હે અબૂ હુરૈરહ! મારા આ બંને ચપ્પલ નિશાની રૂપે લઇ જાઓ, અને આ બાગની બહાર જે કોઈ તમને મળે, જે દિલના યકીન સાથે લા ઇલાહ ઇલ્લલ્લાહની સાક્ષી આપે, તો તેને જન્નતની શુભસુચના આપી દો
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક જુથમાં બેઠા હતા, અમારી સાથે અબૂ બકર અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા પણ હતા, અચાનક નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમારી વચ્ચેથી ઊભા થઈ જતાં રહ્યા, અને ઘણી વાર સુધી પાછા ન ફર્યા, તો અમને ચિંતા થવા લાગી કે અમારી ગેર હાજરીમાં કોઈ આપને કતલ ન કરી દે, એટલા માટે અમે ઊભા થઈ ગયા, અને હું સૌથી પહેલા ચિંતા કરનાર લોકો માંથી હતો, હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શોધમાં નીકળ્યો, અહીં સુધી કે હું અન્સારના એક ખાનદાન બનૂ નજ્જારના બગીચા સુધી પહોંચી ગયો, હું તેની ચારે બાજુ ફરવા લાગ્યો કે મને કોઈ દરવાજો મળી જાય, પરંતુ મને દરવાજો ન મળ્યો, અચાનક મને એક પરનાળું દેખાયુ, જે અંદરના કૂવા માંથી બાગમાં આવતું હતું, -રબીઅ એક નાનકડા પરનાળાને કહે છે- હું તેજ પરનાળા માંથી સંકોચાઈને દાખલ થઈ ગયો, અને હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે પહોંચી ગયો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અબૂ હુરૈરહ?» મેં કહ્યું: હાં અલ્લાહના રસૂલ! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું વાત છે?» મેં કહ્યું: તમે અમારી વચ્ચે બેઠા હતા, અને અચાનક ઊભા થઈ જતાં રહ્યા, અને અમારી પાસે પરત આવવામાં ખૂબ જ વાર થઈ ગઈ, તો અમે ભયભીત થઈ ગયા કે અમારી ગેરહાજરીમાં તમને કતલ ન કરી દેવામાં આવે, અને ભયભીત થનારા માંથી હું સૌથી પહેલો વ્યક્તિ હતો, એટલા માટે હું (શોધતા) આ બગીચા સુધી પહોંચી ગયો, અને શિયાળની માફક સંકોચાઈને આ પરનાળાના રસ્તે અંદર આવી ગયો, અને લોકો મારી પાછળ છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના પવિત્ર ચપ્પલ મને આપ્યા, અને કહ્યું: «હે અબૂ હુરૈરહ! મારા આ બંને ચપ્પલ નિશાની રૂપે લઇ જાઓ, અને આ બાગની બહાર જે કોઈ તમને મળે, જે દિલના યકીન સાથે લા ઇલાહ ઇલ્લલ્લાહની સાક્ષી આપે, તો તેને જન્નતની શુભસુચના આપી દો», બસ જે પહેલો વ્યક્તિ જેને હું મળ્યો તે ઉમર રઝી અલ્લાહુ અન્હુ હતા, તેમણે કહ્યું: હે અબૂ હુરૈરહ! આ બંને ચપ્પલ કોના છે? તો મે કહ્યું: આ બંને ચપ્પલ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના છે, અને મને એક વાત સાથે મોકલ્યો છે કે જે સાચા દિલ સાથે એ વાતની સાક્ષી આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તેને જન્નતની શુભસુચના આપી દો, તો મેં ઉમર રઝી અલ્લાહુ અન્હુને જન્નતની શુભસુચના આપી, તો ઉમર રઝી અલ્લાહુ અન્હુએ પોતાનો હાથ મારી છાતી પર માર્યો, જેથી હું પડી ગયો, અને કહ્યું: પરત ફરી જાઓ હે અબૂ હુરૈરહ!, જેથી હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે પાછો આવ્યો, અને રડવાનો જ હતો કે ઉમર રઝી અલ્લાહુ અન્હુ મારી પાછળ પાછળ આવ્યા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું થયું હે અબૂ હુરૈરહ!?» મેં કહ્યું: હું ઉમર રઝી અલ્લાહુ અન્હુને મળ્યો, તમે મને જે આદેશ આપી મોકલ્યો હતો તે મેં તેમને જણાવ્યો, પરંતુ તેમણે મારી છાતી પર એવો માર માર્યો કે જેના કારણે હું નિતંભ પર પડી ગયો, અને મને પરત ફરવાનું કહ્યું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે ઉમર! તમે આમ કર્યું?» ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મારા માતા પિતા તમારા પર કુરબાન થાય, શું તમે અબૂ હુરૈરહને પોતાના ચપ્પલ આપી મોકલ્યો કે તે વ્યક્તિને શુભસૂચના આપી દો, જે પોતાના સાચા દિલથી એ વાતની સાક્ષી આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હાં», ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: આમ ન કરો, મને ભય છે કે લોકો આ વાત પર જ ભરોસો કરી લેશે, અને અમલ નહીં કરે, તેમને અમલ કરવા દો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેમને અમલ કરવા દો».
Explanation
Benefits
સત્કાર્યો પર શુભસૂચના આપી શકાય છે.
ઈમાન, કોલ (વાત) અમલ અને અકીદાનું (માન્યતા ધરાવવાનું) નામ છે.
ઈમામ કાઝી ઇયાઝ રહિમહુલ્લાહએ કહ્યું: ઉમર રઝી અલ્લાહુ અન્હુનું કહેવું કે તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને વાત પરત લેવાનું કહ્યું તે તેમના વિરોધમાં ન હતું અને ન તો આદેશ પાછો લેવા પ્રત્યે હતું; કારણકે જે વાત દ્વારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુને મોકલ્યા હતા, તે લોકોના દિલને દિલાસો આપવા અને તેમને શુભસુચના આપવા સિવાય અન્ય કઈ ન હતું, પરંતુ ઉમર રઝી અલ્લાહુ અન્હુએ વિચાર્યું કે આ વાતને છુપાવવી તેમના માટે શ્રેષ્ઠ છે, જેથી તેઓ આ વાત પર જ ભરોસો ન કરી લે, અને હું તેમને ભલાઈના કામો તરફ પાછો લઇ જવાનું વિચારું છું આ જલ્દી મળનારી ખુશખબરથી, જ્યારે ઉમર રઝી અલ્લાહુ અન્હુએ પોતાનો મંતવ્ય નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમક્ષ રજૂ કર્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને સ્વીકારી લીધો.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ દ્વારા જાણવા મળે છે કે જો કોઈ આગેવાન અથવા મોટો વ્યક્તિ કોઈ વાત રજૂ કરે અને તેના અનુયાયી તેમાં કોઈ વિરોધ જુએ, તો અનુયાયીઓ માટે જરૂરી છે કે તે પોતાનો મંતવ્ય આગેવાન સમક્ષ રજૂ કરે, અને જો તે સ્પષ્ટ થઈ જાય કે અનુયાયીની વાત યોગ્ય છે, તો આગેવાને તે વાતને સ્વીકારવી જોઈએ, અને જો વાત ન માનવી હોય તો આગેવાન માટે ખૂબ જ જરૂરી છે કે તે પોતાનું કારણ જણાવે, અને અનુયાયીઓની જે કઈ પણ શંકાઓ હોય તેને દૂર કરે.
જાહેર હિત ખાતર અથવા નુકસાનથી બચવા માટે જરૂરી ન હોય તેવા જ્ઞાનને ફેલાવવાથી રોકવા બાબતે આ હદીષ પરવાનગી આપે છે.
તૌહીદ પર અમલ કરતા લોકો માટે ભવ્ય ખુશખબર, અને જે વ્યક્તિ સાચા દિલથી આ સાક્ષી આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તેના માટે જન્નત છે.
ઉમર રઝી અલ્લાહુ અન્હુની શક્તિ, હિકમત અને તેમની વિશાળ સમજનું વર્ણન.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: કોઈ વ્યક્તિની પરવાનગી વિના તેની મિલકતમાં દાખલ થવાની પરવાનગી આ હદીષમાં જોવા મળે છે જો તે જાણતો હોય કે માલિક તેમની વચ્ચેની મોહબ્બત અને સ્નેહના કારણે મંજૂરી આપશે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

