તે વ્યક્તિ અમારા માંથી નથી, જે ગાલ પર મારે, કપડાં ફાડે અને અજ્ઞાનતાના સમય જેવી વાતો કરે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબ્દુલ્લાહ બિન મુગફ્ફલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે વ્યક્તિ અમારા માંથી નથી, જે ગાલ પર મારે, કપડાં ફાડે અને અજ્ઞાનતાના સમય જેવી વાતો કરે».
Explanation
પહેલું: જે ગાલ પર મારે, ચહેરા પર વધારે પડતો એરિયો ગાલનો છે, એટલે ગાલનું વર્ણન કરવામાં આવ્યું, નહીં તો ચહેરાનો પણ સમાવેશ થાય છે, ચહેરા પર પણ મારવાથી રોક્યા છે.
બીજું: કપડાંમાં કાણું કરી સખત રીતે તેમાંથી માથું કાઢવાની કોશિશ કરવી.
ત્રીજું: અજ્ઞાનતાના સમયની અવાજો, જેવા કે હાય, હલાકત, ચીખવું વગેરે.
Benefits
મુસીબત પર સબર કરવું જરૂરી છે, અલ્લાહની તકદીર પર નાખુશ થવું હરામ છે, અને જોર જોરથી રડવું, ચીસો પાડવી, ગાલ પર મારવું અને કપડાં ફાડવા વગેરે..
એવી બાબતોમાં અજ્ઞાનતામાં ચાલતા અમલનું અનુસરણ કરવું હરામ છે, જેના પર શરીઅતે રોક લગાવી હોય.
દુઃખ અને રડવામાં કોઈ વાંધો નથી, અને તે અલ્લાહના નિર્ણય પર સબર કરવાના વિરુદ્ધમાં નહીં ગણાય, જો કે આ તો એક રહમત છે, જે અલ્લાહ તઆલાએ સંબંધી પ્રત્યે લોકોના દિલોમાં રાખી છે.
મુસલમાન માટે જરૂરી છે કે તે અલ્લાહની ખુશી પર ખુશ થાય અને તે ખુશ ન થાય તો તેના પર સબર કરવું જરૂરી છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

