સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુ લિલ્લાહિ, વલા ઇલાહ ઇલ્ લલ્લાહ, વલ્લાહુ અકબર" (અલ્લાહ પવિત્ર છે, દરેક પ્રકારની પ્રસંશા અલ્લાહ માટે જ છે, અને અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી, અને અલ્લાહ સૌથી મોટો છે) આ શબ્દો કહેવા મારી નજીક તે દરેક વસ્તુ કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે જેના પર સૂર્યોદય થાય છે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «"સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુ લિલ્લાહિ, વલા ઇલાહ ઇલ્ લલ્લાહ, વલ્લાહુ અકબર" (અલ્લાહ પવિત્ર છે, દરેક પ્રકારની પ્રસંશા અલ્લાહ માટે જ છે, અને અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી, અને અલ્લાહ સૌથી મોટો છે) આ શબ્દો કહેવા મારી નજીક તે દરેક વસ્તુ કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે જેના પર સૂર્યોદય થાય છે».
Explanation
"સુબ્હાનલ્લાહ" આ શબ્દ દ્વારા અલ્લાને દરેક ખામીથી સંપૂર્ણ પાક કહેવામાં આવે છે.
"અલ્ હમ્દુ લિલ્લાહ" અલ્લાહની તે પ્રસંશા છે તે પોતાના દરેક ગુણોમાં સંપૂર્ણ છે, અને સાથે સાથે તેની મોહબ્બત અને સન્માન પણ હોય.
"લા ઇલાહ ઇલ્ લલ્લાહ" અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી.
"અલ્લાહુ અકબર" દરેક વસ્તુ કરતા મોટો અને શક્તિશાળી છે.
Benefits
વધુમાં વધુ ઝિક્ર કરવા પર પ્રોત્સાહન આપવું; કારણકે તેના દ્વારા ઘણો બદલો અને કૃપા પ્રાપ્ત થાય છે.
દુનિયાનો સામાન થોડોક જ છે અને મનેચ્છાઓ ખત્મ થનારી છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

