰنِيَةَ أَزۡوَٰجٖۚ يَخۡلُقُكُمۡ فِي بُطُونِ أُمَّهَٰتِكُمۡ خَلۡقٗا مِّنۢ بَعۡدِ خَلۡقٖ فِي ظُلُمَٰتٖ ثَلَٰثٖۚ ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمۡ لَهُ ٱلۡمُلۡكُۖ لَآ إِلَٰهَ إِلَّا هُوَۖ فَأَنَّىٰ تُصۡرَفُونَ
૬. તેણે તમારા સૌનું સર્જન એક જ પ્રાણ વડે કર્યું છે, પછી તેનાથી જ તેની પત્ની બનાવી અને તમારા માટે ઢોરો માંથી (આઠ પ્રકારના જોડીઓ) ઉતારી, તે તમારું સર્જન તમારી માતાઓના ગર્ભમાં ત્રણ-ત્રણ અંધારાઓમાં એક બનાવટ પછી બીજી બનાવટે કરે છે, આ જ અલ્લાહ તમારો પાલનહાર છે, તેની જ બાદશાહત છે, તેના સિવાય કોઇ ઇલાહ નથી. તો પણ તમે ક્યાં પથભ્રષ્ટ થઇ રહ્યા છો?

7 - Az-Zumar (The Troops) - 007

إِن تَكۡفُرُواْ فَإِنَّ ٱللَّهَ غَنِيٌّ عَنكُمۡۖ وَلَا يَرۡضَىٰ لِعِبَادِهِ ٱلۡكُفۡرَۖ وَإِن تَشۡكُرُواْ يَرۡضَهُ لَكُمۡۗ وَلَا تَزِرُ وَازِرَةٞ وِزۡرَ أُخۡرَىٰۚ ثُمَّ إِلَىٰ رَبِّكُم مَّرۡجِعُكُمۡ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَۚ إِنَّهُۥ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ
૭. જો તમે કુફ્ર કરશો, તો (યાદ રાખો કે), અલ્લાહ તઆલા તમારા (સૌથી) બેનિયાઝ છે અને તે પોતાના બંદાઓના કુફ્રથી રાજી નથી અને જો તમે આભાર વ્યકત કરશો, તો તે તેને તમારા માટે પસંદ કરશે અને કોઇ કોઇનો ભાર નથી ઉઠાવે, પછી સૌએ તમારા પાલનહાર તરફ જ પાછા ફરવાનું છે, તમને તે જણાવી દેશે જે કંઈ તમે કરતા હતા, નિ:શંક તે હૃદયોની વાતોને પણ સારી રીતે જાણે છે.

8 - Az-Zumar (The Troops) - 008

۞وَإِذَا مَسَّ ٱلۡإِنسَٰنَ ضُرّٞ دَعَا رَبَّهُۥ مُنِيبًا إِلَيۡهِ ثُمَّ إِذَا خَوَّلَهُۥ نِعۡمَةٗ مِّنۡهُ نَسِيَ مَا كَانَ يَدۡعُوٓاْ إِلَيۡهِ مِن قَبۡلُ وَجَعَلَ لِلَّهِ أَندَادٗا لِّيُضِلَّ عَن سَبِيلِهِۦۚ قُلۡ تَمَتَّعۡ بِكُفۡرِكَ قَلِيلًا إِنَّكَ مِنۡ أَصۡحَٰبِ ٱلنَّارِ
૮. અને માનવીને જ્યારે કોઇ તકલીફ પહોંચે છે, તો તે વિનમ્રતાથી પોતાના પાલનહારને પોકારે છે, પછી જ્યારે અલ્લાહ તઆલા તેને પોતાની પાસેથી કૃપા આપી દે છે, તો તે (કૃપા મળ્યા) પહેલા જે દુઆ કરતો હતો, તેને ભૂલી જાય છે અને અલ્લાહ તઆલાના ભાગીદાર ઠેરવવા લાગે છે, જેનાથી (બીજાને પણ) તેના માર્ગથી દૂર કરી દે, તેને કહી દો કે પોતાના કુફ્રનો થોડો લાભ હજુ ઉઠાવી લે, (છેવટે) તે જહન્નમી લોકો માંથી થવાનો છે.

9 - Az-Zumar (The Troops) - 009

أَمَّنۡ هُوَ قَٰنِتٌ ءَانَآءَ ٱلَّيۡلِ سَاجِدٗا وَقَآئِمٗا يَحۡذَرُ ٱلۡأٓخِرَةَ وَيَرۡجُواْ رَحۡمَةَ رَبِّهِۦۗ قُلۡ هَلۡ يَسۡتَوِي ٱلَّذِينَ يَعۡلَمُونَ وَٱلَّذِينَ لَا يَعۡلَمُونَۗ إِنَّمَا يَتَذَكَّرُ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ
૯. શું (એવો વ્યક્તિ શ્રેષ્ઠ છે) અથવા તે, જે વ્યક્તિ રાત્રિનો સમય સિજદા અને કિયામ (નમાઝ)માં પસાર કરતો હોય, આખિરતથી ડરતો હોય અને પોતાના પાલનહારની કૃપાની આશા રાખતો હોય? તમેં તેમને પૂછો કે જ્ઞાની અને અજ્ઞાની સરખા હોઇ શકે છે? આ વાતોથી તે લોકો જ શિખામણ પ્રાપ્ત કરે છે, જેઓ બુદ્ધિશાળી છે.

10 - Az-Zumar (The Troops) - 010

قُلۡ يَٰعِبَادِ ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ رَبَّكُمۡۚ لِلَّذِينَ أَحۡسَنُواْ فِي هَٰذِهِ ٱلدُّنۡيَا حَسَنَةٞۗ وَأَرۡضُ ٱللَّهِ وَٰسِعَةٌۗ إِنَّمَا يُوَفَّى ٱلصَّـٰبِرُونَ أَجۡرَهُم بِغَيۡرِ حِسَابٖ
૧૦. તમે કહી દો કે, હે મારા ઈમાનવાળા બંદાઓ! પોતાના પાલનહારથી ડરતા રહો, જે લોકો આ દુનિયામાં સત્કાર્યો કરે છે તેમના માટે શ્રેષ્ઠ બદલો છે અને અલ્લાહ તઆલાની ધરતી ઘણી જ વિશાળ છે, સબર કરનારાઓને તેમનો બદલો અગણિત આપવામાં આવશે.

11 - Az-Zumar (The Troops) - 011

قُلۡ إِنِّيٓ أُمِرۡتُ أَنۡ أَعۡبُدَ ٱللَّهَ مُخۡلِصٗا لَّهُ ٱلدِّينَ
૧૧. તમે કહી દો! કે મને આદેશ આપવામાં આવ્યો છે કે હું અલ્લાહ તઆલાની એવી રીતે ઈબાદત કરું કે મારી બંદગી ખાસ તેના માટે જ હોય.

12 - Az-Zumar (The Troops) - 012

وَأُمِرۡتُ لِأَنۡ أَكُونَ أَوَّلَ ٱلۡمُسۡلِمِينَ
૧૨. અને મને આદેશ આપવામાં આવ્યો છે કે, હું બધાં કરતા પહેલા આજ્ઞાકારી બની જાઉં.

13 - Az-Zumar (The Troops) - 013

قُلۡ إِنِّيٓ أَخَافُ إِنۡ عَصَيۡتُ رَبِّي عَذَابَ يَوۡمٍ عَظِيمٖ
૧૩. તમે કહી દો! કે જો હું મારા પાલનહારની અવજ્ઞા કરું, તો હું મોટા દિવસના અઝાબથી ડરું છું.

14 - Az-Zumar (The Troops) - 014

قُلِ ٱللَّهَ أَعۡبُدُ مُخۡلِصٗا لَّهُۥ دِينِي
૧૪. કહી દો! કે હું નિખાલસતાથી પોતાના પાલનહારની જ બંદગી કરું છું.

15 - Az-Zumar (The Troops) - 015

فَٱعۡبُدُواْ مَا شِئۡتُم مِّن دُونِهِۦۗ قُلۡ إِنَّ ٱلۡخَٰسِرِينَ ٱلَّذِينَ خَسِرُوٓاْ أَنفُسَهُمۡ وَأَهۡلِيهِمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۗ أَلَا ذَٰلِكَ هُوَ ٱلۡخُسۡرَانُ ٱلۡمُبِينُ
૧૫. તમે તેના સિવાય જેની બંદગી કરવા ઇચ્છો, કરતા રહો, કહી દો! કે સાચે જ મુક્સાન ઉઠાવનારા તે લોકો છે, જેમણે કયામતનાં દિવસે પોતાને અને પોતાના ઘરવાળાઓને નુકસાનમાં નાંખી દીધા, યાદ રાખો કે ખુલ્લું નુકસાન, આ જ છે.

16 - Az-Zumar (The Troops) - 016

لَهُم مِّن فَوۡقِهِمۡ ظُلَلٞ مِّنَ ٱلنَّارِ وَمِن تَحۡتِهِمۡ ظُلَلٞۚ ذَٰلِكَ يُخَوِّفُ ٱللَّهُ بِهِۦ عِبَادَهُۥۚ يَٰعِبَادِ فَٱتَّقُونِ
૧૬. આવા લોકો માટે તેમના ઉપર પણ આગના વાદળો હશે અને નીચે પણ, આ જ તે વસ્તુ છે, જેનાથી અલ્લાહ તઆલા બંદાઓને ડરાવી રહ્યો છે. હે મારા બંદાઓ! બસ! તમે મારાથી ડરતા રહો.

17 - Az-Zumar (The Troops) - 017

وَٱلَّذِينَ ٱجۡتَنَبُواْ ٱلطَّـٰغُوتَ أَن يَعۡبُدُوهَا وَأَنَابُوٓاْ إِلَى ٱللَّهِ لَهُمُ ٱلۡبُشۡرَىٰۚ فَبَشِّرۡ عِبَادِ
૧૭. અને જે લોકો તાગૂતની બંદગીથી બચીને રહ્યા અને અલ્લાહ તઆલા તરફ ધ્યાન ધરતા રહ્યા, તેઓ ખુશખબરના હકદાર છે, મારા બંદાઓને ખુશખબર સંભળાવી દો.

18 - Az-Zumar (The Troops) - 018

ٱلَّذِينَ يَسۡتَمِعُونَ ٱلۡقَوۡلَ فَيَتَّبِعُونَ أَحۡسَنَهُۥٓۚ أُوْلَـٰٓئِكَ ٱلَّذِينَ هَدَىٰهُمُ ٱللَّهُۖ وَأُوْلَـٰٓئِكَ هُمۡ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ
૧૮. જે વાતને કાન લગાવી સાંભળે છે, પછી જે શ્રેષ્ઠ વાત હોય, તેનું અનુસરણ કરે છે, આ જ તે લોકો છે, જેમને અલ્લાહ તઆલાએ હિદાયત આપી અને આ જ લોકો બુદ્ધિશાળી પણ છે.

19 - Az-Zumar (The Troops) - 019

أَفَمَنۡ حَقَّ عَلَيۡهِ كَلِمَةُ ٱلۡعَذَابِ أَفَأَنتَ تُنقِذُ مَن فِي ٱلنَّارِ
૧૯. જે વ્યક્તિ માટે અઝાબનો નિર્ણય થઇ ગયો હોય તો (હે નબી) શું તમે તેને જહન્નમથી બચાવી શકો છો?

20 - Az-Zumar (The Troops) - 020

لَٰكِنِ ٱلَّذِينَ ٱتَّقَوۡاْ رَبَّهُمۡ لَهُمۡ غُرَفٞ مِّن فَوۡقِهَا غُرَفٞ مَّبۡنِيَّةٞ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۖ وَعۡدَ ٱللَّهِ لَا يُخۡلِفُ ٱللَّهُ ٱلۡمِيعَادَ
૨૦. હાં! તે લોકો જેઓ પોતાના પાલનહારથી ડરતા રહ્યા, તેમના માટે ઉચ્ચ સ્થાનો છે, જેના ઉપર પણ ઉચ્ચ સ્થાનો બનેલા છે અને તેની નીચે નહેરો વહી રહી છે, આ અલ્લાહનું વચન છે અને તે ક્યારેય ચનભંગ નથી કરતો.

21 - Az-Zumar (The Troops) - 021

أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَسَلَكَهُۥ يَنَٰبِيعَ فِي ٱلۡأَرۡضِ ثُمَّ يُخۡرِجُ بِهِۦ زَرۡعٗا مُّخۡتَلِفًا أَلۡوَٰنُهُۥ ثُمَّ يَهِيجُ فَتَرَىٰهُ مُصۡفَرّٗا ثُمَّ يَجۡعَلُهُۥ حُطَٰمًاۚ إِنَّ فِي ذَٰلِكَ لَذِكۡرَىٰ لِأُوْلِي ٱلۡأَلۡبَٰبِ
૨૧. શું તમે જોતા નથીકે અલ્લાહ તઆલા આકાશ માંથી પાણી ઉતારે છે અને તેને ભૂગર્ભ સુધી પહોંચાડે છે, ત્યાર પછી તેના વડે અલગ-અલગ પ્રકારની ઊપજો ઊપજાવે છે, પછી તે સૂકી પડી જાય છે અને તમે તેને પીળા કલરની જુઓ છો, પછી તેને ચૂરે-ચૂરા કરી દે છે, આમાં બુદ્ધિશાળી લોકો માટે ઘણી શિખામણો છે.

22 - Az-Zumar (The Troops) - 022

أَفَمَن شَرَحَ ٱللَّهُ صَدۡرَهُۥ لِلۡإِسۡلَٰمِ فَهُوَ عَلَىٰ نُورٖ مِّن رَّبِّهِۦۚ فَوَيۡلٞ لِّلۡقَٰسِيَةِ قُلُوبُهُم مِّن ذِكۡرِ ٱللَّهِۚ أُوْلَـٰٓئِكَ فِي ضَلَٰلٖ مُّبِينٍ
૨૨. શું તે વ્યક્તિ, જેનું હૃદય અલ્લાહ તઆલાએ ઇસ્લામ માટે ખોલી દીધું હોય અને તે પોતાના પાલનહાર તરફથી એક પ્રકાશમાં હોય (શું તે વ્યક્તિ જેવો હોઈ શકે છે, જે કઈ શિખામણ પ્રાપ્ત નથી કરતો?) અને તે લોકો માટે બરબાદી છે, જેમના હૃદય અલ્લાહની યાદથી સખત થઇ ગયા છે, આ લોકો ખુલ્લી ગુમરાહીમા છે.

23 - Az-Zumar (The Troops) - 023

ٱللَّهُ نَزَّلَ أَحۡسَنَ ٱلۡحَدِيثِ كِتَٰبٗا مُّتَشَٰبِهٗا مَّثَانِيَ تَقۡشَعِرُّ مِنۡهُ جُلُودُ ٱلَّذِينَ يَخۡشَوۡنَ رَبَّهُمۡ ثُمَّ تَلِينُ جُلُودُهُمۡ وَقُلُوبُهُمۡ إِلَىٰ ذِكۡرِ ٱللَّهِۚ ذَٰلِكَ هُدَى ٱللَّهِ يَهۡدِي بِهِۦ مَن يَشَآءُۚ وَمَن يُضۡلِلِ ٱللَّهُ فَمَا لَهُۥ مِنۡ هَادٍ
૨૩. અલ્લાહ તઆલાએ ઉત્તમ વાત ઉતારી છે, જે એવી કિતાબ છે જેના વિષયો એકબીજા સાથે મળતા હોય છે અને વારંવાર પઢવામાં આવતા હોય છે, જેનાથી તે લોકોના રુંવાટા ઊભા થઇ જાય છે, જેઓ પોતાના પાલનહારથી ડરે છે, છેવટે તેમના શરીર અને હૃદય અલ્લાહની યાદથી નરમ પડી જાય છે, આ છે અલ્લાહ તઆલાની હિદાયત છે, જેના દ્વારા જેને ઇચ્છે, હિદાયત આપે છે અને જેને અલ્લાહ તઆલા જ ગુમરાહ કરી દે, તેને કોઈ હિદાયત પર લાવી શકતું નથી.

24 - Az-Zumar (The Troops) - 024

أَفَمَن يَتَّقِي بِوَجۡهِهِۦ سُوٓءَ ٱلۡعَذَابِ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۚ وَقِيلَ لِلظَّـٰلِمِينَ ذُوقُواْ مَا كُنتُمۡ تَكۡسِبُونَ
૨૪. જે વ્યક્તિ કયામતના દિવસે ખરાબ અઝાબથી બચવા પોતાના ચહેરાને આડ બનાવશે, (તેની લાચારીની કલ્પના થઇ શકે છે?) અને જાલિમ લોકોને કહેવામાં આવશે કે પોતે કરેલા (કાર્યોની સજા) ચાખો.

25 - Az-Zumar (The Troops) - 025

كَذَّبَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ فَأَتَىٰهُمُ ٱلۡعَذَابُ مِنۡ حَيۡثُ لَا يَشۡعُرُونَ
૨૫. તેમના કરતા પહેલાના લોકોએ પણ (પયગંબરોને) જુઠલાવ્યા, તો તેમના પર ત્યાંથી અઝાબ આવી પહોંચ્યો, જેના વિશે તેઓ અનુમાન પણ નથી કરી શકતા.

26 - Az-Zumar (The Troops) - 026

فَأَذَاقَهُمُ ٱللَّهُ ٱلۡخِزۡيَ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۖ وَلَعَذَابُ ٱلۡأٓخِرَةِ أَكۡبَرُۚ لَوۡ كَانُواْ يَعۡلَمُونَ
૨૬. અને અલ્લાહ તઆલાએ તે લોકોને દુનિયાના જીવનમાં અપમાનનો સ્વાદ ચખાડ્યો અને હજુ આખિરતનો અઝાબ તો સખત છે, કદાચ આ લોકો સમજતા હોત.

27 - Az-Zumar (The Troops) - 027

وَلَقَدۡ ضَرَبۡنَا لِلنَّاسِ فِي هَٰذَا ٱلۡقُرۡءَانِ مِن كُلِّ مَثَلٖ لَّعَلَّهُمۡ يَتَذَكَّرُونَ
૨૭. અને નિ:શંક અમે આ કુરઆનમાં લોકો માટે દરેક પ્રકારના ઉદાહરણ આપી દીધા, જેથી લોકો શિખામણ પ્રાપ્ત કરી લે.

28 - Az-Zumar (The Troops) - 028

قُرۡءَانًا عَرَبِيًّا غَيۡرَ ذِي عِوَجٖ لَّعَلَّهُمۡ يَتَّقُونَ
૨૮. કુરઆન અરબી ભાષામાં છે, જેમાં કોઇ ખામી નથી, જેથી લોકો (અલ્લાહની અવજ્ઞા કરવાથી) બચી જાય.

29 - Az-Zumar (The Troops) - 029

ضَرَبَ ٱللَّهُ مَثَلٗا رَّجُلٗا فِيهِ شُرَكَآءُ مُتَشَٰكِسُونَ وَرَجُلٗا سَلَمٗا لِّرَجُلٍ هَلۡ يَسۡتَوِيَانِ مَثَلًاۚ ٱلۡحَمۡدُ لِلَّهِۚ بَلۡ أَكۡثَرُهُمۡ لَا يَعۡلَمُونَ
૨૯. અલ્લાહ તઆલા એક ઉદાહરણ વર્ણવી રહ્યો છે, તે (દાસ) વ્યક્તિ, જેના માલિક થવામાં પરસ્પર ઘણા લોકો ભાગીદાર છે, તથા બીજો તે વ્યક્તિ, જે ફક્ત એક જ વ્યક્તિની માલિકી હેઠળ છે, શું આ બન્ને સરખા હોઇ શકે છે, અલ્લાહ તઆલા માટે જ દરેક પ્રકારની પ્રશંસા છે, (આ ઉદાહરણથી વાત સ્વાપષ્તટ થઇ ગઈ) તેમાંથી ઘણા લોકો સમજતા નથી.

30 - Az-Zumar (The Troops) - 030

إِنَّكَ مَيِّتٞ وَإِنَّهُم مَّيِّتُونَ
૩૦. (હે પયગંબર) ખરેખર તમને પણ મૃત્યુ આવશે અને આ સૌ લોકો પણ મૃત્યુ પામશે.

31 - Az-Zumar (The Troops) - 031

ثُمَّ إِنَّكُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ عِندَ رَبِّكُمۡ تَخۡتَصِمُونَ
૩૧. પછી તમે સૌ કયામતના દિવસે પોતાના પાલનહારની સામે ઝઘડો કરશો.

32 - Az-Zumar (The Troops) - 032

۞فَمَنۡ أَظۡلَمُ مِمَّن كَذَبَ عَلَى ٱللَّهِ وَكَذَّبَ بِٱلصِّدۡقِ إِذۡ جَآءَهُۥٓۚ أَلَيۡسَ فِي جَهَنَّمَ مَثۡوٗى لِّلۡكَٰفِرِينَ
૩૨. તેના કરતાં વધારે જાલિમ કોણ હોઇ શકે છે, જે અલ્લાહ માટે જુઠ્ઠું બોલે? અને સાચો દીન જ્યારે તેની પાસે આવ્યો તો તેને જુઠો ઠેરવે છે, શું આવા કાફીરો માટે જહન્નમ ઠેકાણું નથી?

33 - Az-Zumar (The Troops) - 033

وَٱلَّذِي جَآءَ بِٱلصِّدۡقِ وَصَدَّقَ بِهِۦٓ أُوْلَـٰٓئِكَ هُمُ ٱلۡمُتَّقُونَ
૩૩. અને જે સાચો દીન લાવે અને જેણે તેને માની લીધો, આવા જ લોકો ડરવાવાળા છે.

34 - Az-Zumar (The Troops) - 034

لَهُم مَّا يَشَآءُونَ عِندَ رَبِّهِمۡۚ ذَٰلِكَ جَزَآءُ ٱلۡمُحۡسِنِينَ
૩૪. તેમના માટે તેમના પાલનહાર પાસે તે (દરેક) વસ્તુઓ છે, જેની ઇચ્છા તે લોકો કરશે, સદાચારી લોકોનો આ જ બદલો છે.

35 - Az-Zumar (The Troops) - 035

لِيُكَفِّرَ ٱللَّهُ عَنۡهُمۡ أَسۡوَأَ ٱلَّذِي عَمِلُواْ وَيَجۡزِيَهُمۡ أَجۡرَهُم بِأَحۡسَنِ ٱلَّذِي كَانُواْ يَعۡمَلُونَ
૩૫. જેથી અલ્લાહ તઆલા તેમનાથી, તેમના ખરાબ કૃત્યોને દૂર કરી દે, જે તેમણે કરી હતી અને જે સત્કાર્યો તે લોકોએ કર્યા છે, તેનો શ્રેષ્ઠ બદલો આપે.

36 - Az-Zumar (The Troops) - 036

أَلَيۡسَ ٱللَّهُ بِكَافٍ عَبۡدَهُۥۖ وَيُخَوِّفُونَكَ بِٱلَّذِينَ مِن دُونِهِۦۚ وَمَن يُضۡلِلِ ٱللَّهُ فَمَا لَهُۥ مِنۡ هَادٖ
૩૬. શું અલ્લાહ તઆલા પોતાના બંદાઓ માટે પૂરતો નથી? અને આ લોકો તમને અલ્લાહ સિવાય બીજા બધાથી ડરાવી રહ્યા છે અને જેને અલ્લાહ ગુમરાહ કરી દે, તેને કોઈ હિદાયત આપનાર નથી.

37 - Az-Zumar (The Troops) - 037

وَمَن يَهۡدِ ٱللَّهُ فَمَا لَهُۥ مِن مُّضِلٍّۗ أَلَيۡسَ ٱللَّهُ بِعَزِيزٖ ذِي ٱنتِقَامٖ
૩૭. અને જેને અલ્તેલાહ હિદાયત આપી દે, તેને કોઇ ગુમરાહ કરી શકતો નથી, શું અલ્લાહ તઆલા વિજયી અને બદલો લેનાર નથી?

38 - Az-Zumar (The Troops) - 038

وَلَئِن سَأَلۡتَهُم مَّنۡ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ لَيَقُولُنَّ ٱللَّهُۚ قُلۡ أَفَرَءَيۡتُم مَّا تَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ إِنۡ أَرَادَنِيَ ٱللَّهُ بِضُرٍّ هَلۡ هُنَّ كَٰشِفَٰتُ ضُرِّهِۦٓ أَوۡ أَرَادَنِي بِرَحۡمَةٍ هَلۡ هُنَّ مُمۡسِكَٰتُ رَحۡمَتِهِۦۚ قُلۡ حَسۡبِيَ ٱللَّهُۖ عَلَيۡهِ يَتَوَكَّلُ ٱلۡمُتَوَكِّلُونَ
૩૮. જો તમે તેમને પૂછશો કે આકાશો અને ધરતીનું સર્જન કોણે કર્યું? તો નિ:શંક તેઓ આ જવાબ આપશે કે “અલ્લાહ”એ. તમે તેમને કહી દો કે જરા જણાવો, જે લોકોને તમે અલ્લાહને છોડીને પોકારો છો, જો અલ્લાહ તઆલા મને નુકસાન પહોંચાડવા માંગે, તો શું તમારા ઇલાહ મારા નુકસાનને હઠાવી શકે છે? અથવા અલ્લાહ તઆલા મારા પર કૃપા કરવા ઈચ્છે, તો શું તમારા ઇલાહ તેની કૃપાને રોકી શકે છે? તમે તેમને કહી દો કે અલ્લાહ મારા માટે પૂરતો છે, ભરોસો કરનારા તેના પર જ ભરોસો કરે છે.

39 - Az-Zumar (The Troops) - 039

قُلۡ يَٰقَوۡمِ ٱعۡمَلُواْ عَلَىٰ مَكَانَتِكُمۡ إِنِّي عَٰمِلٞۖ فَسَوۡفَ تَعۡلَمُونَ
૩૯. તમે તેમને કહી દો કે, હે મારી કોમના લોકો! તમે પોતાના તરીકા પર કર્મો કરતા રહો, હું પણ મારા તરીકા પર કર્મ કરતો રહું, નજીકમાં જ તમે જાણી જશો.

40 - Az-Zumar (The Troops) - 040

مَن يَأۡتِيهِ عَذَابٞ يُخۡزِيهِ وَيَحِلُّ عَلَيۡهِ عَذَابٞ مُّقِيمٌ
૪૦. કે કોના માટે અપમાનજનક અઝાબ આવશે અને કોના માટે હંમેશાની માર હશે અને કોના માટે હંમેશાની સજા હશે.

41 - Az-Zumar (The Troops) - 041

إِنَّآ أَنزَلۡنَا عَلَيۡكَ ٱلۡكِتَٰبَ لِلنَّاسِ بِٱلۡحَقِّۖ فَمَنِ ٱهۡتَدَىٰ فَلِنَفۡسِهِۦۖ وَمَن ضَلَّ فَإِنَّمَا يَضِلُّ عَلَيۡهَاۖ وَمَآ أَنتَ عَلَيۡهِم بِوَكِيلٍ
૪૧. (હે પયગંબર) અમે તમારા ઉપર આ કિતાબ લોકો માટે સત્ય સાથે ઉતારી છે, બસ! જે વ્યક્તિ સત્ય માર્ગ પર આવી જાય, તે પોતે ફાયદો ઉઠાવશે અને જે ગુમરાહ થઇ જશે, તો તેની ગુમરાહીની (સજા) તેના પર જ છે. તમે તેમના જવાબદાર નથી.

42 - Az-Zumar (The Troops) - 042

ٱللَّهُ يَتَوَفَّى ٱلۡأَنفُسَ حِينَ مَوۡتِهَا وَٱلَّتِي لَمۡ تَمُتۡ فِي مَنَامِهَاۖ فَيُمۡسِكُ ٱلَّتِي قَضَىٰ عَلَيۡهَا ٱلۡمَوۡتَ وَيُرۡسِلُ ٱلۡأُخۡرَىٰٓ إِلَىٰٓ أَجَلٖ مُّسَمًّىۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يَتَفَكَّرُونَ
૪૨. અલ્લાહ જ છે, જે મૃત્યુના સમયે રૂહોને લઇ લે છે અને જેમનું મૃત્યુ નથી થયું તેમની રૂહ તેમની નિંદ્રાના સમયે કાઢી લે છે, પછી જેના માટે મૃત્યુનો નિર્ણય થઇ ગયો હોય તેની રૂહ તો રોકી લે છે અને બીજી (રૂહો)ને એક નક્કી કરેલ સમય સુધી છોડી દે છે, ચિંતન કરનારાઓ માટે આમાં ખરેખર ઘણી શિખામણો છે.

43 - Az-Zumar (The Troops) - 043

أَمِ ٱتَّخَذُواْ مِن دُونِ ٱللَّهِ شُفَعَآءَۚ قُلۡ أَوَلَوۡ كَانُواْ لَا يَمۡلِكُونَ شَيۡـٔٗا وَلَا يَعۡقِلُونَ
૪૩. શું તે લોકોએ અલ્લાહ તઆલા સિવાય (બીજાને) ભલામણ માટે નક્કી કર્યા છે? તમે તેમને કહી દો કે તેમના અધિકારમાં કંઈ હોય કે ન હોય, અને તેઓ સમજતા પણ ન હોય. (તો કેવી રીતે ભલામણ કરી શકશે?)

44 - Az-Zumar (The Troops) - 044

قُل لِّلَّهِ ٱلشَّفَٰعَةُ جَمِيعٗاۖ لَّهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ ثُمَّ إِلَيۡهِ تُرۡجَعُونَ
૪૪. તમે તેમને કહી દો કે ભલામણ અલ્લાહ માટે જ છે, આકાશો અને ધરતીમાં તેની જ બાદશાહત છે, તમે સૌ તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો.

45 - Az-Zumar (The Troops) - 045

وَإِذَا ذُكِرَ ٱللَّهُ وَحۡدَهُ ٱشۡمَأَزَّتۡ قُلُوبُ ٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱلۡأٓخِرَةِۖ وَإِذَا ذُكِرَ ٱلَّذِينَ مِن دُونِهِۦٓ إِذَا هُمۡ يَسۡتَبۡشِرُونَ
૪૫. જ્યારે ફક્ત અલ્લાહનું નામ લેવામાં આવે, તો જે લોકો આખિરત પર ઇમાન નથી રાખતા તેમના હૃદય નફરત કરવા લાગે છે, અને જ્યારે અલ્લાહ સિવાય (બીજાના) નામ લેવામાં આવે તો તેમના હૃદય ખુશ થઇ જાય છે.

46 - Az-Zumar (The Troops) - 046

قُلِ ٱللَّهُمَّ فَاطِرَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ عَٰلِمَ ٱلۡغَيۡبِ وَٱلشَّهَٰدَةِ أَنتَ تَحۡكُمُ بَيۡنَ عِبَادِكَ فِي مَا كَانُواْ فِيهِ يَخۡتَلِفُونَ
૪૬. તમે તેમને કહી દો કે, હે અલ્લાહ! આકાશો અને ધરતીનું સર્જન કરનાર, છૂપું-જાહેરને જાણનાર, તું જ પોતાના બંદાઓ વચ્ચે તે વાતોનો નિર્ણય કરીશ, જેમાં તેઓ તકરાર કરી રહ્યા હતા.

47 - Az-Zumar (The Troops) - 047

وَلَوۡ أَنَّ لِلَّذِينَ ظَلَمُواْ مَا فِي ٱلۡأَرۡضِ جَمِيعٗا وَمِثۡلَهُۥ مَعَهُۥ لَٱفۡتَدَوۡاْ بِهِۦ مِن سُوٓءِ ٱلۡعَذَابِ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۚ وَبَدَا لَهُم مِّنَ ٱللَّهِ مَا لَمۡ يَكُونُواْ يَحۡتَسِبُونَ
૪૭. જો જાલિમ લોકોને ધરતીનું પૂરું ધન મળી જાય અને તેના જેટલું જ બીજું ધન હોય, તો તેઓ કયામતના દિવસે ખરાબ અઝાબથી બચવા માટે ફિદયો આપવા માટે તૈયાર થઇ જશે, તે દિવસે અલ્લાહ તરફથી તેમના માટે એવો અઝાબ જાહેર થશે, જેનું તેઓ અનુમાન પણ નથી કરી શકતા.

48 - Az-Zumar (The Troops) - 048

وَبَدَا لَهُمۡ سَيِّـَٔاتُ مَا كَسَبُواْ وَحَاقَ بِهِم مَّا كَانُواْ بِهِۦ يَسۡتَهۡزِءُونَ
૪૮. જે કંઈ તે લોકોએ કર્યું હતું, તેની બૂરાઈ તેમના ઉપર આવી જશે અને જે (અઝાબ)ની મશ્કરી તે લોકો કરતા હતા, તે તેમને ઘેરાવમાં લઇ લેશે.

49 - Az-Zumar (The Troops) - 049

فَإِذَا مَسَّ ٱلۡإِنسَٰنَ ضُرّٞ دَعَانَا ثُمَّ إِذَا خَوَّلۡنَٰهُ نِعۡمَةٗ مِّنَّا قَالَ إِنَّمَآ أُوتِيتُهُۥ عَلَىٰ عِلۡمِۭۚ بَلۡ هِيَ فِتۡنَةٞ وَلَٰكِنَّ أَكۡثَرَهُمۡ لَا يَعۡلَمُونَ
૪૯. માનવીને જ્યારે કોઇ તકલીફ પહોંચે છે, તો અમને પોકારવા લાગે છે, પછી જ્યારે અમે તેના પર કોઇ કૃપા કરીએ, તો કહેવા લાગે છે કે આ તો મને ફક્ત મારા જ્ઞાનના બદલામાં આપવામાં આવ્યું છે, (વાત એવી નથી) જો કે આ કસોટી છે, પરંતુ ઘણા લોકો અજ્ઞાન છે.

50 - Az-Zumar (The Troops) - 050

قَدۡ قَالَهَا ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ فَمَآ أَغۡنَىٰ عَنۡهُم مَّا كَانُواْ يَكۡسِبُونَ
૫૦. તેમના પહેલાના લોકો પણ આ જ વાત કહી ચૂક્યા છે, બસ! તેમની યુક્તિ તેમને કંઈ કામ ન આવી.

51 - Az-Zumar (The Troops) - 051

فَأَصَابَهُمۡ سَيِّـَٔاتُ مَا كَسَبُواْۚ وَٱلَّذِينَ ظَلَمُواْ مِنۡ هَـٰٓؤُلَآءِ سَيُصِيبُهُمۡ سَيِّـَٔاتُ مَا كَسَبُواْ وَمَا هُم بِمُعۡجِزِينَ
૫૧. પોતાની કમાણીનું ખરાબ પરિણામ તેમને મળીને રહ્યું, અને તે લોકો માંથી જેઓ જુલમ કરી રહ્યા છે, તે લોકો પણ પોતાના કાર્યોનું ખરાબ પરિણામ મેળવી લેશે, આ લોકો (અમને) હરાવી નથી શકતા.

52 - Az-Zumar (The Troops) - 052

أَوَلَمۡ يَعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ يَبۡسُطُ ٱلرِّزۡقَ لِمَن يَشَآءُ وَيَقۡدِرُۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يُؤۡمِنُونَ
૫૨. શું તેમને ખબર નથી કે અલ્લાહ તઆલા જેના માટે ઇચ્છે, તેની રોજી પુષ્કળ કરી દે છે અને જેના માટે ઈચ્છે તેની રોજી તંગ કરી દે છે. ઈમાન લાવવાવાળાઓ માટે આમાં નિશાનીઓ છે.

53 - Az-Zumar (The Troops) - 053

۞قُلۡ يَٰعِبَادِيَ ٱلَّذِينَ أَسۡرَفُواْ عَلَىٰٓ أَنفُسِهِمۡ لَا تَقۡنَطُواْ مِن رَّحۡمَةِ ٱللَّهِۚ إِنَّ ٱللَّهَ يَغۡفِرُ ٱلذُّنُوبَ جَمِيعًاۚ إِنَّهُۥ هُوَ ٱلۡغَفُورُ ٱلرَّحِيمُ
૫૩. તમે લોકોને કહી દો, કે હે મારા બંદાઓ! જે લોકોએ પોતાના પર અતિરેક કર્યો છે, તમે અલ્લાહની કૃપાથી નિરાશ ન થઇ જાઓ, ખરેખર અલ્લાહ તઆલા દરેક ગુનાહ માફ કરી દે છે, કારણકે તે ખૂબ જ માફ કરવાવાળો, દયાળુ છે.

54 - Az-Zumar (The Troops) - 054

وَأَنِيبُوٓاْ إِلَىٰ رَبِّكُمۡ وَأَسۡلِمُواْ لَهُۥ مِن قَبۡلِ أَن يَأۡتِيَكُمُ ٱلۡعَذَابُ ثُمَّ لَا تُنصَرُونَ
૫૪. તમે પોતાના પાલનહાર તરફ ઝૂકી જાઓ અને તેના આદેશોનું પાલન કરતા રહો, તમારા પર અઝાબ આવતા પહેલાં, અને પછી તમારી મદદ કરવામાં નહીં આવે.

55 - Az-Zumar (The Troops) - 055

وَٱتَّبِعُوٓاْ أَحۡسَنَ مَآ أُنزِلَ إِلَيۡكُم مِّن رَّبِّكُم مِّن قَبۡلِ أَن يَأۡتِيَكُمُ ٱلۡعَذَابُ بَغۡتَةٗ وَأَنتُمۡ لَا تَشۡعُرُونَ
૫૫. અને જે કઈ તમારી તરફ તમારા પાલનહાર પાસેથી ઉતર્યું છે, તે ઉત્તમ વાતોનું અનુસરણ કરો, તમારા પર અચાનક અઝાબ આવતા પહેલા અને તમને ખબર પણ ન પડે.

56 - Az-Zumar (The Troops) - 056

أَن تَقُولَ نَفۡسٞ يَٰحَسۡرَتَىٰ عَلَىٰ مَا فَرَّطتُ فِي جَنۢبِ ٱللَّهِ وَإِن كُنتُ لَمِنَ ٱلسَّـٰخِرِينَ
૫૬. (એવું ન થાય કે) તે સમયેકોઇ વ્યક્તિ કહેવા લાગે, હાય અફસોસ! એ વાત પર, કે મેં અલ્લાહ તઆલાના અધિકારમાં બેદરકારી કરી અને હું તો મશ્કરી કરનારાઓ માંથી હતો.

57 - Az-Zumar (The Troops) - 057

أَوۡ تَقُولَ لَوۡ أَنَّ ٱللَّهَ هَدَىٰنِي لَكُنتُ مِنَ ٱلۡمُتَّقِينَ
૫૭. અથવા આવું કહે કે જો અલ્લાહ મને હિદાયત આપતો, તો હું પણ પરહેજગાર લોકો માંથી હોત.

58 - Az-Zumar (The Troops) - 058

أَوۡ تَقُولَ حِينَ تَرَى ٱلۡعَذَابَ لَوۡ أَنَّ لِي كَرَّةٗ فَأَكُونَ مِنَ ٱلۡمُحۡسِنِينَ
૫૮. અથવા અઝાબ જોઇને કહેવા લાગે, કદાચ! કે કોઇ પણ રીતે હું પાછો ફરી શકતો હોત, તો હું પણ સદાચારી લોકો માંથી થઇ જાત.

59 - Az-Zumar (The Troops) - 059

بَلَىٰ قَدۡ جَآءَتۡكَ ءَايَٰتِي فَكَذَّبۡتَ بِهَا وَٱسۡتَكۡبَرۡتَ وَكُنتَ مِنَ ٱلۡكَٰفِرِينَ
૫૯. (અલ્લાહ કહેશે) હાં, કેમ નહિ, તારી પાસે મારી આયતો પહોંચી હતી, જેને તે જુઠલાવી અને ઘમંડ કરતો રહ્યો અને તું કાફિરો માંથી હતો.

60 - Az-Zumar (The Troops) - 060

وَيَوۡمَ ٱلۡقِيَٰمَةِ تَرَى ٱلَّذِينَ كَذَبُواْ عَلَى ٱللَّهِ وُجُوهُهُم مُّسۡوَدَّةٌۚ أَلَيۡسَ فِي جَهَنَّمَ مَثۡوٗى لِّلۡمُتَكَبِّرِينَ
૬૦. અને જે લોકોએ અલ્લાહ પર જૂઠાણું બાંધ્યું છે, કયામતના દિવસે તમે જોઈ લેશો કે તેમના ચહેરા કાળાં પડી જશે, શું ઘમંડી લોકોનું ઠેકાણું જહન્નમ નથી?

61 - Az-Zumar (The Troops) - 061

وَيُنَجِّي ٱللَّهُ ٱلَّذِينَ ٱتَّقَوۡاْ بِمَفَازَتِهِمۡ لَا يَمَسُّهُمُ ٱلسُّوٓءُ وَلَا هُمۡ يَحۡزَنُونَ
૬૧. અને જે લોકો અલ્લાહથી ડરતા રહ્યા, તેમને અલ્લાહ તઆલા તેમની સફળતાના (કારણે) દરેક જગ્યાએથી બચાવી લેશે, ન તો તેમને કોઇ દુ:ખ સ્પર્શ કરી શકશે અને ન તો તેઓ નિરાશ થશે.

62 - Az-Zumar (The Troops) - 062

ٱللَّهُ خَٰلِقُ كُلِّ شَيۡءٖۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٖ وَكِيلٞ
૬૨. અલ્લાહ દરેક વસ્તુનું સર્જન કરનાર છે અને તે જ દરેક વસ્તુની દેખરેખ રાખનાર છે.

63 - Az-Zumar (The Troops) - 063

لَّهُۥ مَقَالِيدُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۗ وَٱلَّذِينَ كَفَرُواْ بِـَٔايَٰتِ ٱللَّهِ أُوْلَـٰٓئِكَ هُمُ ٱلۡخَٰسِرُونَ
૬૩. આકાશો અને ધરતીના (ખજાનાની) ચાવીઓનો માલિક તે જ છે. જે-જે લોકોએ અલ્લાહની આયતોનો ઇન્કાર કર્યો, તે જ નુકસાન ઉઠાવનારા છે.

64 - Az-Zumar (The Troops) - 064

قُلۡ أَفَغَيۡرَ ٱللَّهِ تَأۡمُرُوٓنِّيٓ أَعۡبُدُ أَيُّهَا ٱلۡجَٰهِلُونَ
૬૪. તમે તેમને કહી દો કે, હે અજ્ઞાની લોકો! શું તમે મને અલ્લાહને છોડીને અન્યની બંદગી કરવાની સલાહ આપી રહ્યા છો?

65 - Az-Zumar (The Troops) - 065

وَلَقَدۡ أُوحِيَ إِلَيۡكَ وَإِلَى ٱلَّذِينَ مِن قَبۡلِكَ لَئِنۡ أَشۡرَكۡتَ لَيَحۡبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ ٱلۡخَٰسِرِينَ
૬૫. જો કે તમારી તરફ અને તમારાથી પહેલાના (દરેક પયગંબરો) તરફ વહી કરવામાં આવી છે કે જો તમે શિર્ક કરશો તો ખરેખર તમારા કર્મો વ્યર્થ થઇ જશે અને ખરેખર તમે નુકસાન ઉઠાવનારા માંથી બની જશો.

66 - Az-Zumar (The Troops) - 066

بَلِ ٱللَّهَ فَٱعۡبُدۡ وَكُن مِّنَ ٱلشَّـٰكِرِينَ
૬૬. પરંતુ તમે અલ્લાહની જ બંદગી કરો અને આભાર વ્યક્ત કરનારાબંદા બનીને રહો.

67 - Az-Zumar (The Troops) - 067

وَمَا قَدَرُواْ ٱللَّهَ حَقَّ قَدۡرِهِۦ وَٱلۡأَرۡضُ جَمِيعٗا قَبۡضَتُهُۥ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ وَٱلسَّمَٰوَٰتُ مَطۡوِيَّـٰتُۢ بِيَمِينِهِۦۚ سُبۡحَٰنَهُۥ وَتَعَٰلَىٰ عَمَّا يُشۡرِكُونَ
૬૭. અને તે લોકોએ અલ્લાહની કદર ન કરી, જેવું કે તેની કદર કરવાનો હક છે, કયામતના દિવસે સંપૂર્ણ ધરતી તેની મુઠ્ઠીમાં હશે અને સંપૂર્ણ આકાશો તેના જમણા હાથમાં લપેટાયેલા હશે, તે પવિત્ર અને સર્વોચ્ચ છે, તે દરેક વસ્તુથી, જેને લોકો ભાગીદાર ઠેરવે છે.

68 - Az-Zumar (The Troops) - 068

وَنُفِخَ فِي ٱلصُّورِ فَصَعِقَ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَمَن فِي ٱلۡأَرۡضِ إِلَّا مَن شَآءَ ٱللَّهُۖ ثُمَّ نُفِخَ فِيهِ أُخۡرَىٰ فَإِذَا هُمۡ قِيَامٞ يَنظُرُونَ
૬૮. અને જ્યારે સૂર ફૂંકી દેવામાં આવશે, તો આકાશો અને ધરતીવાળા બેભાન થઇ પડી જશે, સિવાય અલ્લાહ જેને બચાવા ઇચ્છે, પછી બીજી વખત સૂર ફૂંકવામાં આવશે, બસ! તેઓ અચાનક ઊભા થઇ જોવા લાગશે.

69 - Az-Zumar (The Troops) - 069

وَأَشۡرَقَتِ ٱلۡأَرۡضُ بِنُورِ رَبِّهَا وَوُضِعَ ٱلۡكِتَٰبُ وَجِاْيٓءَ بِٱلنَّبِيِّـۧنَ وَٱلشُّهَدَآءِ وَقُضِيَ بَيۡنَهُم بِٱلۡحَقِّ وَهُمۡ لَا يُظۡلَمُونَ
૬૯. અને ધરતી પોતાના પાલનહારના નૂરથી પ્રકાશિત થઇ જશે, કર્મનોંધ હાજર કરવામાં આવશે, પયગંબરો અને સાક્ષીઓને લાવવામાં આવશે અને લોકો વચ્ચે સત્યતાથી નિર્ણય કરી દેવામાં આવશે, અને તેમના પર અત્યાચાર કરવામાં નહીં આવે.

70 - Az-Zumar (The Troops) - 070

وَوُفِّيَتۡ كُلُّ نَفۡسٖ مَّا عَمِلَتۡ وَهُوَ أَعۡلَمُ بِمَا يَفۡعَلُونَ
૭૦. અને જે વ્યક્તિએ જે કંઈ કર્યું છે, તેને ભરપૂર આપવામાં આવશે, જે કંઈ લોકો કરી રહ્યા છે અલ્લાહ તેને ખૂબ સારી રીતે જાણે છે.

71 - Az-Zumar (The Troops) - 071

وَسِيقَ ٱلَّذِينَ كَفَرُوٓاْ إِلَىٰ جَهَنَّمَ زُمَرًاۖ حَتَّىٰٓ إِذَا جَآءُوهَا فُتِحَتۡ أَبۡوَٰبُهَا وَقَالَ لَهُمۡ خَزَنَتُهَآ أَلَمۡ يَأۡتِكُمۡ رُسُلٞ مِّنكُمۡ يَتۡلُونَ عَلَيۡكُمۡ ءَايَٰتِ رَبِّكُمۡ وَيُنذِرُونَكُمۡ لِقَآءَ يَوۡمِكُمۡ هَٰذَاۚ قَالُواْ بَلَىٰ وَلَٰكِنۡ حَقَّتۡ كَلِمَةُ ٱلۡعَذَابِ عَلَى ٱلۡكَٰفِرِينَ
૭૧. કાફિરોના જૂથના જૂથ જહન્નમ તરફ હાંકવામાં આવશે, જ્યારે તેઓ જહન્નમ પાસે પહોંચી જશે તો તેના દ્વાર તેમના માટે ખોલી નાંખવામાં આવશે અને ત્યાંના દેખરેખ કરનાર તેમને સવાલ કરશે કે, શું તમારી પાસે તમારા માંથી પયગંબર નહતા આવ્યા? જે તમારી સામે તમારા પાલનહારની આયતો પઢતા હતા અને તમને આજના દિવસની મુલાકાતથી સચેત કરતા હતા? તે લોકો જવાબ આપશે કે હાં, કેમ નહિ, પરંતુ કાફિરો માટે અઝાબનો નિર્ણય સાબિત થઇ ગયો.

72 - Az-Zumar (The Troops) - 072

قِيلَ ٱدۡخُلُوٓاْ أَبۡوَٰبَ جَهَنَّمَ خَٰلِدِينَ فِيهَاۖ فَبِئۡسَ مَثۡوَى ٱلۡمُتَكَبِّرِينَ
૭૨. તેમને કહેવામાં આવશે, હવે જહન્નમના દ્વારમાં દાખલ થઇ જાઓ, તમે ત્યાં હંમેશા રહેશો, બસ! ઘમંડી લોકોનું ઠેકાણું ઘણું જ ખરાબ છે.

73 - Az-Zumar (The Troops) - 073

وَسِيقَ ٱلَّذِينَ ٱتَّقَوۡاْ رَبَّهُمۡ إِلَى ٱلۡجَنَّةِ زُمَرًاۖ حَتَّىٰٓ إِذَا جَآءُوهَا وَفُتِحَتۡ أَبۡوَٰبُهَا وَقَالَ لَهُمۡ خَزَنَتُهَا سَلَٰمٌ عَلَيۡكُمۡ طِبۡتُمۡ فَٱدۡخُلُوهَا خَٰلِدِينَ
૭૩. અને જે લોકો પોતાના પાલનહારથી ડરતા હતા, તેમના જૂથના જૂથ જન્નત તરફ લઇ જવામાં આવશે, ત્યાં સુધી કે જ્યારે તેની પાસે આવી જશે અને દ્વાર ખોલી દેવામાં આવશે અને ત્યાંના દેખરેખ કરનાર તેમને કહેશે કે તમારા ઉપર સલામતી છે, તમે પ્રસન્ન રહો, અને હંમેશા માટે જન્નતમાં દાખલ થઇ જાવ.

74 - Az-Zumar (The Troops) - 074

وَقَالُواْ ٱلۡحَمۡدُ لِلَّهِ ٱلَّذِي صَدَقَنَا وَعۡدَهُۥ وَأَوۡرَثَنَا ٱلۡأَرۡضَ نَتَبَوَّأُ مِنَ ٱلۡجَنَّةِ حَيۡثُ نَشَآءُۖ فَنِعۡمَ أَجۡرُ ٱلۡعَٰمِلِينَ
૭૪. તે લોકો કહેશે કે તે અલ્લાહનો આભાર, જેણે અમને આપવામાં આવેલ પોતાનું વચન પૂરું કર્યું અને અમને આ ધરતીના વારસદાર બનાવી દીધા કે જન્નતમાં જ્યાં ઇચ્છીએ, ત્યાં પોતાની જગ્યા બનાવી લઇએ, બસ! કર્મ કરનારાઓનો કેટલો સારો બદલો છે.

75 - Az-Zumar (The Troops) - 075

وَتَرَى ٱلۡمَلَـٰٓئِكَةَ حَآفِّينَ مِنۡ حَوۡلِ ٱلۡعَرۡشِ يُسَبِّحُونَ بِحَمۡدِ رَبِّهِمۡۚ

Scroll to Top