હું તમને જે વસ્તુથી રોકું, તેનાથી રુકી જાઓ અને જેના પર અમલ કરવાનો આદેશ આપું તેને પોતાની શક્તિ પ્રમાણે કરો
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ હુરૈરહ રઝી અબ્દુર્ રહમાન બિન્ સખ્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «હું તમને જે વસ્તુથી રોકું, તેનાથી રુકી જાઓ અને જેના પર અમલ કરવાનો આદેશ આપું તેને પોતાની શક્તિ પ્રમાણે કરો, એટલા માટે કે તમારા કરતા પહેલાના લોકોને વધુ પડતા વ્યર્થ સવાલ અને પોતાના નબીઓ સાથે વિવાદ કરવાના કારણે નષ્ટ કરી દેવામાં આવ્યા».
Explanation
Benefits
જે કાર્યો પર રોક લગાવવામાં આવી છે, તેને સહેજ પણ કરવાની પરવાનગી નથી આપી, પરંતુ આદેશોને કરવા માટે શક્તિ અને તાકાતનું વર્ણન કરવામાં આવ્યું; કારણકે વ્યક્તિ માટે છોડવું શક્ય છે, પરંતુ અમલ કરવા માટે ક્ષમતાની જરૂર હોય છે.
વધુ પ્રમાણમાં સવાલ કરવાથી બચવું જોઈએ, આલિમોએ સવાલ કરવાના બે પ્રકાર વર્ણન કર્યા છે, એક: દીન શીખવા માટે તાલીમ લઈ રહેલા લોકો માટે સવાલ કરવા યોગ્ય અને જાઈઝ છે, અને સવાલ કરવાની આ પદ્ધતિ સહાબાઓની હતી, અને બીજો: હટ અને ઘમંડ કરી ફસાદ ફેલાવવા માટે સવાલ કરવા, તો આ પ્રકારના સવાલ કરવા પર રોક લગાવવામાં આવી છે.
પયગંબરોનો વિરોધ કરવાથી રોક્યા છે, જે પ્રમાણે આગળની કોમોએ પોતાના પયગંબરોનો વિરોધ કર્યો અને તેઓ નષ્ટ થઈ ગયા.
કોઈ વસ્તુ પર રોક લગાવવામાં તેની થોડીક અને વધુ બન્ને માત્રનો સમાવેશ થાય છે; કારણકે તેનાથી સંપૂર્ણ રીતે ત્યારે જ બચી શકાય છે, જ્યારે તેના થોડાક તેમજ વધુ ભાગથી પણ બચવામાં આવે, ઉદાહરણ તરીકે વ્યાજ હરામ કરવામાં આવ્યું, તો તેમાં તેની થોડીક અને વધુ બન્ને માત્રનો સમાવેશ થશે.
હરામ કામ સુધી પહોંચાડતા કાર્યોથી પણ બચવું જોઈએ; કારણકે બચવાના અર્થમાં આ વાતનો પણ સમાવેશ થાય છે.
કોઈ વ્યક્તિ માટે જાઈઝ નથી કે તે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આદેશ આવી ગયા પછી એમ કહે કે આ વાત કરવી જોઈએ અથવા કે મુસ્તહબ દરજ્જાની છે, પરંતુ તેના પર અમલ કરવાનું શરૂ કરી દેવું જોઈએ, કારણકે આપે કહ્યું: «તમારી શક્તિ પ્રમાણે અમલ કરો».
વધુ સવાલ કરવા નષ્ટતાનું કારણ છે, ખાસ કરીને એવી વાતો વિશે જેનું જાણવું શક્ય ન હોય, જેવું કે ગેબની વાતો અને તેના મસઅલા તેમજ કયામતના દિવસની પરિસ્થિતિ વગેરે, તેના વિશે વધુ સવાલ ન કરો, નષ્ટ થઈ જશો અને તમને અતિરેક કરનારા લોકો માંથી ગણવામાં આવશે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

