હે લોકો ! અલ્લાહ તઆલા પવિત્ર છે, અને તે ફક્ત પવિત્ર વસ્તુઓને જ પસંદ કરે છે, અને અલ્લાહ તઆલાએ મોમિનોને એ જ આદેશ આપ્યો છે, જે આદેશ અલ્લાહ તઆલાએ પયગંબરોને આપ્યો
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે લોકો ! અલ્લાહ તઆલા પવિત્ર છે, અને તે ફક્ત પવિત્ર વસ્તુઓને જ પસંદ કરે છે, અને અલ્લાહ તઆલાએ મોમિનોને એ જ આદેશ આપ્યો છે, જે આદેશ અલ્લાહ તઆલાએ પયગંબરોને આપ્યો, અલ્લાહ તઆલાએ કહ્યું: {હે પયગંબરો ! પાક વસ્તુ ખાઓ અને સત્કાર્ય કરો, તમે જે કંઇ પણ કરી રહ્યા છો તેને હું સારી રીતે જાણું છું} [અલ્ મુઅમિનૂન: ૫૧] અને કહ્યું: {હે ઇમાનવાળાઓ ! જે પવિત્ર વસ્તુઓ અમે તમને આપી છે તેને જ ખાઓ} [અલ્ બકરહ: ૧૭૨], ફરી એક વ્યક્તિનો ઝિકર કર્યો, જે એક લાંબો સફર કરે છે, સફરના કારણે તેના વાળ વિખેરાયેલા તેમજ તેના મોઢા પર ધૂળ હોય છે, તે પોતાના હાથ ઉઠાવે છે અને દુઆ કરે છે કે હે મારા પાલનહાર! હે મારા પાલનહાર! (મારી દુઆ કબૂલ કર) જ્યારે કે તેનો ખોરાક હરામ, તેનું પીણું હરામ, તેનો પોશાક હરામ અહીં સુધી કે તેનું ભરણપોષણ પણ હરામ માલ વડે થયું છે, તો પછી તેની દુઆ કેમ કરી કબૂલ કરવામાં આવે?».
Explanation
ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હરામ માલ ખાવાથી રોક્યા; કારણકે તે અમલને બાતેલ કરે છે અને અમલ કબૂલ થવામાં રોક લગાવે છે, ભલે ને તે કબૂલ થવા માટે ઘણો પ્રયત્ન કેમ ન કરતો હોય; તેમાંથી:
પહેલું: કોઈ સત્કાર્ય જેમકે હજ, જિહાદ (યુદ્ધ) અને સંબંધ જોડવા માટે તે લાંબો સફર કરે છે.
બીજું: માનવીનું પરેશાન થવું, જેમકે તેના વાળ વિખેરાયેલા હોય, અને માટી લાગવાના કારણે તેના શરીર અને કપડાંનો રંગ બદલાય ગયો હોય.
ત્રીજું: દુઆ કરતા આકાશ તરફ હાથ ઉઠાવવા.
ચોથું: અલ્લાહના પવિત્ર નામોને વસીલો બનાવી ખૂબ વિનંતી સાથે દુઆ કરવી, જેમકે હે મારા પાલનહાર! હે મારા પાલનહાર! કહેવું.
દુઆ કબૂલ થવાના દરેક કારણ હોવા છતાંય માનવીની દુઆ કબૂલ કરવામાં નથી આવતી, કારણકે તેનું ખાવાનું હરામ, તેનું પીવાનું હરામ, તેના કપડાં હરામના છે, અને તેનું ભરણપોષણ પણ હરામ માલ વડે થયું છે, તો તેની દુઆ કઈ રીતે કબૂલ થઈ શકે?!
Benefits
ફક્ત અલ્લાહ માટે નિખાલસ થઈ તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવા અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અનુસરણ મુજબ અમલ કરવાનો આદેશ.
અમલ કરવા માટે પ્રોત્સાહિત કરવાની રીત, કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: નિઃશંક અલ્લાહ તઆલાએ મોમિનો તે જ આદેશ આપ્યો છે, જે તેણે પોતાના પયગંબરોને આપ્યો છે, જ્યારે આ વાક્ય એક મોમિન જાણશે, તો તે ખરેખર અમલ કરવા માટે પ્રોત્સાહિત થશે, અને તે ખૂબ ચિંતિત પણ રહેશે.
દુઆઓ કબૂલ ન થવાના કારણો માંથી એક કારણ હરામનો માલ ખાવો.
દુઆ કબૂલ થવા માટેના મુખ્ય પાંચ કારણો: પહેલું: આજીજી કરતા લાંબા સફરે જવું, કારણકે સફર દુઆ કબૂલ થવાનું મુખ્ય કારણ છે, બીજું: પરેશાન સ્થિતિ, ત્રીજું: બન્ને હાથ આકાશ તરફ ઊંચા કરવા, ચોથું: સતત તકરાર સાથે રુબૂબિયતના નામો વડે દુઆ કરવી, કારણકે દુઆ કબૂલ થવાના મુખ્ય કારણો માંથી એક છે, પાંચમું: હલાલ માલ ખાવો.
હલાલ રોજી ખાવી નેક અમલ કબૂલ થવા માટે મદદરૂપ થાય છે.
ઈમામ કાઝી રહિમહુલ્લાહએ કહ્યું: પાક એ નાપાકનું વિરોધી છે, જ્યારે અલ્લાહ તઆલા માટે પાક શબ્દનો ઉપયોગ થાય છે, તો તેનો અર્થ એ કે અલ્લાહ અત્યંત પવિત્ર અને દરેક ખામીથી પાક છે, અને જ્યારે બંદા માટે આ શબ્દનો ઉપયોગ થાય છે, તો તેનો અર્થ એ કે તેણે ખરાબ આદતોથી, બુરા અમલથી સંપૂર્ણ રીતે બચીને રહેવું જોઈએ અને જો આ શબ્દને માલ માટે ઉપયોગ કરવામાં આવે, તો તેનો અર્થ એ કે તે માલ સંપૂર્ણ હલાલ રીતે કમાયેલો હોવો જોઈએ.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

