HadeethEnc · 1.26.0
દુઆ જ ઈબાદત છે
Available translations
Choose an available translation of this Hadeeth
01
Hadeeth text
નૌમાન બિન બશીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «દુઆ જ ઈબાદત છે», પછી આપ ﷺ એ આ આયત પઢી: «{અને તમારા પાલનહારનો આદેશ છે કે તમે મને પોકારો, હું તમારી દુઆ કબૂલ કરીશ, નિ:શંક જે લોકો મારી બંદગીથી ઘમંડ કરે છે, તે નજીકમાં જ અપમાનિત થઇ જહન્નમમાં પહોંચી જશે}. [ગોફિર: ૬૦]».
02
Explanation
આપ ﷺ એ જણાવ્યું કે દુઆ જ ઈબાદત છે, એટલા માટે દુઆ ફક્ત અલ્લાહ પાસે જ કરવામાં આવે, ભલે તે દુઆ કેવી પણ હોય, કે જેમાં અલ્લાહ પાસે કઈ પણ માંગવામાં આવે, જેમકે અલ્લાહ પાસે દુનિયા અને આખિરતની લાભદાયી વસ્તુઓ માંગવામાં આવે, અને એવી વસ્તુઓથી પનાહ માંગવામાં આવે જે તેના માટે દુનિયા અને આખિરતમાં નુકસાનકારક હોય, અથવા દુઆ એવી હોય જે ઈબાદતના રૂપમાં કરવામાં આવે, જેમકે તે દરેક જાહિરિ અને બાતેં કાર્ય જે અલ્લાહને પસંદ હોય, તથા હાર્દિક, શારીરિક અને આર્થિક ઈબાદત.
પછી આપ ﷺ એ એક આયત દ્વારા પુષ્ટિ કરી અને કહ્યું: અલ્લાહ તઆલા એ કહ્યું: {તમે મને પોકારો, હું તમારી દુઆ કબૂલ કરીશ, નિ:શંક જે લોકો મારી બંદગીથી ઘમંડ કરે છે, તે નજીકમાં જ અપમાનિત થઇ જહન્નમમાં પહોંચી જશે}.
પછી આપ ﷺ એ એક આયત દ્વારા પુષ્ટિ કરી અને કહ્યું: અલ્લાહ તઆલા એ કહ્યું: {તમે મને પોકારો, હું તમારી દુઆ કબૂલ કરીશ, નિ:શંક જે લોકો મારી બંદગીથી ઘમંડ કરે છે, તે નજીકમાં જ અપમાનિત થઇ જહન્નમમાં પહોંચી જશે}.
03
Benefits
દુઆ ખરેખર એક મૂળ ઈબાદત છે, એટલા માટે અલ્લાહ સિવાય કોઈના માટે કરવી જાઈઝ નથી.
દુઆ કરવામાં અલ્લાહની સાચી ઈબાદત અને તેના બેનિયાજ હોવાની તેમજ તેની સંપૂર્ણ કુદરતની દલીલ જોવા મળે છે તેમજ બંદાઓનું મોહતાજ હોવું પણ શામેલ છે.
અલ્લાહની ઈબાદત સામે ઘમંડ કરવું અને દુઆ કરવાનું છોડી દેવાવાળા વ્યક્તિને સખત ચેતવણી આપી છે, અને જે લોકો અલ્લાહ સામે દુઆ કરવામાં ઘમંડ કરે છે તેઓ અપમાનિત થઈ જહન્નમમાં દાખલ થશે.

Attribution
[આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]
Categories
Share
Share hadeeth
Sharing options · 0 Total shares