મારા માટે આ દુનિયાના જીવનનો શું મોહ? હું દુનિયાના જીવનમાં એક સવાર માફક છું, જે વૃક્ષ નીચે છાંયડો લે છે, પછી તેને છોડી આગળ ચાલ્યો જાય છે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબ્દુલ્લાહ ઇબને મસ્ઊદ રઝી. રિવાયત કરે છે, કે તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક ચટાઈ પર સૂઈ ગયા હતા, ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઊભા થયા, તો તેમના શરીર પર તેના નિશાન હતા, તો અમે કહ્યું: હે અલ્લાહના પયગંબર! શું તમારા મતે અમે ગાદલું લઈ આવીએ? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારા માટે આ દુનિયાના જીવનનો શું મોહ? હું દુનિયાના જીવનમાં એક સવાર માફક છું, જે વૃક્ષ નીચે છાંયડો લે છે, પછી તેને છોડી આગળ ચાલ્યો જાય છે».
Explanation
Benefits
આ હદીષમાં દુનિયાના જીવનની જરૂરિયાતની વસ્તુઓ છોડવા પર ઈશારો કરવામાં નથી આવ્યો, પરંતુ આ હદીષમાં આ દુનિયાથી અડગા રહી આખિરતમાં વ્યસ્ત રહેવા તરફ ઈશારો કરવામાં આવ્યો છે, એક વ્યક્તિ વૃક્ષની નીચે છાંયડો શોધે છે, તેનાથી ફાયદો ઉઠાવે છે, પરંતુ તેની તરફ આકર્ષિત થતો નથી.
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની દરેક સ્થિતિથી શિક્ષા પ્રાપ્ત કરવી; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સૌથી શ્રેષ્ઠ આદર્શ છે, જે તેમનું અનુસરણ કરશે તેને હિદાયત પ્રાપ્ત થશે, અને દુનિયા અને આખિરત બંને જગ્યાએ સફળ થશે.
સહાબા રઝી અલ્લાહુ અન્હુમ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ખૂબ ધ્યાન રાખતા હતા, અને તેમની સાથે ખૂબ જ મોહબ્બત કરતાં હતા.
શિક્ષા આપવા અને દઅવત આપવા માટે ઉદાહરણ આપી શકાય છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

