હે લોકો ! તમે અલ્લાહ સામે તૌબા કરો એટલા માટે કે હું દરરોજ સો કરતા પણ વધારે વખત તૌબા કરું છું
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અગર્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, અને તેઓ આપ ﷺના સહાબાઓ માંથી હતા, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «હે લોકો ! તમે અલ્લાહ સામે તૌબા કરો એટલા માટે કે હું દરરોજ સો કરતા પણ વધારે વખત તૌબા કરું છું».
Explanation
Benefits
તૌબા સામાન્ય છે, તે હરામ કામ અને ગુનાહ કર્યા પછી કરવામાં આવતી તૌબા હોય કે પછી જરૂરી અમલમાં કરવામાં આવતી અવગણના પ્રત્યે હોય.
તૌબા કબૂલ થવાની શરતો માંથી મૂળ શરત ઇખલાસ છે, જે વ્યક્તિ કોઈ ગુનોહ અન્ય માટે છોડી દે, તો તે તૌબા નહીં ગણાય.
ઇમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: તૌબા માટે ત્રણ શરતો છે: ૧- તે ગુનોહ છોડી દેવો, ૨- તે ગુનાહ કરવા પર પસ્તાવો કરવો, ૩- તે ગુનાહને ફરી ક્યારેય ન કરવાનો ઠોસ ઈરાદો કરવો, જો ગુનાહનો સબંધ કોઈ બંદાથી હોય, તો તેના માટે ચાર શરતો છે, ઉપરોક્ત ત્રણ શરતો સિવાય ચોથી શરત: જો કોઈનો હક ખોટી રીતે લેવામાં આવ્યો હોય, તે તેને પાછું આપવું અને પીડિત વ્યક્તિ પાસે માફી માંગવી.
એ વાત પર ચેતવણી આપવામાં આવે છે કે આપ ﷺનું માફી તલબ કરવું તે ગુનાહની તૌબા કરવા માટે ન હતી, પરંતુ આપ ﷺ તો ઈબાદતમાં સપૂર્ણતા અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે તેમજ અલ્લાહનો વધુમાં વધુ ઝિક્ર કરવા માટે કરતા હતા, એવી જ રીતે આપ ﷺનું તૌબા અને ઇસ્તિગફાર કરવું અલ્લાહની મહાનતા અને બંદા તરફથી તેના હક પુરા પાડવામાં બંદાની અવગણના દર્શાવે છે, ભલેને તે તેની નેઅમતોનો કેટલોય આભાર માને, અને આ વાત શરીઅતની અન્ય દલીલો દ્વારા પણ જાણવા મળે છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

