જ્યારે તમે જુઓ કે લોકો મુતશાબહ આયત (એવી આયત જેની સ્પષ્ટતા અલ્લાહને જ ખબર હોય) પાછળ પડ્યા હોય તો સમજી લો કે આ તે જ લોકો છે, જેમનું વર્ણન ઉપરોક્ત આયતમાં કરવામાં આવ્યું છે, તમે લોકો તેમનાથી બચો
Choose an available translation of this Hadeeth
Hadeeth text
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે: આપ ﷺ એ આ આયતની તિલાવત કરી, {તે જ અલ્લાહ તઆલા છે, જેણે તમારા પર કિતાબ ઉતારી, જેમાં કેટલીક આયતો તો મુહકમ્ (સ્પષ્ટ) આયતો છે, અને આ જ આયતો કિતાબની મૂળયુ છે, અને કેટલીક સંદિગ્ધ આયતો છે, બસ ! જે લોકોના હૃદયોમાં આડાઇ છે તે તો આ (કિતાબ) ની સંદિગ્ધ આયતોની પાછળ લાગી જાય છે, અને તેઓ પોતાની મનેચ્છા પ્રમાણે અર્થઘટન કરે છે, પરંતુ તે આયતોનો સાચો અર્થ અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી, અને સચોટ જ્ઞાની એવું જ કહે છે કે અમે તો આના પર (સંદિગ્ધ આયતો પર) ઇમાન લાવી ચુકયા, સંપૂર્ણ આયતો અમારા પાલનહાર તરફથી છે અને શિખામણ તો ફકત બુધ્ધીશાળી લોકો જ પ્રાપ્ત કરે છે} [આલિ ઇમરાન: ૭] આપ ﷺ એ કહ્યું: «જ્યારે તમે જુઓ કે લોકો મુતશાબહ આયત (એવી આયત જેની સ્પષ્ટતા અલ્લાહને જ ખબર હોય) પાછળ પડ્યા હોય તો સમજી લો કે આ તે જ લોકો છે, જેમનું વર્ણન ઉપરોક્ત આયતમાં કરવામાં આવ્યું છે, તમે લોકો તેમનાથી બચો».
Explanation
Benefits
મુન્હરિફ: જેઓ ફરી જાય, બિદઅતી લોકો, અને જેમના હૃદયોમાં રોગ હોય, તેઓ અને જે લોકોને દીન બાબતે શંકાઓમાં નાખી દેતા હોય, લોકોને ગુમરાહી તરફ લઈ જતા હોય, આવા દરેક લોકોથી બચવું જોઈએ.
આ આયતનો અંત અલ્લાહના આ શબ્દ વડે થયો: {અને શિખામણ તો ફકત બુધ્ધીશાળી લોકો જ પ્રાપ્ત કરે છે} શંકાસ્પદ વ્યક્તિઓને ખુલ્લા કરવા અને ઠોસ મજબૂત અડગ રહનારા લોકોની પ્રશંસા, અર્થાત્: જે લોકો નસીહત અને ઇલ્મ પ્રાપ્ત નથી કરતા, તેમજ પોતાની મનેચ્છાઓ પાછળ પડ્યા રહે છે, તેઓ બુદ્ધિશાળી લોકો નથી.
મુતશાબહ આયતોનું અનુસરણ દિલમાં રોગ ઉતપન્ન કરવાનું કારણ છે.
મુતશાબહ આયતો, જેના અર્થ સમજી શકાતો ન હોય તેનો જવાબ મુહકમ આયતો દ્વારા આપવો જરૂરી છે.
પવિત્ર અલ્લાહ તઆલાએ કુરઆન માંથી કેટલીક ઠોસ અને નિર્ણાયક આયતો વર્ણન કરી છે તો કેટલીક મુતશાબહ આયતો પણ વર્ણન કરી છે: લોકોની અજમાયશ માટે, તમારા માંથી કોણ મોમિન છે અને કોણ ગુમરાહીમાં પડેલો છે.
કુરઆનમાં મુતશાબહ આયતોના વર્ણનમાં: આલિમોની અન્ય લોકો પર શ્રેષ્ઠતા દર્શાવવી, અને લોકોની બુદ્ધિની ખામીઓ વિશે જાણ કરવી, જેથી તેઓ પોતાના પાલનહાર સમક્ષ પોતાનું માથું ઝુકાવી શકે અને પોતાની અસક્ષમતાને સ્વીકારે.
ઠોસ ઇલ્મ પ્રાપ્તિની મહ્ત્ત્વતા તેમજ તેના પર અડગ રહેવાની જરૂરત.
આયતમાં અલ્લાહ શબ્દ પર વકફ (રૂકવા) બાબતે કુરઆનની સમજૂતી કરનાર વિદ્વાન આલિમોએ આ આયત: { وما يعلم تأويله إلا الله والراسخون في العلم } બે સમજૂતી વર્ણન કરી છે, જો તમે અલ્લાહ શબ્દ પર રૂકો કરો છો, તો તેની સમજૂતી આ પ્રમાણે થશે, કે કોઈ વસ્તુની સત્યતા તેની હકીકત પ્રમાણે છે, તેને સમજવાનો કોઈ માર્ગ નથી, જેવું કે રુહ વિશે અથવા કયામત ક્યારે આવશે તે વિશે જાણકારી, તે જાણકારી અલ્લાહ સિવાય કોઈ નથી જાણતું, એટલા માટે ઠોસ ઇલ્મ ધરાવતા લોકો તેના પર ઈમાન લાવે છે અને તેની સામે ઝૂકી જાય છે. તેઓ પણ આ આયતનો સ્વીકાર કરે છે અને લોકોને પણ સ્વીકાર કરવાનું કહે છે, અને જો અલ્લાહ શબ્દ પર વકફ ન કરીએ, સળંગ જ આયત પઢતા રહીશું તો તેની તફસીર આ પ્રમાણે થશે: આ આયતની સ્પષ્ટતા તો અલ્લાહ જ જાણે છે, અને ઠોસ ઇલ્મ વાળા આલિમો લોકોને પણ આ પ્રમાણે જ તાલિમ આપે છે, તેના પર ઈમાન લાવે છે અને તેનો વિરોધ પણ નથી કરતા.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

