ફિતના દિલો પર નાખવામાં આવશે, હસીરના (દોરા)ની માફક એક પછી એક લાકડીને વળગી રહે છે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અમે ઉમર રઝી અલ્લાહુ અન્હુ પાસે હતા, તો તેમણે પૂછ્યું: તમારા માંથી કેટલા લોકોએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ફિતનાનું વર્ણન કરતાં સાંભળ્યા છે? કેટલાક લોકોએ જવાબ આપ્યો: અમે આમ સાંભળ્યું છે, ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: કદાચ તમે તે કસોટીઓ વિષે કહી રહ્યા છો, જે માનવીને તેના ઘરવાળા, માલ અને પાડોસીઓ દ્વારા મળે છે, તેઓએ કહ્યું: હાં, ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: આ પ્રકારની અજમાયશ (ઘરવાળા, માલ અને પાડોસી વિષે આવતી બાબતોમાં આળસ) નમાઝ, રોઝા અને સદકો તેનો કફ્ફારો બની જાય છે, પરંતુ તમારા માંથી કેટલા લોકોએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા તે ફિતના વિષે સાંભળ્યું, જે સમુદ્રના મોજાની માફક આવશે, હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા છે: «ફિતના દિલો પર નાખવામાં આવશે, હસીરના (દોરા)ની માફક એક પછી એક લાકડીને વળગી રહે છે, બસ જે પણ દિલમાં તે આવશે તેમાં એક કાળો ડાઘ પડી જશે, જે દિલ તેને નકારશે તેમાં સફેદ ડાઘ પડી જશે, અહીં સુધી કે દિલ બે પ્રકારના થઈ જશે, (એક) સફેદ, ચીકણા પથ્થરની માફક, જ્યાં સુધી આકાશ અને જમીન કાયમ રહેશે, કોઈ પણ ફિતનો તેને નુકસાન નહીં પહોંચાડી શકે, (બીજું) કાળા માટી જેવા રંગનું ઉંધા લોટાની માફક (જેમાં પાણીનું એક ટીપું પણ નથી ટકતું), જે ન તો કોઈ નેકીને ઓળખી શકશે અને ન તો કોઈ બુરાઈને નકારશે, સિવાય એ વાતથી જે વિષે તેનું દિલ મનેચ્છાઓથી ભરાઈ જશે», હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં ઉમર રઝી અલ્લાહુ અન્હુને કહ્યું: તમે તે ફિતનાઓ વચ્ચે એક બંધ દરવાજાની માફક છો, શક્ય છે કે તેને નજીકમાં જ તોડી નાખવામાં આવશે, ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: શું તેને તોડી નાખવામાં આવશે, શું તમારા પિતા નથી? અને જો તેણે ખોલી નાખવામાં આવે તો તેને બંધ પણ કરી શકાય છે? હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: ખોલવામાં નહીં પરંતુ તોડવામાં આવશે, ફરી મેં કહ્યું: તે દ્વાર એક માણસ છે, જેને કતલ કરવામાં આવશે અથવા તે મૃત્યુ પામશે, આ સ્પષ્ટ વાત છે કોઈ કોયડો નથી, અબૂ ખાલિદ રહિમહુલ્લાહએ કહ્યું: મેં સઅદને પૂછ્યું: હે અબૂ માલિક! કાળો અને વિકૃત શું છે? તેમણે કહ્યું: તે કાળાશ સાથે મિશ્રિત અત્યંત સફેદપણું છે, તેમણે કહ્યું: મેં કહ્યું: ઊંધો લોટો શું છે? તેમણે કહ્યું: ફેરવાઇ ગયેલો.
Explanation
Benefits
ખાસ પ્રકારના ફિતના, જો તે દીન સાથે જોડાયેલા હશે, તો તેમાં સપડાયેલ વ્યક્તિ નિંદનીય છે; કારણકે તે બિદઅત હશે અથવા ગુનાહ, અને જો તે દુનિયાની બાબતો સાથે જોડાયેલા હશે તો, તો તેના પર અમલ કરનાર વ્યક્તિ માટે તે એક પરીક્ષા અને કસોટી હશે, અને તેના પર સબર કરવી જરૂરી છે.
દિલ પર આવતા ફિતનાનો અસર તેના પર થાય છે, અને સફળ તે છે, જેને અલ્લાહ હિદાયત પર અડગ રહેવાની તૌફીક આપે.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: લેખકે કહ્યું: હદીષનો અર્થ: જો માનવી પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરી ગુનાહના કામ કરે છે, તો તેના દિલ પર દરેક ગુનાહના બદલે અંધારું છવાઈ જાય છે, જ્યારે આમ થશે, તો તે પથભ્રષ્ટ થઈ જશે અને ઇસ્લામનો પ્રકાશ જતો રહેશે અને દિલ એક લોટા માફક થઈ જય છે, જો તેને ઊંધું કરી દેવામાં આવે તો તેમાં જે કઈ પણ છે તે વહી જશે, ત્યારબાદ તેમાં કશું જ ભરી શકશે નહીં.
ઉમર રઝી અલ્લાહુ અન્હુએ હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુને કહ્યું: (લા અબા લક) નો અર્થ: આ વાતમાં ગંભીર બનો, અને પોતાને તે માટે તૈયાર કરો જેમાં કોઈ મદદગાર નહીં હોય.
ઉમર રઝી અલ્લાહુ અન્હુની મહત્ત્વતા, કે તે લોકો અને ફિતના દરમિયાન એક બંધ દરવાજા માફક હતા.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

