HadeethEnc · 1.26.0
હું સ્ત્રીઓ સાથે હાથ મિલાવતો નથી, સો સ્ત્રીઓ માટે મારી વાત એવી જ છે જે એક સ્ત્રી માટે છે
Available translations
Choose an available translation of this Hadeeth
01
Hadeeth text
ઉમૈમહ બિન્તે રુકૈકહ રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે તેમણે કહ્યું: હું અન્સારની કેટલીક સ્ત્રીઓ સાથે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે બૈઅત (શપથ) લેવા માટે આવ્યા, અમે કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમે તમારી પાસે બૈઅત (શપથ) લઈએ છીએ કે અમે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર નહીં બનાવીએ, અમે ચોરી નહીં કરીએ, અને વ્યભિચાર નહીં કરીએ, કોઈ એવો આરોપ નહીં લાવીએ જે અમે પોતાના હાથ અને પગ દ્વારા સામે લાવ્યા હોય, અમે ભલાઈના કામોમાં તમારી અવજ્ઞા નહીં કરીએ, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે આ કાર્યો પોતાની શક્તિ અને સહનશીલતા પ્રમાણે કરો», તે કહે છે છે કે અમે કહ્યું: અલ્લાહ અને તેના પયગંબર અમારા પર અમારા કરતાં વધુ દયાળુ છે, હે અલ્લાહના પયગંબર! આવો અમે તમારી સાથે બૈઅત (શપથ) કરીએ છીએ, આ સાંભળી અલ્લાહના પયગંબર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હું સ્ત્રીઓ સાથે હાથ મિલાવતો નથી, સો સ્ત્રીઓ માટે મારી વાત એવી જ છે જે એક સ્ત્રી માટે છે, અથવા મારી વાત એક સ્ત્રી માટે».(૧)
02
Explanation
ઉમૈમહ બિન્તે રુકૈકહ રઝી અલ્લાહુ અન્હાએ જણાવ્યું: તે અન્સારની કેટલીક સ્ત્રીઓ સાથે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે બૈઅત લેવા માટે આવ્યા કે તેઓ અલ્લાહ સાથે કોઈને ભાગીદાર નહીં ઠેરવે, ચોરી નહીં કરીએ, વ્યભિચાર નહીં કરીએ, કોઈ એવો આરોપ નહીં લાવી જે અમે પોતાના હાથ અને પગ દરમિયાન દ્વારા લાવ્યા હોય, ભલાઈના કામોમાં અવજ્ઞા નહીં કરીએ, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે આ કાર્યો પોતાની શક્તિ અને સહનશીલતા પ્રમાણે કરો. તો અમે કહ્યું: અલ્લાહ અને તેના પયગંબર અમારા પર અમારા કરતાં વધુ દયાળુ છે, હે અલ્લાહના પયગંબર! આવો અમારી સાથે હાથ મેળવી બૈઅ લો, જેમ તમે પુરુષો સાથે કરો છો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હું સ્ત્રીઓ સાથે હાથ મિલાવતો નથી, સો સ્ત્રીઓ માટે મારી વાત એવી જ છે જે એક સ્ત્રી માટે છે.
03
Benefits
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું સ્ત્રીઓ સાથે બૈઅત લેવાની સ્થિતિનું વર્ણન.
અજાણી સ્ત્રીઓ સાથે હાથ મિલાવવો હરામ છે.
ધાર્મિક ફરજોનો આધાર ક્ષમતા અને શક્તિ પર છે.
અજાણી સ્ત્રીઓ સાથે હાથ મિલાવવો હરામ છે.
ધાર્મિક ફરજોનો આધાર ક્ષમતા અને શક્તિ પર છે.
Attribution
[رواه الترمذي والنسائي وابن ماجه]
Categories
Share
Share hadeeth
Sharing options · 0 Total shares

