જે વ્યક્તિ એક દિવસમાં સો વખત આ દુઆ પઢે: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર" (અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એક જ છે, અને તેનો કોઈ ભાગીદાર નથી, તેના માટે જ સામ્રાજ્ય છે અને તેના માટે જ પ્રસંશા છે, તે જ જિવન અને મૃત્યુ આપે છે, અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે)
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ એક દિવસમાં સો વખત આ દુઆ પઢે: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર" (અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એક જ છે, અને તેનો કોઈ ભાગીદાર નથી, તેના માટે જ સામ્રાજ્ય છે અને તેના માટે જ પ્રસંશા છે, તે જ જિવન અને મૃત્યુ આપે છે, અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે), તો તેને દસ ગુલામ આઝાદ કરવા જેટલો સવાબ મળશે, અને તેના માટે સો નેકીઓ લખવામાં આવશે, તેના સો ગુનાહ માફ કરવામાં આવશે, અને આ દુઆ સંપૂર્ણ દિવસ તેની શૈતાનથી સુરક્ષા કરશે, અહીં સુધી કે સાંજ પડી જાય, કોઇ પણ વ્યક્તિ તેના કરતાં શ્રેષ્ઠ કાર્ય લઈને નહીં આવે પરંતુ જે આ (દુઆને) વધુ પઢે».
Explanation
Benefits
અલ્લાહની પોતાના બંદાઓ પર મહાન કૃપાનું વર્ણન, કે તેણે દરેક માટે એક એવો સરળ કલિમો અને તેના પર ભવ્ય બદલો પણ નક્કી કર્યો.
જો કોઈ વ્યક્તિ આ કલિમાને દિવસમાં સો થી વધુ વખત પઢે તો, તો તેના અર્થ એ નથી કે તેને હદીષમાં વર્ણવેલ સંખ્યા સો મુજબ જ સવાબ આપવામાં આવશે, પરંતુ તેનો સવાબ વધતો જશે, એવી જ રીતે આ તે નક્કી કરેલ મર્યાદાઓ શામેલ નથી જેને કરવું પ્રતિબંધિત છે અને ન તો વધારે કવું સવાબને અમાન્ય કરે છે.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષનો સંયમી અર્થ એ છે જે વ્યક્તિ આ કલિમાને દિવસમાં સો વખત પઢે તેને સવાબ પ્રાપ્ત થશે, ભલે તે તેને એક સાથે પઢે અથવા અલગ અલગ બેઠકમાં, અથવા થોડીક વાર સવાર પઢે અથવા થોડી વાર પછી, પરંતુ શ્રેષ્ઠ કાર્ય એ છે કે તે તેને સવારે સતત પઢે, જેથી તે સંપૂર્ણ દિવસ સુરક્ષિત રહે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

