મારા મિત્રો, સર્વશક્તિમાન અલ્લાહ પ્રત્યેની આપણી શુક્રગુજારીનો એક ભાગ એ છે કે આપણે તેને સૌથી પ્રિય એવા આમાલથી તેની બંદગી કરીએ છીએ, જે નમાઝ છે.
મારા મિત્રો, સર્વશક્તિમાન અલ્લાહ પ્રત્યેની આપણી શુક્રગુજારીનો એક ભાગ એ છે કે આપણે તેને સૌથી પ્રિય એવા આમાલથી તેની બંદગી કરીએ છીએ, જે નમાઝ છે. અલ્લાહ સર્વશક્તિમાને કહ્યું: નમાઝ અને મધ્ય નમાઝની...
મારા મિત્રો, સર્વશક્તિમાન અલ્લાહ પ્રત્યેની આપણી શુક્રગુજારીનો એક ભાગ એ છે કે આપણે તેને સૌથી પ્રિય એવા આમાલથી તેની બંદગી કરીએ છીએ, જે નમાઝ છે.
મારા મિત્રો, સર્વશક્તિમાન અલ્લાહ પ્રત્યેની આપણી શુક્રગુજારીનો એક ભાગ એ છે કે આપણે તેને સૌથી પ્રિય એવા આમાલથી તેની બંદગી કરીએ છીએ, જે નમાઝ છે.
અલ્લાહ સર્વશક્તિમાને કહ્યું: નમાઝ અને મધ્ય નમાઝની હિફાઝત કરો, અને અલ્લાહના ફરમાબરદાર રહો.
પરંતુ શું તમે જાણો છો, મારા મિત્રો, નમાઝ કેવી રીતે અદા કરવી?
નમાઝ અદા કરતા પહેલા, આપણે ઘણી વસ્તુઓ સાથે તૈયારી કરવી જોઈએ.
નમાઝ ને વુઝુ કરીને, પાક કપડાં પહેરીને, પાક જગ્યાએ ઊભા રહીને અને કિબલા તરફ મોઢું રાખીને અદા કરવામાં આવે છે.
અને પછી:
હું મારા દિલમાં નમાઝ અદા કરવાનો ઇરાદો કરું છું, પછી હું મારા હાથ મારા કાન સુધી ઊંચા કરીને કહું છું: “અલ્લાહુ અકબર,"
પછી હું મારો જમણો હાથ મારા ડાબા ઉપર મારી છાતી પર રાખું છું અને અલ-ફાતિહાની તિલાવત કરું છું, પછી હું કુરાનમાંથી જે પણ ઈચ્છું તેની તિલાવત કરી શકું.
પછી હું : “અલ્લાહુ અકબર," કહીને રુકુઅ કરું છું , હું ત્રણ વખત કહું છું: “સુબ્હાન રબ્બિયલ અઝીમ ".
રુકુઅ પછી સીધા ઉભા થઈ, કહું છું: “સમીઅલ્લાહુલિમન હમીદહ, રબ્બના વ લકલ હમ્દ."
પછી હું : “અલ્લાહુ અકબર” એમ કહીને સજદો કરું છું અને સજદા માં ત્રણ વખત કહું છું, “સુબ્હાન રબ્બિયલ આલા”.
પછી હું સીધો બેસીને, "અલ્લાહુ અકબર" કહું છું અને કહું છું, “રબ્બિગ ફિરલી, વ રહમની, વ આફીની, વ રઝુકની."
પછી હું ફરીથી સજદો કરું છું, “સુબ્હાન રબ્બિયલ આલા" ત્રણ વખત કહું છું.
પછી હું બીજી રકાત માટે ઉભો થઈ જાઉં છું અને બરાબર તે જ કરું છું જે મેં પ્રથમ રકાતમાં કર્યું હતું, પરંતુ બીજા સજદા પછી હું બેસીને તશાહુદ કહું છું જ્યાં સુધી હું તેને પૂરું ન કરું.
હું મારું માથું જમણી તરફ વાળું છું અને અસ્સલામુ અલયકુમ વ રહમતુલ્લાહ કહું છું: અને પછી ડાબી તરફ વાળું છું અને ફરીથી અસ્સલામુ અલયકુમ વ રહમતુલ્લાહ કહું છું.
જો નમાઝ મગરીબની જેમ ત્રણ રકાતની હોય, તો હું પ્રથમ તશાહુદ પછી ત્રીજી રકાત માટે ઉભો થાઉં છું.
હું ફક્ત અલ-ફાતિહાની તિલાવત કરું છું, પછી હું રુકુઅ અને સજદો કરું છું અને અંતિમ તશાહુદ માટે બેસું છું
અથવા હું ચોથી રકાત માટે ઉભો છું જો નમાઝ ચાર રકાત હોય, જેમ કે ઝોહરા, અસર, અને ઈસાની નમાઝ, પછી હું બેસીને સંપૂર્ણ તશાહુદ કહું, પછી હું મારી જમણી બાજુએ સલામ કહું છું, “અસ્સલામુ અલયકુમ વ રહમતુલ્લાહ ," અને મારી ડાબી બાજુએ, “અસ્સલામુ અલયકુમ વ રહમતુલ્લાહ"
આમ, આપણે અલ્લાહને સાચી રીતે નમાઝ અદા કરી શકીએ છે.
અલ્લાહ તેને અમારી પાસેથી અને તમારા તરફથી કબુલ કરે, અને અલ્લાહની શાંતિ અને દયા તમારા પર રહે.
File | Action |
---|---|
صورة واتساب بتاريخ 2024-08-20 في 13.44.42_b33db620.jpg | Download |
મારા મિત્રો, સર્વશક્તિમાન અલ્લાહ પ્રત્યેની આપણી શુક્રગુજારીનો એક ભાગ એ છે કે આપણે તેને સૌથી પ્રિય એવા આમાલથી તેની બંદગી કરીએ છીએ, જે નમાઝ છે.
Scan QR Code | Use a QR Code Scanner to fast download directly to your mobile device