સોનાના બદલામાં ચાંદીનો વેપાર વ્યાજ છે, પરંતુ રોક્કડ હોય તો વાંધો નથી, ઘઉંના બદલામાં ઘઉં વ્યાજ ગણાશે, પરંતુ જો રોકકડ સોદો થતો હોય તો વાંધો નથી, તેમજ જુવારીના બદલામાં જુવારી વ્યાજ છે, પરંતુ જો તેનો સોદો રોકકડ થાય તો વાંધો નથી, તેમજ ખજૂરના બદલામાં ખજૂર પણ વ્યાજ છે, પરંતુ તે પણ રોકકડ સોદો થાય તો વાંધો નથી
માલિક બિન ઓસ બિન હસષાન રિવાયત કરે છે, તેમણે કહ્યું: હું લોકો વચ્ચે કહેતો આયો કે સોનાના બદલામાં દિરહમ કોણ બદલી આપશે? તો તલ્હા બિન ઉબૈદુલ્લાહએ કહ્યું: અને તેમની વચ્ચે ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ પણ હતા, તમારું સોનુ બતાવો, થોડીક વાર પછી અમારી પાસે આવજો જ્યારે અમારો સે…

