Prophetic Hadeeth Encyclopedia
Search and read verified Prophetic hadeeth translations, explanations, benefits, categories and source attribution. Page 11.
Search the Hadeeth Encyclopedia
Smart instant results tolerate minor spelling mistakes, with every filter in one place.
હું તમારા પ્રત્યે જે વસ્તુથી સૌથી વધારે ડર રાખું છું તે વસ્તુ શિર્કે અસગર છે, પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસૂલ ! આ શિર્કે અસગર શું છે? નબી ﷺ એ કહ્યું: રિયાકારી (દેખાડો)
મહમૂદ બિન લબીદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «હું તમારા પ્રત્યે જે વસ્તુથી સૌથી વધારે ડર રાખું છું તે વસ્તુ શિર્કે અસગર છે, પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસૂલ ! આ શિર્કે અસગર શું છે? નબી ﷺ એ કહ્યું: રિયાકારી (દેખાડો), કયામતના દિવસે જ્યારે અલ્લાહ તઆલા…
અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક છે, -નબી ﷺ એ આ વાક્ય ત્રણ વખત કહ્યું-», આપણાં માંથી દરેકને શંકા જરૂર થાય છે, પણ અલ્લાહ તઆલા તેને ભરોસા વડે દૂર કરી દે છે
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક છે, -નબી ﷺ એ આ વાક્ય ત્રણ વખત કહ્યું-», આપણાં માંથી દરેકને શંકા જરૂર થાય છે, પણ અલ્લાહ તઆલા તેને ભરોસા વડે દૂર કરી દે છે…
મેં કહ્યું: તમે અમારા સરદાર છો, નબી ﷺએ કહ્યું: «સરદાર તો અલ્લાહ તઆલા જ છે», મેં કહ્યું: તમે અમારા બધા કરતા પ્રતિષ્ઠિત અને ખૂબ દાનવીર છો, તો નબી ﷺએ કહ્યું: «તમે આ પ્રમાણેની વાત કરી શકો છો, પરંતુ શેતાન તમને પોતાનો વકીલ ન બનાવી લે». (કે કોઈ એવી વાત કહી દો, જે મારી પ્રતિષ્ઠા પ્રમાણે ન હોય)
અબ્દુલ્લાહ બિન શિખ્ખીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: હું બનૂ આમિર કબીલાના જૂથ સાથે નબી ﷺની મજલિસમાં આવ્યો, મેં કહ્યું: તમે અમારા સરદાર છો, નબી ﷺએ કહ્યું: «સરદાર તો અલ્લાહ તઆલા જ છે», મેં કહ્યું: તમે અમારા બધા કરતા પ્રતિષ્ઠિત અને ખૂબ દાનવીર છો, તો નબી ﷺએ ક…
તમે એવા લોકો તરફ જઈ રહ્યા છો, જેમને પહેલા કિતાબ આપવામાં આવી ચૂકી છે, ત્યાં પહોંચ્યા પછી તેમને સૌથી પહેલા એ વાતની ગવાહી આપવાની દઅવત આપજો કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે
અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી. રિવાયત કરે છે તેઓ કહે છે: નબી ﷺ એ મુઆઝ બિન જબલ રઝી. ને યમન મોકલ્યા, તો તેમને કહ્યું: « તમે એવા લોકો તરફ જઈ રહ્યા છો, જેમને પહેલા કિતાબ આપવામાં આવી ચૂકી છે, ત્યાં પહોંચ્યા પછી તેમને સૌથી પહેલા એ વાતની ગવાહી આપવાની દઅવત આપજો કે અલ્લાહ સિવાય કોઈ…
હે લોકો ! દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) કરવાથી બચો, કારણકે તમારા પહેલાના લોકો દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) કરવાના કારણે નષ્ટ થઈ ગયા
અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ જમરહ ઉકબા નામની જગ્યાએ કહ્યું, તે સમયે નબી ﷺ પોતાની ઊંટણી પણ હતા: «મારા માટે કાંકરિયો ભેગી કરીને લાવો», મેં નબી ﷺ માટે સાત કાંકરિયો ભેગી કરી, તે કાંકરિયો એવી હતી, જે બન્ને આંગળીઓની વચ્ચે આવી જા…
તમે લોકો મારી બાબતે અને મારી પ્રસંશા બાબતે એટલો વધારો ન કરો જેટલો ઈસાઈઓએ મરીયમના પુત્ર (ઈસા અ.સ.) વિષે કર્યો, હું તો ફક્ત અલ્લાહનો બંદો છે, એટલા માટે તમે મને અલ્લાહના બંદા અને તેનો રસૂલ કહો
ઉમર બિન ખત્તાબ રઝી. રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «તમે લોકો મારી બાબતે અને મારી…
કોઈ રોગ સંક્રમિત નથી હોતો, અંશુકન જેવી કોઈ વસ્તુ નથી, ઘુવડનો કોઈ પ્રભાવ પડતો નથી અને સફરના મહિનાનો કોઈ દોષ નથી, કોઢીની (રક્તપિત્તના) દર્દીઓથી એવી રીતે ભાગો જેવી રીતે તમે સિંહને જોઈને ભાગો છો
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «કોઈ રોગ સંક્રમિત નથી હોતો, અંશુકન જેવી કોઈ વસ્તુ નથી, ઘુવડનો કોઈ પ્રભાવ પડતો નથી અને સફરના મહિનાનો કોઈ દોષ નથી, કોઢ…
અલ્લાહની કસમ! જો અલ્લાહ તઆલા એક વ્યક્તિને પણ તમારા દ્વારા ઇસ્લામની હિદાયત આપી દે, તો તે તમારા માટે લાલા ઊંટો કરતા પણ વધુ ઉત્તમ છે
સહલ બિન સઅદ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ ખૈબરના દિવસે કહ્યું: «આવતી કાલે હું ધ્વજ એવા વ્યક્તિને આપીશ, જેના હાથ વડે અલ્લાહ વિજય અપાવશે, અને જે અલ્લાહ અને તેના પયગંબરથી મોહબ્બત કર…
હે કાકા ! તમે એક વાક્ય લા ઇલાહ ઇલ્લલ્લાહ કહી દો, જેથી હું અલ્લાહ સામે આ વાક્ય દ્વારા તમારા પ્રત્યે ગવાહી આપી શકું
સઇદ બિન મુસય્યિબ રહિમહુલ્લાહ રિવાયત કરે છે, તેઓ તેમના પિતાથી રિવાયત કરે છે, તેમણે કહ્યું: જ્યારે અબૂ તાલિબના મૃત્યુનો સમય નજીક આવ્યો, તો નબી ﷺ તેમની પાસે આવ્યા, તે સમયે તેમની પાસે અબૂ જહલ અને અબ્દુલ્લાહ બિન અબી ઉમય્યહ હાજર હતા, નબી ﷺએ કહ્યું: «હે કાકા ! તમે એક વાક્ય લા…
કયામતના દિવસે મારી ભલામણનો હકદાર સૌથી વધારે તે હશે, જેણે દિલથી અને નિખાલસતા સાથે "લા ઇલાહ ઇલ્લલ્લાહ" કહ્યું હશે
અબુ હુરૈરહ રઝી. થી રિવાયત કરે છે, તેમણે કહ્યું: કહેવામાં આવ્યું કે હે અલ્લાહના રસૂલ! કયામતના દિવસે તમારી ભલામણનો સૌથી વધારે હકદાર કોણ હશે? નબી ﷺ એ કહ્યું: «હે અબૂ હુરૈરહ ! મને ખબર હતી કે તમારાથી પહેલા મને આ સવાલ કોઈ નહીં કરે, કારણકે હું જોઉ છું કે તમે હદીષ પ્રત્યે કેટલા…
તો અલ્લાહ તેને જન્નતમાં પ્રવેશ આપશે, ભલેને તેના અમલ કેવા પણ હોય
ઉબાદહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ ગવાહી આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તે એક જ છે તેનો કોઈ ભાગીદાર નથી, મુહમ્મદ ﷺ તેના બંદા અને રસૂલ છે, ઈસા અલૈહિસ્ સલામ અલ્લાહના બંદા અને રસૂલ છે, એવી જ રીતે તેનો તે કલિમો છે, જે તેણે મરયમ સુધી…

