HadeethEnc · 1.26.0
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કિરાઅત (કુરઆનની તિલાવત) વિશે પૂછવામાં આવ્યું
Available translations
Choose an available translation of this Hadeeth
01
Hadeeth text
ઈબ્ને અબૂ મુલૈકહ રિવાયત કરે છે: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પવિત્ર પત્નીઓ માંથી કોઈ એક, -અબૂ આમિરે કહ્યું: નાફીએ કહ્યું: મારું અનુમાન છે કે હફસા રઝી અલ્લાહુ અન્હા- આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કિરાઅત (કુરઆનની તિલાવત) વિશે પૂછવામાં આવ્યું તેમણે કહ્યું: તમે તે પ્રમાણે નહીં પઢી શકો, કહ્યું: તો પણ તમે જણાવો, તો અબૂ આમિરની સામે આ તિલાવત કરી જે અબૂ મુલૈકહએ સૂરે ફાતિહામાં અલ્ હમ્દુ લિલ્લાહી રબ્બિલ્ આલમીન [અલ ફાતિહા: ૨] પર વકફ (રુકિ જવું) કર્યું, અર રહમાનીર રહીમ [અલ્ ફાતિહા: ૩] પછી રુકી જતા, {માલિકિ યવ્મિદ્ દીન}.
02
Explanation
ઉમ્મુલ્ મુઅમિનીન હફસા રઝી અલ્લાહુ અન્હાને સવાલ કરવામાં આવ્યો: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કુરઆનની તિલાવત કઈ રીતે કરતા હતા? તેમણે કહ્યું: તમે તે પ્રમાણે નહીં પઢી શકો, તો તેમને કહેવામાં આવ્યું: અમને જણાવો તો ખરા. નાફિએ કહ્યું: ઈબ્ને અબૂ મુલૈકહએ ધીમે ધીમે તિલાવત કરીને બતાવ્યું અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જેમ તિલાવત કરવાનો પ્રયત્ન કર્યો, અને પઢયું: અલ્ હમ્દુ લિલ્લાહી રબ્બિલ્ આલમીન [અલ ફાતિહા: ૨] પર વકફ કર્યો, અર રહમાનીર રહીમ [અલ્ ફાતિહા: ૩], પછી રુકી ગયા, {માલિકિ યવ્મિદ્ દીન}.
03
Benefits
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કુરઆન પઢવાના તરીકાનું વર્ણન.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કુરઆન પઢવા પ્રમાણે કુરઆન પઢવાનો અમલી નમૂનો.
કુરઆન ધીમે ધીમે પઢવું જોઈએ, તેનાથી કુરઆનની આયતોમાં ચિંતન કરવું વધુ અનુકૂળ રહેશે.
પવિત્ર કુરઆન મજીદ અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પ્રમાણે અમલ કરવા બાબતે પાછળના સદાચારી લોકોની રુચિ.
કુરઆન મજીદ શીખવા માટે તજવીદ શીખવાની મહત્ત્વતા.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કુરઆન પઢવા પ્રમાણે કુરઆન પઢવાનો અમલી નમૂનો.
કુરઆન ધીમે ધીમે પઢવું જોઈએ, તેનાથી કુરઆનની આયતોમાં ચિંતન કરવું વધુ અનુકૂળ રહેશે.
પવિત્ર કુરઆન મજીદ અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પ્રમાણે અમલ કરવા બાબતે પાછળના સદાચારી લોકોની રુચિ.
કુરઆન મજીદ શીખવા માટે તજવીદ શીખવાની મહત્ત્વતા.
Attribution
[આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]
Categories
Share
Share hadeeth
Sharing options · 0 Total shares

