HadeethEnc · 1.26.0
તે લોકોના ઘરોમાં દાખલ ન થાઓ જેમણે પોતાના પર અત્યાચાર કર્યો, પરંતુ તે સ્થિતિમાં તમે (અલ્લાહના ભયથી ડરતા) રડતા રડતા દાખલ થાઓ
Available translations
Choose an available translation of this Hadeeth
01
Hadeeth text
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અમે એક વખત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે એક પથ્થર પાસેથી પસાર થયા, તો અમને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે લોકોના ઘરોમાં દાખલ ન થાઓ જેમણે પોતાના પર અત્યાચાર કર્યો, પરંતુ તે સ્થિતિમાં તમે (અલ્લાહના ભયથી ડરતા) રડતા રડતા દાખલ થાઓ; એમ ન થાય કે તમારા પર પણ તે જ અઝાબ આવે, જે તેમના પર આવ્યો હતો», ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જડપથી સવારી હાંકી અને જડપ વધારી દીધી અહીં સુધી કે તે જગ્યા છોડી દીધી.
02
Explanation
એક વખત જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ષમૂદના લોકોના શહેર તરફથી પસાર થયા તો અઝાબ પામેલ લોકોના ઘરોમાં દાખલ થવાથી રોક્યા, જેમણે પોતાના પર જ અત્યાચાર કર્યો હતો, અથવા તેમની ખબરગીરી કરવાથી રોક્યા, જ્યાં સુધી કે દાખલ થનાર વ્યક્તિ તેમના પરિણામ પર ચિંતન મનન કરી રડી ન રહ્યો હોય, તે ભય સાથે કે તેમના ઉપર પણ તે અઝાબ ન આવી જાય, ફરી તેમણે પોતાના જાનવર પર બૂમ મારી અને તેની જડપ વધારી દીધી, અહીં સુધી કે તે ત્યાંથી પસાર થઈ ગયા.
03
Benefits
તે લોકોની સ્થિતિ પર ચિંતન મનન કરવું જેમને અલ્લાહ તઆલાએ નષ્ટ કર્યા, અને તે કાર્યોથી બચીને રહેવું જેના કારણે તેમના પર અઝાબ આવ્યો, અને નિશાનીઓમાં ચિંતન મનન કરવા પ્રત્યે બેદરકારી કરવાથી બચો.
સજા પામેલ લોકોના ઘરોમાં તેમના પછી ન તો રહેવું, અને ન તો તેને વતન બનાવવું જોઈએ; કારણકે કાયમી રહેવાસી સતત રડી નથી શકતા, અને રડવા સિવાય તેમની વસ્તીમાં દાખલ થવાથી રોક્યા છે.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં જાલિમો અને અઝાબ પામેલ લોકોના રહેઠાણ પાસેથી પસાર થતી વખતે સાવચેત રહેવાનો આદેશ આપ્યો છે અને આજ વાત મુહસ્સિરની વાદી પાસેથી પસાર થતી વખતે પણ લાગું પડશે; કારણકે હાથીવાળાઓ ત્યાં નષ્ટ થઈ ગયા, એટલા માટે આ પ્રકારની જગ્યાઓ પરથી પસાર થનાર લોકો માટે જરૂરી છે કે તે ચિંતન મનન કરે, ભયભીત થઈ રડે, તેમને અને તેમની મહેનતને ધ્યાનમાં રાખી અલ્લાહ પાસે તે પ્રકારના (દુષ્ટ) કાર્યોથી પનાહ માંગે.
આ પ્રતિબંધતા અને ચેતવણી ષમૂદ અને તેમના જેવી અન્ય કોમો પર પણ લાગું પડે છે, જેમના પર અઝાબ આવ્યો.
આ પ્રકારની જગ્યાઓ અને સ્થળો પર મનોરંજન અને પિકનિક જેવા હેતુથી જવું હરામ (પ્રતિબંધ) છે.

Attribution
[મુત્તફકુન્ અલયહિ]
Categories
Share
Share hadeeth
Sharing options · 0 Total shares