HadeethEnc · 1.26.0
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને સાત વસ્તુ કરવાનો આદેશ આપ્યો અને સાત વસ્તુથી રોક્યા
Available translations
Choose an available translation of this Hadeeth
01
Hadeeth text
બરાઅ બિન આઝિબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને સાત વસ્તુ કરવાનો આદેશ આપ્યો અને સાત વસ્તુથી રોક્યા, અમને બીમારની ખબરગીરી કરવા, જનાઝહમાં જવા, છીંકનારનો જવાબ આપવા, સોગંદ પૂરી કરવા, અથવા સોગંદ ઊઠાવનાર પીડિત વ્યક્તિની મદદ કરવા, દાવત આપનારનો જવાબ આપવા અને સલામ ફેલાવવાનો આદેશ આપ્યો, અને અમને સોના અથવા સોનાની વીંટી પહેરવા, ચાંદીના વાસણોમાં ખાવાપીવા, મયાષિર (રેશમના વસ્ત્રોથી), ઈજિપ્ત અને શામમાં બનાવેલ રેશમના કપડાં, તેમજ સામાન્ય રેશમના વસ્ત્રો પહેરવા, મોટા (જાડા) રેશમના કપડાંથી, દિબાજ (રેશમના સુંદર વસ્ત્રો)થી રોક્યા છે.
02
Explanation
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને સાત વસ્તુઓ કરવાનો આદેશ આપ્યો અને સાત વસ્તુઓથી રોક્યા, આદેશ આપેલ કાર્યો નીચે મુજબ છે: પહેલું: બીમારની ખબરગીરી કરવી. બીજું: જનાઝહમાં જવું, નમાઝ, દફનવિધિ, તેમજ દુઆમાં શરીક થવું. ત્રીજું: છીંકનાર વ્યક્તિ જ્યારે અલ્ હમ્દુ લિલ્લાહ કહે તો તેના માટે દુઆ કરવી અને કહેવું: યર્હમકલ્લાહ (અલ્લાહ તમારા પર કૃપા કરે). ચોથું: સોગંદ લેનાર વ્યક્તિની સોગંદ પૂરી કરવી અને તેના પર વિશ્વાસ રાખવો, તેનો અર્થ એ કે જો કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ પર સોગંદ લે અને તમે તેને પૂર્ણ કરવામાં સક્ષમ હોવ તો, તમે તેમ કરો, જેથી તેને તેની સોગંદનો કફ્ફારો આપવો ન પડે. પાંચમું: પીડિત વ્યક્તિની મદદ કરવી, જાલિમ તરફથી આવતા દરેક નુકસાનને પોતાની શક્તિ વડે રોકવા અને દૂર કરવા. છઠ્ઠું: જો કોઈ વ્યક્તિ તમને વલીમાની દાવત આપે, તો તેની દાવત સ્વીકારવી, જેમકે શાદીના વલીમાની દાવત, અકીકાની દાવત વગેરે. સાતમું: સલામ કરવું, સલામ ફેલાવવું અને તેનો જવાબ આપવો. અને જે કાર્યોથી રોક્યા છે તે નીચે મુજબ છે: પહેલું: સોનાની વીંટી પહેરાવથી અને તેને શણગાર રૂપે અપનાવવી. બીજું: ચાંદીના વાસણોમાં પીવું. ત્રીજું: મયાષિર પર બેસવાથી, તે રેશમની ગાદીઓ, જે ઘોડાની કાઠી અથવા ઊંટની ખૂંધ પર મૂકવામાં આવે છે. ચોથું: રેશમ સાથે મીક્ષણ કરી બનાવવામાં આવેલા કપડાં જેને (અલ્ કસ્સી) કહેવામાં આવે છે. પાંચમું: રેશમના કપડાં પહેરવાથી. છઠ્ઠું: ઇસ્તબ્રક પહેરવાથી, અને તે: રેશમના મોટા (જાડા) કપડાંથી. સાતમું: દિબાજ પહેરવાથી, અને તે: રેશમના ખૂબ જ કીમતી અને શ્રેષ્ઠ પ્રકારના વસ્ત્રો છે.
03
Benefits
એક મુસલમાનના બીજા મુસલમાન લાગું પડતાં અધિકારોનું વર્ણન.
સામાન્ય રૂપે નિયમ એ છે કે શરીઅતના દરેક આદેશો પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સરખા હોય છે, સિવાય એ કે જે નિયમ ફક્ત પુરુષો માટે વર્ણન કરવામાં આવ્યો હોય અથવા સ્ત્રીઓ માટે વર્ણન કરવામાં આવ્યો હોય.
કેટલીક હદીષો દ્વારા જાણવા મળે છે કે સ્ત્રીઓ માટે જનાઝહની પાછળ જવું હરામ (પ્રતિબંધિત) છે.
કેટલીક બીજી હદીષો દ્વારા જાણવા મળે છે કે સ્ત્રીઓ માટે રેશમના કપડાં અને સોનું પહેરવું જાઈઝ (યોગ્ય) છે.
સામાન્ય રૂપે નિયમ એ છે કે શરીઅતના દરેક આદેશો પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સરખા હોય છે, સિવાય એ કે જે નિયમ ફક્ત પુરુષો માટે વર્ણન કરવામાં આવ્યો હોય અથવા સ્ત્રીઓ માટે વર્ણન કરવામાં આવ્યો હોય.
કેટલીક હદીષો દ્વારા જાણવા મળે છે કે સ્ત્રીઓ માટે જનાઝહની પાછળ જવું હરામ (પ્રતિબંધિત) છે.
કેટલીક બીજી હદીષો દ્વારા જાણવા મળે છે કે સ્ત્રીઓ માટે રેશમના કપડાં અને સોનું પહેરવું જાઈઝ (યોગ્ય) છે.
Attribution
[મુત્તફકુન્ અલયહિ]
Categories
Share
Share hadeeth
Sharing options · 0 Total shares

