અઝ્હિબિલ્ બઅસ, રબ્બન્નાસ, વશ્ફિ અન્તશ શાફી, લા શિફાઅ ઇલ્લા શિફાઉક, શિફાઅન્ લા યુગાદિરુ સકમન્" અર્થ: તકલીફોને દૂર કરી દે, હે માનવીઓના પાલનહાર! તેને તંદુરસ્તી આપ, તું જ તંદુરસ્તી આપનાર છે, તંદુરસ્તી તે જ છે, જે તારા તરફથી હોય, એવી તંદુરસ્તી આપ કે જેના પછી સહેજ પણ બીમારી બાકી ન રહે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે કોઈ બિમારની ખબરઅંતર લેતા તો આ દુઆ પઢતા: «"અઝ્હિબિલ્ બઅસ, રબ્બન્નાસ, વશ્ફિ અન્તશ શાફી, લા શિફાઅ ઇલ્લા શિફાઉક, શિફાઅન્ લા યુગાદિરુ સકમન્" અર્થ: તકલીફોને દૂર કરી દે, હે માનવીઓના પાલનહાર! તેને તંદુરસ્તી આપ, તું જ તંદુરસ્તી આપનાર છે, તંદુરસ્તી તે જ છે, જે તારા તરફથી હોય, એવી તંદુરસ્તી આપ કે જેના પછી સહેજ પણ બીમારી બાકી ન રહે».
Explanation
Benefits
બીમારની ખબરગીરી કરવી તે મુસલમાનોના એકબીજા પર જરૂરી અધિકારો માંથી છે અને ઘરવાળાઓ તો વધુ હક ધરાવે છે.
જ્યારે બીમારની ખબરગીરી કરવા જાઓ, તો પવિત્ર સુન્નત દ્વારા સાબિત દુઆ પઢવા પર પ્રોત્સાહન આપ્યું છે.
કુરઆન અને સુન્નતથી સાબિત દુઆ શરઇ રુકિય્યહ કરવા પર આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ માર્ગદર્શન આપ્યું છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતે જ્યારે બીમાર રહેતા તો આ દમ કરતા હતા, એવી જ રીતે ઘરવાળાઓ માંથી કોઈ બીમાર હોતું, તો આપ દમ કરતા હતા અને એ સિવાય કોઈ પણ બીમાર વ્યક્તિ પર દમ કરતા હતા.
ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: બીમારની તંદુરસ્તી માટે દુઆ કરવી, જો કે હદીષમાં વર્ણન થયા મુજબ, તો બીમારી ગુનાહોના કફ્ફારોનો એક મોટો સ્ત્રોત છે, તો આ કેમ, તેનો જવાબ એ છે કે દુઆ કરવી એક ઈબાદત છે, તે સવાબ અથવા કફ્ફારા વિરુદ્ધ નથી; કારણકે તેને બીમારી પહોંચતા જ તેના સબર કરવા પર મળે છે, દુઆ કરનાર બે નેકીઓ વચ્ચે હોય છે: તે તેને ફાયદો પહોંચાડશે અથવા તો તેના તરફ કોઈ ફાયદો ખેંચી લાવશે અથવા તો તેને કોઈ નુકસાનથી બચવાશે, આ દરેક અલ્લાહની કૃપા છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

