તમે સાબિત પાસે જાઓ અને તેને કહો કે તે જહન્નમી લોકો માંથી નથી પરંતુ તે જન્નતિ લોકો માંથી છે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺ ને એક દિવસ સહાબી સાબિત બિન કૈસ ન મળ્યા, તો એક સહાબીએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું તેમની ખબર કાઢી આપને જણાવું છું, તેઓ તેમના ઘરે આવ્યા તો જોયું કે તેઓ માથું ઝુકાવી બેઠા હતા, તે સહાબીએ કહ્યું: શું હાલ છે? કહ્યું કે ઠીક નથી, તેઓ નબી ﷺ ની સામે ઉંચા અવાજે વાત કરતા હતા, એટલા માટે મારા બધા અમલ વ્યર્થ થઈ ગયા, અને હું જહન્નમી લોકો માંથી બની ગયો, તે સહાબી પાછા આવ્યા અને સંપૂર્ણ મામલો નબી ﷺ ને જણાવી દીધો, બીજી વાર તે જ સહાબી તેમની પાસે એક મોટી ખુશખબર લઈ આવ્યા, અને નબી ﷺ એ કહ્યું: «તમે સાબિત પાસે જાઓ અને તેને કહો કે તે જહન્નમી લોકો માંથી નથી પરંતુ તે જન્નતિ લોકો માંથી છે».
Explanation
તે વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યા અને સંપૂર્ણ મામલાની જાણ આપી, તો નબી ﷺ એ તે વ્યક્તિને ફરી મોકલ્યા અને સાબિત માટે એક ખુશખબર પણ મોકલાવી, કે તે જહન્નમી લોકો માંથી નથી પરંતુ તે જન્નતી લોકો માંથી છે, અને તેમનો અવાજ પ્રાકૃતિક રૂપે બુલંદ હતો, અને એટલા માટે કે તેઓ અલ્લાહના રસૂલ ﷺ ના પ્રવકતા હતા અને અન્સારના પણ.
Benefits
નબી ﷺ ની સહાબા પ્રત્યે ચિંતા, અને તેમના પ્રત્યે રુચિ.
સહાબાઓનો ડર અને ચિંતા કે ક્યાંક પોતાના અમલ વ્યર્થ ન થઈ જાય.
નબી ﷺ ની હયાતીમાં તેમની સાથે વાતચીત કરવાનો અદબ, અને તેમના મૃત્યુ પછી તેમની સુન્નત સાંભળતી વખતે અવાજ નીચો રાખવો.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

