જે વ્યક્તિ "બિસ્મિલ્લાહિલ્લઝી લા યઝુર્રુ મઅસ્મિહી શૈઉન ફિલ્ અર્ઝિ વલા ફિસ્ સમાઇ વ હુવસ્ સમીઉલ્ અલીમ" અર્થ: અલ્લાહના નામથી શરૂ કરું છું, અલ્લાહના નામ સાથે જમીન અને આકાશમાં કોઈ વસ્તુ તકલીફ પહોંચાડી શકતી નથી, તે બધું જ સાંભળવવાળો અને જાણવાવાળો છે, જે વ્યક્તિ સાંજે ત્રણ વખત આ દુઆ પઢી લેશે, તો તેને સવાર સુધી અચાનક કોઈ તકલીફ નહિ પહોંચે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબાન બિન ઉષ્માન રિવાયત કરે છે તેઓ કહે છે: મેં ઉષ્માન બિન અફ્ફાન રઝી અલ્લાહુ અન્હુને કહેતા સાંભળ્યા, તેઓ કહે છે કે મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિ "બિસ્મિલ્લાહિલ્લઝી લા યઝુર્રુ મઅસ્મિહી શૈઉન ફિલ્ અર્ઝિ વલા ફિસ્ સમાઇ વ હુવસ્ સમીઉલ્ અલીમ" અર્થ: અલ્લાહના નામથી શરૂ કરું છું, અલ્લાહના નામ સાથે જમીન અને આકાશમાં કોઈ વસ્તુ તકલીફ પહોંચાડી શકતી નથી, તે બધું જ સાંભળવવાળો અને જાણવાવાળો છે, જે વ્યક્તિ સાંજે ત્રણ વખત આ દુઆ પઢી લેશે, તો તેને સવાર સુધી અચાનક કોઈ તકલીફ નહિ પહોંચે, અને જે સવારમાં ત્રણ વખત આ દુઆ પઢી લેશે, તેને સાંજ સુધી અચાનક કોઈ તકલીફ નહીં પહોંચે», કહ્યું: અબાન બિન ઉષ્માનને લકવાની બીમારી થઈ, તે વ્યક્તિ આવ્યો, જેણે અબાન બિન ઉષ્માન દ્વારા આ હદીષ સાંભળી હતી, અને કહ્યું, આ તમને શું થઈ ગયું, (આ હદીષ તમે રિવાયત કરી છે, છતાંય) અબાને કહ્યું: અલ્લાહની કસમ મેં ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુએ વિશે જૂઠું નથી કહ્યું અને ન તો ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિશે જૂઠું કહ્યું છે, પરંતુ મને જે દિવસે લકવો માર્યો, તે દિવસે આમ ન થાત પરંતુ તે દિવસે ખૂબ ગુસ્સામાં હતો અને આ દુઆ પઢવાનું ભૂલી ગયો હતો.
Explanation
જે વ્યક્તિ સાંજે ત્રણ વખત આ દુઆ પઢી લેશે, તો તેને સવાર સુધી અચાનક કોઈ તકલીફ નહિ પહોંચે, અને જે સવારમાં ત્રણ વખત આ દુઆ પઢી લેશે, તેને સાંજ સુધી અચાનક કોઈ તકલીફ નહીં પહોંચે,
અબાન બિન ઉષ્માન આ હદીષ રિવાયત કરનાર તાબઇને લકવો મારી ગયો, શરીરનો એક ભાગ કામ કરતો બંધ થઈ ગયો, એક વ્યક્તિ જેણે આ હદીષ અબાન બિન ઉષ્માન દ્વારા સાંભળી હતી, આશ્ચર્યચકિત થઈ આવ્યો! તે વ્યક્તિએ કહ્યું: આ તમને શું થઈ ગયું?! તેમણે જવાબ આપ્યો અલ્લાહની કસમ! મેં ઉષ્માન વિશે જૂઠું નથી કહ્યું અને ન તો ઉષ્માન બિન અફાફન રઝી અલ્લાહુ અન્હુએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિશે જૂઠું કહ્યું છે, પરંતુ જે દિવસે મને લકવો માર્યો, તે દિવસે અલ્લાહએ મારા ભાગ્યમાં લખ્યું હશે, તે દિવસે હું ગુસ્સામાં હતો, અને આ દુઆ પઢવાનું ભૂલી ગયો હતો.
Benefits
તાબઇ લોકોનું અલ્લાહ પર યકીન, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા વર્ણવેલ વાતની પુષ્ટિ.
સવાર અને સાંજ સુધી ઝિક્ર મર્યાદિત કરવાનો એક ફાયદો એ છે કે એક મુસલમાનની બેદરકારીને દૂર કરવી અને તેને સતત યાદ અપાવવું કે તે અલ્લાહ તઆલાનો બંદો છે.
અલ્લાહનો ઝિકર કરનાર જેટલું યકીન સાથે અલ્લાહનો ઝિકર કરશે, ઇખ્લાસ સાથે, હાજર દિલ સાથે તેટલો જ તેને આ ઝિક્રનો ફાયદો તેમજ અસર જોવા મળશે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

