افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم.
#66303[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)]
HadeethEnc · 1.26.0

અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમપર વહીની શરૂઆત સાચા સપનાઓ દ્વારા થઈ

Available translations

Choose an available translation of this Hadeeth

01

Hadeeth text

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમપર વહીની શરૂઆત સાચા સપનાઓ દ્વારા થઈ, જે કઈ પણ રાત્રે સપનામાં જોતાં તે સવારના પ્રકાશની મફક જાહેર થતું, ફરી આપને એકલતા પસંદ આવવા લાગી, ફરી આપ ગારે હિરામાં એકલા રહેવા લાગ્યા અને કેટલી રાતો સુધી ઘરે ન આવતા અને ઈબાદતમાં વ્યસ્ત રહેતા, આપ ખાવા-પીવાનો સામાન ઘરેથી લઈને જતાં અને ત્યાં થોડાક દિવસ પસાર કરતાં, ફરી ખદિજા રઝી અલ્લાહુ અન્હા પાસે પરત આવતા, અને અંદાજિત એટલા જ દિવસ માટે થોડું ખાવાનું લઈને જતાં, એક દિવસ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હિરામાં હતા ને સત્ય આવી ગયું, અને એક ફરિશ્તાએ આવીને કહ્યું: પઢો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હું ભણેલો નથી», આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ફરિશ્તાએ મને પકડીને જોરથી દબાવ્યો, અહીં સુધી કે મારી સહન શક્તિએ જવાબ આપી દીધો, ફરી તેણે મને છોડી દીધો, અને કહ્યું: પઢો, તો મેં કહ્યું: હું ભણેલો નથી, ફરી તેણે મને બીજી વાર પકડીને જોરથી દબાવ્યો, ફરી મને છોડી દીધો, અને કહ્યું: {પોતાના પાલનહારનું નામ લઈ પઢો, જેણે (દરેક વસ્તુને) પેદા કરી.(૧) કર્યુ. જેણે માનવીનું સર્જન જામી ગયેલા લોહીથી કર્યુ. (૨) પઢો, તમારો પાલનહાર ખૂબ જ ઉદાર છે}», [અલ્ અલક: ૧-૩], નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ આયતોને લઈ પાછા આવ્યા, તે સમયે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું દિલ ધડકી રહ્યું હતું, ત્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની પત્ની ખદિજા રઝી અલ્લાહુ અન્હાને કહ્યું: «મારા પર ચાદર ઢાંકી દો, મારા પર ચાદર ઢાંકી દો», તેમણે ચાદર ઢાંકી દીધી, જેથી તેમની ચિંતા જતી રહી, ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખદિજા રઝી અલ્લાહુ અન્હાને આ ઘટના વિષે જાણ કરી અને કહ્યું: «મને મારા જીવવાનો ભય લાગે છે», તો ખદિજા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: બિલકુલ નહીં, અલ્લાહની કસમ! અલ્લાહ તમને ક્યારેય અપમાનિત નહીં કરે, તમે સંબંધો જોડો છો, નબળાઓનો ભાર ઉઠાવો છો, ફકીરો અને જરૂરિયાતમંદોને કમાવીને આપો છો, મહેમાનોનું ધ્યાન રાખો છો અને પોતાના અધિકારો મેળવવામાં સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોની મદદ કરો છો, ફરી ખદિજા રઝી અલ્લાહુ અન્હા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પોતાના કાકાના છોકરા વરકહ બિન નૌફલ બિન સઅદ બિન અબ્દુલ્ ઉઝ્ઝા પાસે લઈને આવ્યા, તેઓ અજ્ઞાનતાના સમયે ઈસાઈ થઈ ગયા હતા, અને ઇબ્રાની ભાષા લખી પણ શકતા હતા, તેથી તેઓ જેટલું અલ્લાહને મંજૂર હતું એટલી ઇબ્રાની ભાષામાં ઇન્જીલ લખતા હતા, તેઓ ખૂબ જ વૃદ્ધ અને અંધ થઈ ગયા હતા, તેમને ખદિજા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: તમારા ભત્રીજાની વાત સાંભળો, વરકહએ પૂછ્યું: ભત્રીજા તમે શું જુઓ છો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જે કઈ પણ જોયું હતું તે જણાવ્યું, તે સાંભળી વરકહએ કહ્યું: આ જ તે નામૂસ (વહી લાવવાવાળો ફરિશ્તો) છે જે મૂસા અલૈહિસ્ સલામ પર પણ વહી લઈને આવતો હતો, જો હું શક્તિશાળી હોત અને તે સમય સુધી જીવિત રહું, જ્યારે તમારી કોમ તમારો દેશનિકાલ કરશે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો શું મારી કોમ મને કાઢશે?», વરકહએ કહ્યું: હાં! જ્યારે પણ કોઈ વ્યક્તિ આ પ્રકારનો સંદેશો લઈને આવ્યો છે, જેવુ કે તમે લઈને આવ્યા છો, તેની સાથે જરૂર દુશ્મની કરવામાં આવી, અને જો મને તમારો સમય પ્રાપ્ત થયો, તો હું જરૂર તમારી મદદ કરીશ, ફરી થોડા સમય પછી વરકહનું મૃત્યુ થઈ ગયું, અને વહી આવવાનું બંધ થઈ ગઈ.
02

Explanation

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હાએ જણાવ્યું કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર વહીની શરૂઆત સાચા સપનાઓ દ્વારા થઈ, જે કંઈ પણ રાત્રે સપનામાં જોતાં તે સવારના પ્રકાશની માફક જાહેર થતું, ફરી આપને એકલતા પસંદ આવવા લાગી, ફરી આપ ગારે હિરામાં એકલા રહેવા લાગ્યા અને કેટલી રાતો સુધી ઘરે ન આવતા અને ઈબાદતમાં વ્યસ્ત રહેતા, આપ ખાવા-પીવાનો સામાન ઘરેથી લઈને જતાં અને ત્યાં થોડાક દિવસ પસાર કરતાં, ફરી ખદિજા રઝી. પાસે પાછા આવતા, અને અંદાજિત એટલા જ દિવસ માટે થોડું ખાવાનું લઈને જતાં, અહીં સુધી કે આપણી પાસે સત્ય આવી ગયું, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગારે હિરામાં હતા. તો અચાનક એક ફરિશ્તો જિબ્રઈલ અલૈહિસ્ સલામ તેમની પાસે આવ્યા અને કહ્યું: પઢો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: મને પઢતા આવડતું નથી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ફરિશ્તાએ મને પકડીને જોરથી દબાવ્યો, અહીં સુધી કે મારી સહન શક્તિએ જવાબ આપી દીધો, ફરી તેણે મને છોડી દીધો, અને કહ્યું: પઢો, તો મેં કહ્યું: મને પઢતા આવડતું નથી, ફરી તેણે મને બીજી વાર પકડીને જોરથી દબાવ્યો, ફરી મને છોડી દીધો, ફરી તેણે કહ્યું: પઢો, મે કહ્યું: મને પઢતા આવડતું નથી, ફરી તેણે મને ત્રીજી વખત પકડીને જોરથી દબાવ્યો, ફરી મને છોડી દીધો, અને કહ્યું: {પોતાના પાલનહારનું નામ લઈ પઢો, જેણે (દરેક વસ્તુને) પેદા કરી. (૧) જેણે માનવીનું સર્જન જામી ગયેલા લોહીથી કર્યુ. (૨) પઢો, તમારો પાલનહાર ખૂબ જ ઉદાર છે} [અલ્ અલક: ૧-૩]. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ આયતોને લઈ પાછા આવ્યા, તે સમયે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું દિલ મૃત્યુના ભયથી ધ્રુજી રહ્યું હતું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની પત્ની ખદિજા રઝી અલ્લાહુ અન્હા પાસે આવ્યા અને કહ્યું: મારા પર કપડાં ઢાંકી દો, મારા પર કપડાં ઢાંકી દો, તેમણે કપડાં ઢાંકી દીધા, અહીં સુધી કે તેમની ચિંતા જતી રહી, ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખદિજા રઝી અલ્લાહુ અન્હાને આ ઘટના વિષે જાણ કરી અને કહ્યું: મને મારા જીવવાનો ભય લાગે છે, તો ખદિજા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: બિલકુલ નહીં, અલ્લાહની કસમ! અલ્લાહ તમને ક્યારેય અપમાનિત નહીં કરે, તમે સંબંધો જોડો છો, નબળાઓનો ભાર ઉઠાવો છો, ફકીરો અને જરૂરિયાતમંદોને કમાવીને આપો છો, મહેમાનોનું ધ્યાન રાખો છો અને પોતાના અધિકારો મેળવવામાં સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોને મદદ કરો છો. ફરી ખદિજા રઝી અલ્લાહુ અન્હા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પોતાના કાકાના છોકરા વરકા બિન નૌફલ બિન સઅદ બિન અબ્દુલ ઉઝ્ઝા પાસે લઈને આવ્યા, તેઓ અજ્ઞાનતાના સમયે (ઇસ્લામ પહેલાનો સમય) ઈસાઈ થઈ ગયા હતા, અને ઇબ્રાની ભાષા લખી પણ શકતા હતા, તેથી તેઓ જેટલું અલ્લાહને મંજૂર હતું એટલી ઇબ્રાની ભાષામાં ઇન્જીલ લખતા હતા, તેઓ ખૂબ જ વૃદ્ધ અને અંધ થઈ ગયા હતા, તેમને ખદિજા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: હે મારા પિતરાઇ ભાઈ! તમારા ભત્રીજાની વાત સાંભળો, વરકહએ પૂછ્યું: ભત્રીજા તમે શું જુઓ છો? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જે કઈ પણ જોયું હતું તે જણાવ્યું, તે સાંભળી વરકહએ કહ્યું: આ જિબ્રઈલ (વહી લાવવાવાળો ફરિશ્તો) છે જે મૂસા અલૈહિસ્ સલામ પર પણ વહી લઈને આવતો હતો, જો હું જુવાન હોત, અને જ્યાં સુધી તમારા લોકો તમને કાઢી ન નાખે ત્યાં સુધી જીવતો રહું, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તો શું મારી કોમ મને કાઢશે?! વરકહએ કહ્યું: હાં! જ્યારે પણ કોઈ વ્યક્તિ આ પ્રકારનો સંદેશો લઈને આવ્યો છે, જેવુ કે તમે લઈને આવ્યા છો, તેની સાથે જરૂર દુશ્મની કરવામાં આવી, અને જો મને તમારો સમય પ્રાપ્ત થયો તો હું જરૂર તમારી મદદ કરીશ. ફરી થોડા સમય પછી વરકહનું મૃત્યુ થઈ ગયું, અને વહી થોડા સમય સુધી બંધ થઈ ગઈ.
03

Benefits

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર વહીની શરૂઆતનું વર્ણન.
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે કઈ પણ સપનામાં જોતાં જતાં, તે વહીના પ્રકારો માંથી છે.
સામાન લેવાની યોગ્યતા અને તે અલ્લાહ પર ભરોસો કરવા વિરુદ્ધ નથી, જેમકે અલ્લાહ પર ભરોસો કરનારના સરકાર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પણ સામાન લીધો હતો.
અલ્લાહ તઆલાની મહાન કૃપા અને દયાનું વર્ણન કે તેણે પોતાના બંદાઓ ને તે શિખવાડ્યું જે તેઓ જાણતા ન હતા, અને તેમને અજ્ઞાનતાના અંધકાર માંથી જ્ઞાનના પ્રકાશ તરફ સ્થાનાંતરિત કર્યા.
જ્ઞાનને લખવાની મહત્ત્વતાનું વર્ણન, જેના ઘણા ફાયદા છે; કારણકે તેના દ્વારા જ્ઞાનને આગળની પેઢી માટે સંગ્રહ કરી લેવામાં આવે છે, હિકમતની વાતોનો ઉલ્લેખ કરી લેવામાં આવે છે, પાછલા લોકોની વાતો નકલ કરવામાં આવે છે, જેના દ્વારા અલ્લાહએ ઉતારેલી કિતાબો સુરક્ષિત રહે છે, અને દીન અને દુનિયાની બાબતો યોગ્ય રહે છે.
કુરઆનની સૌથી પહેલી આયત: {પોતાના પાલનહારનું નામ લઈ પઢો, જેણે (દરેક વસ્તુને) પેદા કરી કર્યુ} [અલ્ અલક:૧] છે.
ઉમદા નૈતિકતા અને સદગુણો એ ખરાબ પરિણામો અને વિવિધ મુશ્કેલીઓથી સુરક્ષિત રહેવાનું એક સ્ત્રોત છે, બસ જેના સત્કાર્યો વધુ હશે તેનો પરિણામો પણ સારો હશે, તેના દીન અને દુનિયા બંનેની બાબતો સુરક્ષિત રહેવાની આશા છે.
યોગ્ય લાભ માટે વ્યક્તિ સમક્ષ પ્રશંસા કરી શકાય છે.
જે ભયભીત હોય તેને દિલાસો આપવો, શુભસુચના આપવી અને તેને સલામતીના કારણો જણાવવા જોઈએ.
ખદિજા રઝી અલ્લાહુ અન્હાની સંપૂર્ણતા અને વ્યાપક હોવાની દલીલ કે તેમણે યોગ્ય અભિપ્રાય આપ્યો, તેમના સચોટ પાત્ર, અને ઊંડાણ પૂર્વક સમજણ કે તેમને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે તે ગુણોનો ઉલ્લેખ કર્યો જેમાં દરેક ઉચ્ચ ગુણો, અને મૂળભૂત સુદ્ધાંતો હતા; કારણકે દયાભાવ સંબંધીઓ માટે છે અથવા અજાણ્યા માટે છે, અથવા શરીર માટે છે, અથવા માલ માટે છે, અથવા તે વ્યક્તિ માટે છે, જેની બાબતો સ્વતંત્ર હોય, અથવા અન્ય માટે હોય, અને વાતને તેના યોગ્ય સ્થાન પર મૂકવામાં આવે.
જે વ્યક્તિને કોઈ બાબતનો સામનો કરવો પડે, તો એવા વ્યક્તિ પાસે નસીહત અને અભિપ્રાય લઈ શકે છે જે પોતાના અભિપ્રાયમાં યોગ્ય હોય.

Attribution

[મુત્તફકુન્ અલયહિ]

Categories

Share

Share hadeeth

Sharing options · 0 Total shares

Share

← Back to encyclopedia
Shopping Basket

Loading...