જો કોઈ કોમ એવી સભામાં બેસશે, જેમાં તેમણે અલ્લાહનો ઝિક્ર ન કર્યો હોય અને ન તો તેના નબી પર દરૂદ પઢયું હોય, તો આ બેઠક તેમના માટે નુકસાન કારક સાબિત થશે, પછી જો અલ્લાહ ઈચ્છશે તો તેમને અઝાબ આપશે અને ઈચ્છશે તો તેમને માફ કરી દેશે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «જો કોઈ કોમ એવી સભામાં બેસશે, જેમાં તેમણે અલ્લાહનો ઝિક્ર ન કર્યો હોય અને ન તો તેના નબી પર દરૂદ પઢયું હોય, તો આ બેઠક તેમના માટે નુકસાન કારક સાબિત થશે, પછી જો અલ્લાહ ઈચ્છશે તો તેમને અઝાબ આપશે અને ઈચ્છશે તો તેમને માફ કરી દેશે».
Explanation
Benefits
તે મજલિસોની મહત્ત્વતા જેમાં અલ્લાહ તઆલાનો ઝિક્ર કરવામાં આવે છે, અને નબી ﷺનો ઝિક્ર કરવામાં આવે છે, અને જે મજલિસોમાં અલ્લાહનો અને તેના પયગંબરનો ઝિક્ર કરવામાં નથી આવતો તો તે મજલિસો કયામતના દિવસે અભદ્ર મજલિસો હશે.
અલ્લાહની યાદથી ગાફેલ થવાના કારણે જે ચેતવણી વર્ણન કરવામાં આવી છે, તે ફક્ત મજલિસ માટે નથી, પરંતુ તે ચેતવણી સામાન્ય છે, અર્થાત્ દરેક લોકો માટે છે, ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: જે વ્યક્તિ પણ કોઈ જગ્યાએ બેસે, તો તેના માટે યોગ્ય નથી કે અલ્લાહનો ઝિક્ર કર્યા વગર ઊભો થઈ જાય.
કયામતના દિવસે તેમને જે દુ:ખ પ્રાપ્ત થશે: તે અલ્લાહનું અનુસરણ કરી ફાયદો ન ઉઠાવી શક્યા અને સવાબ પ્રાપ્ત ન કરી શક્યા અથવા અલ્લાહની અવજ્ઞા કરી સમય પસાર કરવાના કારણે.
આ ચેતવણી જો યોગ્ય મજલિસો બાબતે આપવામાં આવી છે, તો હરામ મજલિસો બાબતે શું પરિણામ હશે, જેમાં અપશબ્દો, નિંદા અને ચાડી કરવી શામેલ હોય છે?!
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

