હું તમને અલ્લાહથી ડરવા, (શાસકની વાત) સાંભળવા, અને (તેમની) આજ્ઞાનું પાલન કરવાની વસિયત કરું છું, ભલે ને તમારો શાસક કોઈ ગુલામ પણ કેમ ન હોય, (યાદ રાખો!) તમારા માંથી જે (મારા પછી) જીવિત રહેશે તે ખરેખર ખૂબ વિવાદ જોશે, તમે મારી સુન્નત તથા સત્ય માર્ગ પર ચાલવાવાળા ચારેય ખલીફાની સુન્નતનું પાલન કરજો
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ નજીહ ઇરબાઝ બિન્ સારિયહ રઝી અલ્લાહુ વર્ણન કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને એક એવી નસિંહત કરી, જેનાથી અમારા હૃદયો ધ્રુજી ગયા અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, તો અમે કહ્યું: હે અલ્લાહના પયગંબર! આ એક વિદાય લેતા વ્યક્તિની સલાહ સૂચન હોય એમ લાગે છે, કૃપા કરી અમને કોઈ વસિયત કરો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હું તમને અલ્લાહથી ડરવા, (શાસકની વાત) સાંભળવા, અને (તેમની) આજ્ઞાનું પાલન કરવાની વસિયત કરું છું, ભલે ને તમારો શાસક કોઈ ગુલામ પણ કેમ ન હોય, (યાદ રાખો!) તમારા માંથી જે (મારા પછી) જીવિત રહેશે તે ખરેખર ખૂબ વિવાદ જોશે, તમે મારી સુન્નત તથા સત્ય માર્ગ પર ચાલવાવાળા ચારેય ખલીફાની સુન્નતનું પાલન કરજો તેને મજબૂતી સાથે પકડી રાખજો, અને દીનના નામે નવી નવી વસ્તુઓ આવિષ્કાર કરવાથી બચીને રહેજો; કારણકે દીનના નામે દરેક નવી આવનારી બાબત બિદ્અત છે, અને દરેક બિદ્અત પથભ્રષ્ટતા છે».
Explanation
Benefits
નસીહત અને શિખામણ દ્વારા દિલ નરમ થઈ જાય છે.
નબી ﷺ પછી ચારેય હિદાયત પામેલ ખુલફાઅ રઝી અલ્લાહુ અન્હુમના માર્ગને પકડી રાખવો, અને તે ચારેય અબૂબકર, ઉમર, ઉષ્માન અને અલી રઝી અલ્લાહુ અન્હુમ છે.
દીનમાં નવી વાતો પર રોક લગાવી છે, અને તે દરેક બિદઅત પથ્ભ્રષ્ટતા છે.
જો તમારો હોદ્દેદાર તમને ગુનાહ કરવાનો આદેશ ન આપતો હોય તો તેનું અનુસરણ કરવું તમારા માટે જરૂરી છે.
દરેક સમયે અને દરેક પરિસ્થિતિમાં અલ્લાહનો તકવો અપનાવવાની મહત્ત્વતા.
આ ઉમ્મતમાં વિવાદ જોવા મળશે, જ્યારે જોવા મળે ત્યારે નબી ﷺની સુન્નત અને ચારેય ખલીફાનો તરીકો અપનાવવા પર જોર આપ્યું છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

