HadeethEnc · 1.26.0
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પડદો કરતી કુંવારી છોકરી કરતા પણ વધુ હયાદાર હતા, જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કોઈ વાત નાપસંદ લાગતી તો અમે તેને આપના ચહેરા પરથી સમજી જતા
Available translations
Choose an available translation of this Hadeeth
01
Hadeeth text
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પડદો કરતી કુંવારી છોકરી કરતા પણ વધુ હયાદાર હતા, જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કોઈ વાત નાપસંદ લાગતી તો અમે તેને આપના ચહેરા પરથી સમજી જતા.
02
Explanation
અબુ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ જણાવી રહ્યા છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તે કુંવારી છોકરી કરતા પણ વધુ હયાદાર હતા, જે પોતાના ઘરમાં પુરુષોથી બચીને રહેતી હોય, અને એટલા અંશ સુધી હયાદાર હતા કે જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોઈ નાપસંદ વસ્તુ જોતા તો તેનો અસર શબ્દો વગર જ અમે આપના મોઢા પરથી ઓળખી જતા, અને સહાબા આપના ચહેરા પરથી જ તેમની નારાજગી સમજી જતા હતા.
03
Benefits
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હયા વિશે વર્ણન કરવામાં આવ્યું છે, અને હયા ઉચ્ચ અખ્લાક માંથી છે.
જ્યાં સુધી અલ્લાહના આદેશોનો ઉલ્લંઘન ન થાય ત્યાં સુધી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તદ્દન હયાદાર રહેતા, પરંતુ જ્યારે અલ્લાહના આદેશોનો ઉલ્લંઘન થવા લાગે તો આપ ગુસ્સે પણ થતા અને આપ સહાબાઓને રોકતા પણ હતા.
નમ્ર બનવા માટે પ્રોત્સાહન; કારણ કે તે આત્માને સુંદર કરવા અને કુરૂપનો ત્યાગ કરવા દબાણ કરે છે.

Attribution
[મુત્તફકુન્ અલયહિ]
Categories
Share
Share hadeeth
Sharing options · 0 Total shares