તે દરેક વ્યક્તિ, જે ફર્ઝ નમાઝ પછી તેત્રીસ વખત તસ્બીહ (સુબ્હાનલ્લાહ), તેત્રીસ વખત તહ્મીદ (અલ્ હમ્દુ લિલ્લાહ) અને ચોત્રીસ વખત તકબીર (અલ્લાહુ અકબર) કહે - અથવા તેના પર અમલ કરે - તે કદાપિ અસફળ કે નિષ્ફળ નથી થતો
Choose an available translation of this Hadeeth
Hadeeth text
કઅબ બિન ઉજરહ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તે દરેક વ્યક્તિ, જે ફર્ઝ નમાઝ પછી તેત્રીસ વખત તસ્બીહ (સુબ્હાનલ્લાહ), તેત્રીસ વખત તહ્મીદ (અલ્ હમ્દુ લિલ્લાહ) અને ચોત્રીસ વખત તકબીર (અલ્લાહુ અકબર) કહે - અથવા તેના પર અમલ કરે - તે કદાપિ અસફળ કે નિષ્ફળ નથી થતો».
Explanation
"સુબ્હાનલ્લાહ" (અલ્લાહ દરેક પ્રકારની ખામીઓથી પાક છે) તેત્રીસ વખત, અર્થાત્: અલ્લાહને દરેક પ્રકારની ખામીઓથી પવિત્ર કરવો.
અને "અલ્ હમ્દુ લિલ્લાહ" (દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે જ છે), તેત્રીસ વખત, અને તેનો અર્થ એ કે અલ્લાહ તઆલાને દરેક પ્રકારની મોહબ્બત અને સન્માન અને મહાનતા પ્રમાણે સંપૂર્ણ જણાવવો.
અને "અલ્લાહુ અકબર" (અલ્લાહ સૌથી મોટો છે), ચોત્રીસ વખત, જેનો અર્થ થાય છે કે અલ્લાહ દરેક વસ્તુઓથી મોટો, ઉચ્ચ અને સર્વ શ્રેષ્ઠ છે.
Benefits
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

