અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિન અઝાબિલ્ કબ્રી, વ-મિન અઝાબિન્ નાર, વ-મિન ફિત્નતિલ્ મહ્યા વલ્ મમાત, વ-મિન ફિત્નતિલ્ મસીહિદ્ દજ્જાલ
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ આ શબ્દો વડે દુઆ કરતાં હતા: «"અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિન અઝાબિલ્ કબ્રી, વ-મિન અઝાબિન્ નાર, વ-મિન ફિત્નતિલ્ મહ્યા વલ્ મમાત, વ-મિન ફિત્નતિલ્ મસીહિદ્ દજ્જાલ" (હે અલ્લાહ ! હું તારી પનાહ માંગુ છું કબરના અઝાબથી અને જહન્નમના અઝાબથી અને જિંદગી અને મૌતના ફિતનાથી અને મસીહ દજ્જાલના ફિતનાની બુરાઈથી)».અને મુસ્લિમની હદીષના શબ્દો છે: «જ્યાર તમારા માંથી કોઈ વ્યક્તિ નમાઝમાં તશહ્હુદ પઢી લે તો અલ્લાહ પાસે ચાર વસ્તુઓથી પનાહ માંગે: જહન્નમના અઝાબથી, કબરના અઝાબથી, જીવન અને મૃત્યુના ફીતનાથી, અને દાજ્જાલની બુરાઈથી».
Explanation
પહેલી વસ્તુ: કબરના અઝાબથી.
બીજી વસ્તુ: જહન્નમના અઝાબથી જે કયામતના દિવસે આપવામાં આવશે.
ત્રીજી વસ્તુ: જીવનના ફિતનાથી, જે હરામ મનેચ્છાઓ અને ગંભીર શંકાઓમાં પડવાથી, અને મૃત્યુના ફિતનાથી અર્થાત્ મૃત્યુના સમયે, ઇસ્લામ અથવા સુન્નતથી ફરી જવું અથવા કબરનો ફિતનો જેમકે બંને ફરિશ્તાનો સવાલ કરવો.
ચોથી વસ્તુ: દજજાલના ફિતનાથી, જે અંતિમ સમયમાં નીકળશે, જેના દ્વારા અલ્લાહ પોતાના બંદાઓની કસોટી કરશે, ખાસ કરીને અહીંયા તેનો ઉલ્લેખ તેની ભવ્ય પથભ્રષ્ટતા અને ફિતનાના કારણે કરવામાં આવ્યો છે.
Benefits
કબરમાં અઝાબ થવો એ સાબિત છે અને સત્ય છે.
આ ફિતનાનો ભય અને તેનાથી અલ્લાહ પાસે પનાહ માંગવાની મહત્ત્વતા.
દજ્જાલનું નીકળવું સત્ય છે અને તેનો ફિતનો સૌથી મહાન છે.
છેલ્લા તશહ્હુદમાં આ દુઆ પઢવી જાઈઝ છે.
સત્કાર્યો કર્યા પછી દુઆ માંગી શકાય છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

