એક મુસલમાનના બીજા મુસલમાન પર છો હકો છે» કહેવામાં આવ્યું હે અલ્લાહના પયગંબર! કયા કયા?, આપ ﷺએ કહ્યું: «જ્યારે તેની સાથે મુલાકાત કરો તો સલામ કરો, અને જો તે તેમને આંમત્રણ આપે, તો તેનું આમંત્રણ સ્વીકારો, અને જ્યારે તે તમારી પાસે સલાહ મશવરો માંગે, તો તેને યોગ્ય સલાહ આપો, જ્યારે તેને છીંક આવે, અને તે અલ્ હમ્દુ લિલ્લાહ કહે, તો તેના જવાબમાં યર્હમુકલ્લાહ્ કહેવું, અને જો તે બીમાર હોઇ તો ખબરગીરી કરવી, અને જ્યારે તે મૃત્યુ પામે તો તેના જનાઝામાં શરીક થવું
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «એક મુસલમાનના બીજા મુસલમાન પર છો હકો છે» કહેવામાં આવ્યું હે અલ્લાહના પયગંબર! કયા કયા?, આપ ﷺએ કહ્યું: «જ્યારે તેની સાથે મુલાકાત કરો તો સલામ કરો, અને જો તે તેમને આંમત્રણ આપે, તો તેનું આમંત્રણ સ્વીકારો, અને જ્યારે તે તમારી પાસે સલાહ મશવરો માંગે, તો તેને યોગ્ય સલાહ આપો, જ્યારે તેને છીંક આવે, અને તે અલ્ હમ્દુ લિલ્લાહ કહે, તો તેના જવાબમાં યર્હમુકલ્લાહ્ કહેવું, અને જો તે બીમાર હોઇ તો ખબરગીરી કરવી, અને જ્યારે તે મૃત્યુ પામે તો તેના જનાઝામાં શરીક થવું».
Explanation
Benefits
જ્યારે કોઈ એક મુસાલમન હોય, તો તેણે સલામનો જવાબ આપવો અનિવાર્ય છે, અને જો જુથ હોય તો તો કોઈ એક જવાબ આપી દે તો પૂરતું થઈ જશે, અને સલામ દ્વારા શરૂઆત કરવી તે સુન્નત છે.
બીમાર મુસલમાનની ખબરગીરી કરવા માટે જવું, તે તેના અધિકારો માંથી છે; કારણકે તેના દ્વારા તેના દિલમાં ખુશી અને સુકૂન ઉત્પન્ન થાય છે, અને તે ફરજે કિફાયા છે અર્થાત્ કોઈ એક વ્યક્તિ કરી લે, તો તે કાર્ય પૂર્ણ થઈ જશે, દરેક લોકો માટે તેણે કરવું જરૂરી નથી.
જે આમંત્રણમાં ગુનોહ ન હોય, તો તેનો સ્વીકાર કરવું વાજિબ (અનિવાર્ય) છે, જો તે લગ્નનું આમંત્રણ હોય, તો દરેક આલિમોના મતે કોઈ શરઇ કારણ ન હોય તો તેનો સ્વીકાર કરવો જરૂરી છે, અને જો તે શાદીના વલીમા સિવાય અન્ય આમંત્રણ હોય, તો જુમહૂર આલિમોના મતે તેનો સ્વીકાર કરવો મુસ્તહબ છે.
છીંક આપનારનો જવાબ આપવો જરૂરી છે, તે વ્યક્તિ માટે જે છીંક ખાનાર વ્યક્તિનું અલ્ હમ્દુ લિલ્લાહ સાંભળે.
શરીઅતની સંપૂણતા અને સમાજમાં દરેક પ્રકારની ભલાઈ અને ઈમાન અને તેના સ્તભ દ્વારા લોકો વચ્ચે મોહબ્બત ફેલાવવાની ઉત્સુકતા.
(ફસમ્મિત્હુ) અને બીજી કેટલીક કિતાબોમાં: "ફશમ્મિત્હુ" સીન અને શીન સાથે, સીન સાથે તેનો અર્થ ભલાઈ અને બરકતની દુઆ આપવી અને શીન સાથે તેનો અર્થ: અલ્લાહ તમને તેની બુરાઈથી દૂર રાખે, અને તસ્મીતનો અર્થ: અલ્લાહ તમને સત્ય માર્ગનું માર્ગદર્શન આપે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

