નિ:શંક ઉચ્ચ અલ્લાહએ કહ્યું: જે વ્યક્તિએ મારા કોઈ વલી (દોસ્ત) સાથે દુશ્મની કરી, તો હું તેના વિરુદ્ધ યુદ્ધની ઘોસણા કરું છું, મારી પાસે મેં અનિવાર્ય કરેલ કાર્યો કરતા વધારે પ્રિય કોઈ કાર્ય નથી, જેના વડે બંદો મારી નિકટતા પ્રાપ્ત કરે છે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નિ:શંક ઉચ્ચ અલ્લાહએ કહ્યું: જે વ્યક્તિએ મારા કોઈ વલી (દોસ્ત) સાથે દુશ્મની કરી, તો હું તેના વિરુદ્ધ યુદ્ધની ઘોસણા કરું છું, મારી પાસે મેં અનિવાર્ય કરેલ કાર્યો કરતા વધારે પ્રિય કોઈ કાર્ય નથી, જેના વડે બંદો મારી નિકટતા પ્રાપ્ત કરે છે, અને બંદો નફિલ કાર્યો દ્વારા પણ મારી નિકટતા પ્રાપ્ત કરી શકે છે, અહીં સુધી કે હું તેનાથી મોહબ્બત કરવા લાગુ છું, જ્યારે હું તેનાથી મોહબ્બત કરું છું, તો હું તેનો કાન બની જાઉં છું, જેનાથી તે સાંભળે છે, તેની આંખ બની જાઉં છું, જેનાથી તે જુવે છે, તેનો હાથ બની જાઉં છું, જેનાથી તે પકડે છે, તેનો પગ બની જાઉં છું, જેનાથી તે ચાલે છે, જો તે મારી પાસે માંગે, તો હું તેને જરૂર આપું છું, અને જો તે મારું શરણ માગે તો હું જરૂર તેને શરણ આપું છું».
Explanation
Benefits
અલ્લાહના વલીઓને ઇજા પહોંચાડવાથી રોકવામાં આવ્યા છે, અને તેમની મહાનતા સ્વીકારવા અને તેમની સાથે મોહબ્બત કરવા પર પ્રોત્સાહન આપ્યું છે.
આ હદીષમાં અલ્લાહના દુશ્મનો સાથે દુશ્મની કરવી અને તેમની સાથે સંબંધ રાખવાથી રોકવામાં આવ્યા છે.
જે વ્યક્તિ અલ્લાહની શરીઅતનું અનુસરણ કર્યા વિના તેના વલી હોવાનો દાવો કરે તો તે પોતાના દાવામાં જૂઠો છે.
અલ્લાહએ વાજિબ કરેલ કાર્યો કરી અને તેણે હરામ કરેલ કાર્યોથી બચીને અલ્લહનો વલી બની શકાય છે.
વાજિબ કાર્યો કરી, અને હરામ કાર્યોથી બચીને જો બંદો નાફિલ કાર્યો કરે તો તે તેના માટે અલ્લાહની મોહબ્બત પ્રાપ્ત કરવાનો અને દુઆઓ કબૂલ કરાવવાનો એક મહત્તમ સ્ત્રોત છે.
આ હદીષ વલીઓના સન્માન અને તેમના ઉચ્ચ દરજ્જાને દર્શાવે છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

