તે વ્યક્તિનું ઉદાહરણ, જે પોતાના પાલનહારને યાદ કરે છે અને જે યાદ નથી કરતો, જીવિત અને મૃતક જેવું છે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ મૂસા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે વ્યક્તિનું ઉદાહરણ, જે પોતાના પાલનહારને યાદ કરે છે અને જે યાદ નથી કરતો, જીવિત અને મૃતક જેવું છે», અને મુસ્લિમની રિવાયતના શબ્દો: «તે ઘરનું ઉદાહરણ જેમાં અલ્લાહનો ઝિક્ર કરવામાં આવતો હોય અને તે ઘરનું ઉદાહરણ જેમાં અલ્લાહનો ઝિક્ર કરવામાં ન આવતો હોય, તે જીવિત અને મૃતક સમાન છે».
Explanation
એવી જ રીતે તે ઘરને પણ જીવંત કહેવામાં આવે છે, જેમાં તેને રહેવાવાળા લોકો અલ્લાહને યાદ કરે છે, અને જો તેઓ આમ ન કરે, તો તે ઘર પણ મૃત વ્યક્તિ જેવુ છે; કારણકે તે ઘરવાળા અલ્લાહને યાદ કરવામાં અસફળ છે, અને આ શબ્દો જીવંત અને મૃત ઘર બાબતે વર્ણન કરવામાં આવ્યા છે, તે ઘરમાં રહેવવાળા લોકો માટે છે.
Benefits
આત્મા શરીરનું જીવન છે, એવી જ રીતે અલ્લાહનો ઝિક્ર કરવો આત્માનું જીવન છે.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો તરીકો કે આપ અર્થ સમજાવવા માટે ક્યારેક ઉદાહરણો આપી સમજાવતા હતા.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં ઘરમાં અલ્લાહને યાદ કરવું જાઈઝ કરવામાં આવ્યું છે, અને ઘર અલ્લાહના ઝિક્રથી ખાલી ન રહેવું જોઈએ.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે અલ્લાહના અનુસરણમાં પસાર થયેલી લાંબી ઉમર મહત્ત્વતા વાળી છે, ભલેને નેકી મૃતક વ્યક્તિ તરફ જાય; કારણકે જીવંત વ્યક્તિ તેની તરફ જ આગળ વધે છે, અને સત્કાર્યોના કારણે તેની ઉમર વધતી રહે છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

