તારી જબાન દરેક સમયે અલ્લાહનો ઝિક્ર કરતી રહે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબ્દુલ્લાહ બિન્ બુસ્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક વ્યક્તિ આવ્યો અને કહેવા લાગ્યો: હે અલ્લાહના પયગંબર! ઇસ્લામના આદેશો ઘણા છે, કોઈ એવો વ્યાપક અમલ જણાવો, જેને હું કાયમ અમલ કરતો રહું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તારી જબાન દરેક સમયે અલ્લાહનો ઝિક્ર કરતી રહે». મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા એક બીજી રિવાયતમાં છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી છેલ્લી મુલાકાત વખતે મેં પૂછ્યું: અલ્લાહની નજીક સૌથી પ્રિય અમલ કયો છે, અને અલ્લાહથી નિકટ કરનાર અમલ? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો: «તમારું મૃત્યુ એવી સ્થિતિમાં થાય કે તારી જબાન અલ્લાહનો ઝિક્ર કરતી હોય».
Explanation
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું કે હમેંશા તારી જબાન પર અલ્લાહનો ઝિક્ર હોવો જોઈએ, દરેક સમયે દરેક પરિસ્થિતિમાં; સુબ્હાનલ્લાહ, અલ્ હમ્દુ લિલ્લાહ, અને અસ્તગ્ફિરુલ્લાહ તેમજ આ પ્રમાણેના ઝિક્ર કરતાં રહો.
Benefits
અલ્લાહની ભવ્ય કૃપા કે સવાબ માટે સરળ સ્ત્રોત વર્ણન કર્યો.
નેકી અને ભલાઈના સ્ત્રોત બંદાઓમાં તફાવત.
જબાન પર અલ્લાહનો વધુ ઝિક્ર અર્થાત્ તસ્બીહ, તહમીદ, તહલીલ અને તકબીર એવી જ રીતે અન્ય અઝકાર, ઘણી નફીલ ઈબાદતોના બદલામાં છે.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સવાલ કરનારના સવાલ પર વિચાર કરી તેના પ્રમાણે જવાબ આપ્યો.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

