શું હું તમને બન્નેને તેનાથી શ્રેષ્ઠ વસ્તુ ન જાણવું જે તમે માંગી છે? જ્યારે તમે પોતાની પથારી પર જાઓ, તો તેત્રીસ વખત "સુબ્હાનલ્લાહ" કહો, તેત્રીસ વખત અલ્ હમ્દુ લિલ્લાહ" કહો અને ચોત્રીસ વખત "અલ્લાહુ અકબર" કહો, જે તમારા માટે સેવક કરતાં વધુ શ્રેષ્ઠ છે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે: ફાતિમા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે ઘંટી પીસવાના કારણે પોતાના હાથમાં પડેલા છાલાં દેખાડવા માટે આવ્યા, વાસ્તવમાં તેમને જાણ કરવામાં આવી હતી કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે કેટલાક નોકરો આવ્યા છે, પરંતુ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સાથે મુલાકાત ન થઈ શકી, તો તેમણે પોતાની વાત આયશા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) સમક્ષ રજૂ કરી, જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) આવ્યા તો તેમણે ફાતિમા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) ની વાત જણાવી દીધી, અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: આ સાંભળી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) અમારી પાસે આવ્યા, તે સમયે અમે બંને પથારી પર પહોંચી ગયા હતા, તેમને જોઈ અમે ઊભા થઈ ગયા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «બંને પોતપોતાની જગ્યાએ રહો», ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) આગળ વધ્યા અને અમારા બંનેની વચ્ચે બેસી ગયા, અહીં સુધી કે મને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ના બંને પગની ઠંડકનો આભાસ મારા પેટ પર થયો, ત્યાર બાદ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «શું હું તમને બન્નેને તેનાથી શ્રેષ્ઠ વસ્તુ ન જાણવું જે તમે માંગી છે? જ્યારે તમે પોતાની પથારી પર જાઓ, તો તેત્રીસ વખત "સુબ્હાનલ્લાહ" કહો, તેત્રીસ વખત અલ્ હમ્દુ લિલ્લાહ" કહો અને ચોત્રીસ વખત "અલ્લાહુ અકબર" કહો, જે તમારા માટે સેવક કરતાં વધુ શ્રેષ્ઠ છે».
Explanation
Benefits
આ ઝિક્ર ફક્ત રાત્રે પઢવામાં આવે, કારણકે મુસ્લિમની રિવાયતના શબ્દો છે જેમાં મુઆઝ શોઅબહથી રિવાયત કરે છે: "જ્યારે તમે રાત્રે પથારી પર જાઓ".
જ્યારે એક મુસલમાન વહેલી રાત્રે આ ઝિક્ર પઢવાનું ભૂલી જાય, તો ફરી મોડી રાત્રે યાદ આવે તો પઢી શકે છે; કારણકે અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) જેઓ હદીષને રિવાયત કરનાર છે, તેઓ કહે છે કે હું સિફ્ફીનના યુદ્ધની રાત્રે આ ઝિક્ર પઢવાનું ભૂલી ગયો હતો, તો ફજર પહેલા મને યાદ આવ્યું તો મેં આ ઝિક્ર મેં પઢી લીધા.
મોહલબએ કહ્યું: આ હદીષમાં એક વ્યક્તિ તેના પરિવારને તે કાર્ય કરવા પર જોર આપે છે, જે રીતે તે પોતાની જાતને કરવા માટે જોર આપતો હોય છે, જો તેની પાસે તે કરવાની શક્તિ હોય તો, તે આખિરતને આ દુનિયા પર પ્રાથમિકતા આપે છે.
ઈમામ ઈબ્ને હજર અસ્કલાની રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે) એ કહ્યું: જે વ્યક્તિ આ ઝિક્ર કરવા પર અડગ રહેશે, તો તેને કોઈ નુકસાન નહીં પહોંચે, અને ન તો તેના માટે કોઈ મુશ્કેલી ઊભી થશે, ભલે તે થાકી જાય.
ઈમામ ઐની રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે) એ કહ્યું: આ હદીષમાં શ્રેષ્ઠતાનો હેતુ આખિરતને લગતી બાબતો માંથી છે, અને સેવક દુનિયાને લગતી બાબતો માંથી છે, અને આખિરત શ્રેષ્ઠ અને હંમેશા રહેવવાળી છે, અથવા તેનો અર્થ એ છે કે તે ઝિક્ર દ્વારા અલ્લાહ સમક્ષ તે શક્તિ પ્રાપ્ત કરવાની કોશિશ કરે, જે એક માનવીને વધારે કામ કરવાં પર મદદરૂપ થાય.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

