الجمعة

 

Al-Jumu'ah

 

The Congregation, Friday

1 - Al-Jumu'ah (The Congregation, Friday) - 001

يُسَبِّحُ لِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِ ٱلۡمَلِكِ ٱلۡقُدُّوسِ ٱلۡعَزِيزِ ٱلۡحَكِيمِ
૧. આકાશો અને ધરતીમાં જે કઈ સર્જન છે, તે દરેક અલ્લાહ તઆલાની તસ્બીહ કરી રહી છે, (જે) બાદશાહ, અત્યંત પવિત્ર (છે). વિજયી અને હિકમતવાળો છે.

2 - Al-Jumu'ah (The Congregation, Friday) - 002

هُوَ ٱلَّذِي بَعَثَ فِي ٱلۡأُمِّيِّـۧنَ رَسُولٗا مِّنۡهُمۡ يَتۡلُواْ عَلَيۡهِمۡ ءَايَٰتِهِۦ وَيُزَكِّيهِمۡ وَيُعَلِّمُهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡحِكۡمَةَ وَإِن كَانُواْ مِن قَبۡلُ لَفِي ضَلَٰلٖ مُّبِينٖ
૨. તે જ છે, જેણે અભણ લોકોમાં તેમના માંથી જ એક પયગંબર મોકલ્યા, જે તેમને (કુરઆન)ની આયતો સંભળાવે છે અને તેમને પવિત્ર કરે છે અને તેઓને કિતાબ (કુરઆન) તથા હિકમત શિખવાડે છે, તેઓ આ પહેલા ખુલ્લી ગુમરાહીમા હતા.

3 - Al-Jumu'ah (The Congregation, Friday) - 003

وَءَاخَرِينَ مِنۡهُمۡ لَمَّا يَلۡحَقُواْ بِهِمۡۚ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ
૩. અને (આ પયગંબર,જે લોકો તરફ મોકલવામાં આવ્યા છે) તેમના માંથી કેટલાક અન્ય લોકો પણ છેમ જેઓ તેમની સાથે હજુ સુધી નથી મળ્યા, અને તે જ વિજયી અને હિકમતવાળો છે.

4 - Al-Jumu'ah (The Congregation, Friday) - 004

ذَٰلِكَ فَضۡلُ ٱللَّهِ يُؤۡتِيهِ مَن يَشَآءُۚ وَٱللَّهُ ذُو ٱلۡفَضۡلِ ٱلۡعَظِيمِ
૪. આ અલ્લાહની કૃપા છે, જેના પર ઇચ્છે તેના પર પોતાની કૃપા કરે છે અને અલ્લાહ તઆલા ખૂબ જ કૃપાળુ છે.

5 - Al-Jumu'ah (The Congregation, Friday) - 005

مَثَلُ ٱلَّذِينَ حُمِّلُواْ ٱلتَّوۡرَىٰةَ ثُمَّ لَمۡ يَحۡمِلُوهَا كَمَثَلِ ٱلۡحِمَارِ يَحۡمِلُ أَسۡفَارَۢاۚ بِئۡسَ مَثَلُ ٱلۡقَوۡمِ ٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِ ٱللَّهِۚ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّـٰلِمِينَ
૫. જે લોકોને તૌરાત આપવામાં આવી પરતું તે લોકો તેનો ભાર ઉઠાવી ન શક્યા,તેમનું ઉદાહરણ તે ગધેડા જેવું છે,જેણે ઘણી જ પુસ્તકો ઉઠાવેલી હોય. આના કરતા પણ વધારે ખરાબ ઉદાહરણ તે લોકોનું છે, જે લોકોએ અલ્લાહની આયતોને જુઠલાવી દીધી, અને અલ્લાહ જાલિમ લોકોને હિદાયત નથી આપતો.

6 - Al-Jumu'ah (The Congregation, Friday) - 006

قُلۡ يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ هَادُوٓاْ إِن زَعَمۡتُمۡ أَنَّكُمۡ أَوۡلِيَآءُ لِلَّهِ مِن دُونِ ٱلنَّاسِ فَتَمَنَّوُاْ ٱلۡمَوۡتَ إِن كُنتُمۡ صَٰدِقِينَ
૬. (હે પયગંબર!) તમે તેમને કહીં દો કે હે યહુદીઓ! જો તમે એવું વિચારતા હોય કે ફક્ત તમે અલ્લાહના દોસ્ત છો, તો તમે મૃત્યુની ઇચ્છા કરો, જો તમે સાચા હોય.

7 - Al-Jumu'ah (The Congregation, Friday) - 007

وَلَا يَتَمَنَّوۡنَهُۥٓ أَبَدَۢا بِمَا قَدَّمَتۡ أَيۡدِيهِمۡۚ وَٱللَّهُ عَلِيمُۢ بِٱلظَّـٰلِمِينَ
૭. આ લોકો કદાપિ મૃત્યુની ઇચ્છા નહીં કરે, પોતાના અતે કાર્યોના કારણે, જે તેઓ કરી ચુક્યા છે, અને જાલિમ લોકોને ખૂબ જાણે છે.

8 - Al-Jumu'ah (The Congregation, Friday) - 008

قُلۡ إِنَّ ٱلۡمَوۡتَ ٱلَّذِي تَفِرُّونَ مِنۡهُ فَإِنَّهُۥ مُلَٰقِيكُمۡۖ ثُمَّ تُرَدُّونَ إِلَىٰ عَٰلِمِ ٱلۡغَيۡبِ وَٱلشَّهَٰدَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ
૮. તમેં તેમને કહીં દો કે જે મૃત્યુથી તમે ભાગતા ફરો છો તે તો તમને આવીને જ રહેશે, પછી તમે દરેક છુપી તથા ખુલ્લી (વાતો) નો જાણનાર (અલ્લાહ) ની તરફ પાછા ફેરવવામાં આવશો. અને તે તમારા કરેલા દરેક કાર્યો બતાવી દેશે.

9 - Al-Jumu'ah (The Congregation, Friday) - 009

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا نُودِيَ لِلصَّلَوٰةِ مِن يَوۡمِ ٱلۡجُمُعَةِ فَٱسۡعَوۡاْ إِلَىٰ ذِكۡرِ ٱللَّهِ وَذَرُواْ ٱلۡبَيۡعَۚ ذَٰلِكُمۡ خَيۡرٞ لَّكُمۡ إِن كُنتُمۡ تَعۡلَمُونَ
૯. હે ઇમાનવાળાઓ! જુમ્અહના દિવસે નમાઝ માટે અઝાન આપવામાં આવે તો તમે અલ્લાહના ઝિકર તરફ ભાગો અને લે-વેચ છોડી દો, આ તમારા માટે ખૂબ જ ઉત્તમ છે, જો તમે જાણતા હોવ.

10 - Al-Jumu'ah (The Congregation, Friday) - 010

فَإِذَا قُضِيَتِ ٱلصَّلَوٰةُ فَٱنتَشِرُواْ فِي ٱلۡأَرۡضِ وَٱبۡتَغُواْ مِن فَضۡلِ ٱللَّهِ وَٱذۡكُرُواْ ٱللَّهَ كَثِيرٗا لَّعَلَّكُمۡ تُفۡلِحُونَ
૧૦. પછી જ્યારે નમાઝ પુરી થઇ જાય તો ધરતી પર ફેલાઇ જાવ અને અલ્લાહની કૃપાને શોધો અને વધારે માં વધારે અલ્લાહને યાદ કરતા રહો, જેથી તમે સફળતા મેળવી લો.

11 - Al-Jumu'ah (The Congregation, Friday) - 011

وَإِذَا رَأَوۡاْ تِجَٰرَةً أَوۡ لَهۡوًا ٱنفَضُّوٓاْ إِلَيۡهَا وَتَرَكُوكَ قَآئِمٗاۚ قُلۡ مَا عِندَ ٱللَّهِ خَيۡرٞ مِّنَ ٱللَّهۡوِ وَمِنَ ٱلتِّجَٰرَةِۚ وَٱللَّهُ خَيۡرُ ٱلرَّـٰزِقِينَ
૧૧. અને જ્યારે તે લોકોએ કોઇ સોદો અથવા કોઇ તમાશો થતો જોયો, તો તેઓ તેની તરફ ભાગી ગયા અને તમને (એકલા) ઉભા રહેલા છોડી દીધા, તમે તેમને કહીં દો કે જે કઈ અલ્લાહ પાસે છે, તે આ રમત અને વેપારથી ઉત્તમ છે અને અલ્લાહ તઆલા જ ઉત્તમ રોજી આપનાર છે.

Scroll to Top