આ સાચી વાત તે હોય છે જિન આકાશ માંથી જાણી લાવે છે અને પોતાના સાથી જ્યોતિષને કાનમાં એવી રીતે જણાવે છે કે જે રીતે એક મરઘી કુકડેકુક કરે છે એ રીતે જણાવી દે છે, અને તેઓ તેમાં પોતાની સો જૂઠી વાતો ભેળવી દે છે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેણી કહે છે: કેટલાક લોકોએ નબી ﷺ પાસે જ્યોતિષીઓ વિશે સવાલ કર્યો, તો નબી ﷺ એ કહ્યું: તેમની વાતોમાં કોઈ સત્યતા નથી, લોકોએ કહ્યું કે હે અલ્લાહના રસૂલ ! તેઓ કેટલીક વખત અમને તે વાતો જણાવે છે જે સાચી થઈ જાય છે? તો નબી ﷺ એ કહ્યું: «આ સાચી વાત તે હોય છે જિન આકાશ માંથી જાણી લાવે છે અને પોતાના સાથી જ્યોતિષને કાનમાં એવી રીતે જણાવે છે કે જે રીતે એક મરઘી કુકડેકુક કરે છે એ રીતે જણાવી દે છે, અને તેઓ તેમાં પોતાની સો જૂઠી વાતો ભેળવી દે છે».
Explanation
આ સાંભળી સહાબાઓએ કહ્યું: તેમની વાતો ક્યારેક ક્યારેક સાચી થઈ જાય છે, જેવું કે તેઓ ગેબ વિશે જણાવતા હોય છે કે આ મહિનામાં આ વસ્તુ થશે, આ દિવસે આ પ્રમાણે થશે, તો તે થઈ જાય છે.
તો નબી ﷺ એ જણાવ્યું કે જિન આકાશની ખબરો માંથી અમુક વાતો જાણી લે છે, અને તે જિન પોતાના જ્યોતિષ દોસ્ત પાસે આવી તેને કાનમાં કહી દે છે, ફરી તે જ્યોતિષ જિને કહેલી વાતોમાં સો જૂઠી વાતો ઉમેરો કરે છે.
Benefits
નબી ﷺ ને પયગંબર બનાવ્યા પછી, શૈતાનોથી આકાશોને સુરક્ષિત કરી દીધા, ત્યાર બાદ તેમના માટે વહી અથવા અન્ય ખબરોને સાંભાળવું શક્ય ન રહ્યું, જો કોઈ તારાઓથી બચીને સાંભળી લે તો અલગ વાત છે.
જિન માનવીઓ માંથી કેટલાક લોકોને પોતાના દોસ્ત બનાવે છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

