HadeethEnc · 1.26.0
તેના માલ માંથી સારી રીતે લો, જે તમારા અને તમારી સંતાન માટે પૂરતું હોય
Available translations
Choose an available translation of this Hadeeth
01
Hadeeth text
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અબૂ સુફિયાનની પત્ની હિન્દ બિન્તે ઉત્બહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવી, અને કહ્યું: અબૂ સુફિયાન એક કંજૂસ વ્યક્તિ છે, તે મને એટલો ખર્ચો નથી આપતા, જે મારા અને મારી સંતાન માટે પૂરતો થઈ જાય, સિવાય એ કે જે ખર્ચો હું તેમને જણાવ્યા વગર તેમના માલ માંથી લઈ લઉં, શું આમ કરવામાં મારા પર કોઈ ગુનાહ છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેના માલ માંથી સારી રીતે લો, જે તમારા અને તમારી સંતાન માટે પૂરતું હોય».
02
Explanation
હિન્દ બિન્તે ઉત્બહ રઝી અલ્લાહુ અન્હા પોતાના પતિ અબૂ સુફિયાન વિષે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે સલાહ લેવા માટે આવ્યા કે તે એક કંજૂસ વ્યક્તિ છે, તેમજ તેઓ પોતાના માલના ખૂબ જ લોભયા પણ છે, મને એટલો ખર્ચો નથી આપતા જેટલો મારા અને મારી સંતાન માટે પૂરતો થઈ જાય, સિવાય એ કે જે માલ હું તેમની માહિતી વગર લઈ લઉં, શું આમ કરવાથી મારા પર કોઈ ગુનાહ છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેના માલ માંથી પોતાના અને પોતાની સંતાન માટે એટલું લઈ લો જેટલું સામાન્ય રૂપે પૂરતું થઈ જાય, ભલેને તે જાણતા ન હોય.
03
Benefits
પત્ની અને બાળકોને ખર્ચો આપવો જરૂરી છે.
ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આ શબ્દનો અર્થ: "તેના માલ માંથી એટલું લઇ લો જેટલું સામન્ય રૂપે પૂરતું થઈ જાય", તેમનું તે વાત તરફ તેમનું માર્ગદશન કર્યું જેમાં શરીઅતનો કોઈ નિયમ નથી.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ દ્વારા કોઈ વ્યક્તિ વિષે એવી વાત વર્ણન કરવી જે તેને પસંદ ન હોય, સાબિત થાય છે, અને જો તે ફતવો પૂછવા માટે અથવા ફરિયાદ કરવા વગેરે જેવી બાબતો વિષે હોય તો, આ તે જગ્યાઓ માંથી છે જ્યાં ગીબત કરવાની છૂટ છે.
ઈમામ કુર્તુબી રહિમહુલ્લાહએ કહ્યું: હિન્દ બિન્તે ઉત્બહની વાતનો એ અર્થ ન હતો કે અબૂ સુફિયાન પોતાની દરેક બાબતોમાં કંજૂસ છે, તેમણે તેમની સાથે થતી સ્થિતિનું વર્ણન કર્યું, કે તેઓ તેમની અને તેમના બાળકોની સાથે કંજુસાઈ કરે છે, તેના દ્વારા સંપૂર્ણ બાબતોમાં કંજુસાઈ સાબિત થતી નથી, કારણકે કેટલાક પોતાના પરિવાર સાથે આમ કરતાં હોય છે પરંતુ બીજી જગ્યાએ હક જતાવવા માટે ખર્ચ કરતાં હોય છે.

Attribution
[મુત્તફકુન્ અલયહિ]
Categories
Share
Share hadeeth
Sharing options · 0 Total shares