રેશમી અને દિબાજ (તે કાપડ જે મોટા રેશમથી બનાવવામાં આવ્યું હોય) ન પહેરો, અને સોના અને ચાંદીના વાસણમાં પાણી ન પીવો, અને ન તો તેની પ્લેટોમાં ખાઓ; કારણકે આ વસ્તુઓ (કાફિરો માટે) દુનિયામાં જ છે અને આપણાં માટે આખિરતમાં છે
અબ્દુર્ રહમાન બિન અબી લૈલા રિવાયત કરે છે કે તેઓ હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) પાસે હતા, તે જ સમયે તેમણે પીવા માટે પાણી માંગ્યું, તો એક મજૂસીએ તેમને (ચાંદીના વાસણમાં) પાણી લાવી આપ્યું, જ્યારે તેણે ગલાસ તેમના હાથમાં આપ્યો, તો તેમણે તેને ફેંકી દીધો, અન…

